નવી દિલ્હીમાં ઇઝરાયલ દૂતાવાસની નજીક વિસ્ફોટ

ઇમેજ સ્રોત, ANI
નવી દિલ્હીમાં ઇઝરાયલના દૂતાવાસ પાસે એક વિસ્ફોટના સમાચાર છે. ભારતમાં ઇઝરાયલના દૂતાવાસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે દિલ્હી પોલીસ અને સુરક્ષાદળો આ ઘટનાની તપાસ કરી રહ્યાં છે.
આ ઘટના અંગે ઇઝરાયલના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે ઇઝરાયલના અધિકારીઓ તેમના ભારતીય સમકક્ષ અધિકારીઓને આ ઘટનાની તપાસમાં સહયોગ કરી રહ્યા છે.
સમાચાર એજન્સી એએનઆઈ જોડે વાતચીત દરમિયાન ભારતમાં ઇઝરાયલના નાયબ રાજદૂત ઓહાદ નક્સ કાયનારે કહ્યું, “આજ સાંજના પાંચ-છ વાગ્યા પછી દૂતાવાસની નજીક એક વિસ્ફોટ થયો હતો. અમારા તમામ જ રાજદૂતો અને કર્મચારીઓ સુરક્ષિત છે. અમારી ટીમ દિલ્હીની સ્થાનિક સુરક્ષા એજન્સી સાથે પૂર્ણ સહયોગ કરી રહી છે અને તેઓ આ ઘટનાની વધારે તપાસ કરી રહી છે.”
આ ઘટના વિશે સમાચાર એજન્સી પીટીઆઈ સાથે વાત કરતા દૂતાવાસની નજીક આવેલા સૅન્ટ્રલ હિંદી ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટના સુરક્ષા ગાર્ડે કહ્યું કે તેમને સાંજ પાંચ વાગ્યા આજુબાજુ ધડાકાનો અવાજ સાંભળ્યો હતો અને જ્યારે તેમણે બહાર આવીને જોયું તો એક ઝાડ પાસેથી ધુમાડો ફેલાઈ રહ્યો હતો.
(આ સમાચારમાં વધુ વિગતો મળતાં અપડેટ કરવામાં આવશે.)
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

























