You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં કેટલા દિવસ પછી ભારે વરસાદ પડશે અને કયા જિલ્લામાં આગાહી છે?
હવામાન વિભાગના બુલેટિન અનુસાર છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં સુરત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડ્યો છે.
સમગ્ર કચ્છ ઉપરાંત સાઉથ ગુજરાતમાં ઘણી જગ્યાએ વરસાદ નોંધાયો છે.
હાલમાં પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાનને જોડતા વિસ્તારમાં 3.1 કિમીની ઊંચાઈએ અપર ઍર સર્ક્યુલેશન રચાયું છે જેના કારણે ચોમાસું સક્રિય છે. અત્યારે મોન્સૂન ટ્રફની રચના થઈ છે જેના કારણે જમ્મુથી લઈને ચંદીગઢ, સારસવા, ફતેહગઢ, વારાણસી, રાંચીના પટ્ટાથી લઈને બંગાળની ખાડી સુધી આ ટ્રફ પસાર થાય છે.
22 જુલાઈના આંકડા પ્રમાણે રાજ્યના 207માંથી 28 ડૅમ સંપૂર્ણ છલકાઈ ગયા છે. તેમાં સૌરાષ્ટ્રના 141માંથી 16 ડૅમ છલકાયા છે.
જ્યારે સાઉથ ગુજરાતના 13માંથી પાંચ ડૅમ, મધ્ય ગુજરાતના 17માંથી બે ડૅમ છલકાયા છે. ઉત્તર ગુજરાતમાં મોટા ડૅમ છલકાયા નથી. કચ્છના 20માંથી પાંચ ડૅમ છલકાયા છે. રાજ્યનો સૌથી મોટો સરદાર સરોવર ડૅમ હજુ સુધી 50 ટકા ભરાયો છે.
હવામાન વિભાગે કયા જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી?
અમદાવાદસ્થિત હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે 22 જુલાઈએ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે.
આ ઉપરાંત વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલીમાં વરસાદ પડી શકે છે.
સૌરાષ્ટ્ર અને કચ્છના તમામ જિલ્લામાં, એટલે કે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
22 જુલાઈથી લઈને 25 જુલાઈ સુધી ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં પવનની ઝડપ 30થી 40 કિમી પ્રતિકલાક રહેશે એવું હવામાન વિભાગનું અનુમાન છે.
23 જુલાઈએ પણ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે.
23મીએ વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલીમાં વરસાદ પડી શકે છે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના તમામ જિલ્લામાં વરસાદ પડી શકે જેમાં સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવનો સમાવેશ થાય છે.
ત્રણ દિવસ પછી ભારે વરસાદ શરૂ થશે
24 મી અને 25મી જુલાઈએ પણ સમગ્ર રાજ્યના મોટા ભાગના જિલ્લામાં હળવો વરસાદ પડી શકે છે. 26 જુલાઈએ રાજ્યમાં કેટલાક જિલ્લામાં ભારે વરસાદ પડવાની આગાહી છે.
હવામાન વિભાગ મુજબ પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલી, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા છે.
27 જુલાઈએ પણ ગુજરાતમાં કેટલાક જિલ્લામાં ભારે વરસાદ પડે તેવી શક્યતા છે. આગાહી પ્રમાણે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદ પડી શકે છે.
રાજ્યમાં સિઝનનો કેટલો વરસાદ નોંધાયો?
આ દરમિયાન ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં અલગ-અલગ જિલ્લામાં વરસાદ નોંધાયો છે જેમાં વરસાદમાં જોરદાર ઝાપટાં પડી ગયાં છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં અત્યાર સુધીમાં સિઝનનો 61 ટકા વરસાદ પડી ગયો છે જેના કારણે અત્યાર સુધીમાં પાંચ ડૅમ ઓવરફ્લો થઈ ગયા છે.
સુરેન્દ્રનગરમાં સોમવારે વરસાદ પછી ભોગાવો નદીમાં પાણી છોડવામાં આવ્યું છે અને લોકોને નદીના પટમાં ન જવા સલાહ અપાઈ છે.
ગુજરાતના લૅટેસ્ટ ડેટા પ્રમાણે રાજ્યમાં સરેરાશ 477 મિમી વરસાદ નોંધાઈ ગયો છે. ચોમાસાની સિઝનમાં રાજ્યમાં 882 મિમી વરસાદની એવરેજ હોય છે તેથી અત્યાર સુધીમાં સિઝનનો 54 ટકા વરસાદ પડી ગયો તેમ કહી શકાય.
અત્યાર સુધીમાં કચ્છમાં સૌથી વધુ 64 ટકા વરસાદ નોંધાયો છે જ્યારે ઉત્તર ગુજરાતમાં 53 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 50 ટકા, સૌરાષ્ટ્રમાં 53 ટકા કરતા વધુ અને સાઉથ ગુજરાતમાં 57 ટકા વરસાદ પડ્યો છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન