GSEB : ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર, આ રીતે જાણી શકો રિઝલ્ટ

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બૉર્ડ (GSEB) દ્વારા મંગળવારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.
હિન્દુસ્તાન ટાઇમ્સના અહેવાલ અનુસાર, આ વર્ષે 65.58 ટકા વિદ્યાર્થીઓ ગુજરાતમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં પાસ થયા છે, જે ગયા વર્ષના 72.02 ટકાની સરખામણીએ ખૂબ ઓછા છે.
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાણવા માટે વિદ્યાર્થી gseb.org વેસબાઇટ પર તેમનું પરિણામ જાણી શકે છે. આ ઉપરાંત ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે જાહેરાત કરી છે કે આ વખતે વિદ્યાર્થીઓ 6357300971 વૉટ્સઍપ નંબર પર પોતાનો નંબર મોકલીને પણ પરિણામ મેળવી શકશે.
નોંધનીય છે કે ગત વર્ષે ગુજરાત બૉર્ડ અંતર્ગત વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 72.02% ટકા નોંધાયું હતું.

માર્ચ મહિનામાં 14મી તારીખથી ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ત્યારે આ વર્ષે આશરે ધોરણ 10-12 બોર્ડની પરીક્ષામાં લાખો વિદ્યાર્થીઓ બેઠા હતા.
જેમાં અંગ્રેજી માધ્યમના ઉમેદવારોની પરિણામની ટકાવારી 67.18 ટકા છે, જ્યારે ગુજરાતી માધ્યમના ઉમેદવારોની પરિણામની ટકાવારી 65.32 ટકા છે.
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓનું 66.32 ટકા અને વિદ્યાર્થીનીઓનું 64.66 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સૌથી ઓછું પરિણામ દાહોદ જિલ્લાનું 29.44 ટકા આવ્યું છે.
હળવદ અને મોરબી કેન્દ્ર 90.41 ટકા સાથે સૌથી વધારે પરિણામ ધરાવતું કેન્દ્ર બન્યું છે. જેની સામે લીમખેડા કેન્દ્રનું સૌથી ઓછું 22.00 ટકા પરિણામ આવ્યું છે.
વિજ્ઞાન પ્રવાહમાં એ ગ્રૂપનું પરિણામ 72.27 ટકા અને બી ગ્રૂપનું 61.71 ટકા પરિણામ આવ્યું છે.

ગુજરાત કૉમન ઍન્ટરન્સ ટેસ્ટ: મોબાઇલ પર કેવી રીતે રિઝલ્ટ ચેક કરશો
મંગળવારે ગુજરાત કૉમન ઍન્ટરન્સ ટેસ્ટનાં પરિણામ પણ જાહેર કરવામાં આવ્યું છે.
મોબાઇલ પર ટેક્સ્ટ મૅસેજમાં જઈને સીટ નંબર ટાઇપ કરો.
સીટ નંબરને 6357300971 પર મોકલી આપો.
તમારું પરિણામ તમારા મોબાઇલ પર આવશે.
રિઝલ્ટ ચેક કરીને તેના સ્ક્રીનશૉટ પાડીને સેવ કરી રાખો.

ઇમેજ સ્રોત, @kuberdindor
ગુજરાતના શિક્ષણમંત્રી કુબેર ડીંડોરે પરિણામ બાદ વિદ્યાર્થીઓને એક સંદેશ આપ્યો છે. તેમણે લખ્યું છે કે, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની બોર્ડની પરીક્ષાના પરિણામમાં ઉતીર્ણ થનારા તમામ વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન.

5 વર્ષમાં સૌથી ઓછું પરિણામ
જીએસઈબી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું છેલ્લા ચાર વર્ષનું પરિણામ કેટલા ટકા રહ્યું હતું તે નીચે મુજબ છે.
- 2019- 71.9 ટકા
- 2020- 71.34 ટકા
- 2021-100 ટકા
- 2022- 72.02 ટકા
- 2023- 65.58 ટકા
2022ની સરખામણીએ ઓછું પરિણામ

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ અનુસાર, 2022 કરતાં 2023માં વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ઘણું ઓછું આવ્યું છે. માર્ચ 2022માં લેવાયેલી પરીક્ષાનું પરિણામ 72.02 ટકા આવ્યું હતું, જ્યારે 2023માં 65.58 ટકા આવ્યું છે.
2022માં વિદ્યાર્થીઓનું 72.00 ટકા અને વિદ્યાર્થીનીઓનું 72.05 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જ્યારે 2023માં વિદ્યાર્થીઓનું પરિણામ 66.32 ટકા અને વિદ્યાર્થીનીઓનું 64.66 ટકા પરિણામ આવ્યું છે.
માર્ચ 2023માં 140 કેન્દ્ર પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. કુલ 1,25,563 વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતાં. જેમાં 1,10,042 નિયમિત વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ સાથે 72,166 પરીક્ષાર્થીઓ પ્રમાણપત્ર મેળવવાને પાત્ર છે.
આ વર્ષે 27 સ્કુલોમાં 100 ટકા પરિણામ આવ્યું છે, જ્યારે 10 ટકા કરતાં પણ ઓછું પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 76 છે.
એ ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 61 છે, જ્યારે 1523 વિદ્યાર્થીઓએ એ2 ગ્રેડ મેળવ્યો છે.
ગુજરાતમાં વિજ્ઞાન પ્રવાહમાં ત્રણ ગ્રૂપ હોય છે. એ ગ્રૂપના ઉમેદવારોનું પરિણામ 72.27 ટકા છે, બી ગ્રૂપના ઉમેદવારોનું પરિણામ 61.71 ટકા છે. જ્યારે એબી ગ્રૂપના ઉમેદવારોનું પરિણામ 58.62 ટકા આવ્યું છે.
એ ગ્રૂપમાં 99થી વધારે પર્સનટાઇલ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 434 છે, જ્યારે બી ગ્રૂપમાં 99થી વધારે પર્સનટાઇલ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 722 છે.
























