‘છીંક રોકવાનો પ્રયત્ન કર્યો અને શ્વાસનળીમાં કાણું પડી ગયું’ – ડૉક્ટરોની ટીમે આ ઘટના પછી શું ચેતવણી આપી?

ઇમેજ સ્રોત, B.M.J
- લેેખક, બીબીસી ન્યૂઝ વર્લ્ડ
- પદ, .
- પ્રકાશિત
છીંક આવતી રોકવાનો પ્રયત્ન કરનાર એક વ્યક્તિની શ્વાસનળીમાં કાણું પડી જતા મેડિકલ ટીમે ચેતવણી જાહેર કરી છે.
અંદાજે ત્રીસની ઉંમર ધરાવતા એક યુવાનને ઇંગ્લૅન્ડના ડુનડીમાં નાઇનવેલ્સ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ યુવાન અસહ્ય દુ:ખાવાથી પીડાઈ રહ્યો હતો.
એવું સામે આવ્યું છે કે છીંક આવતી રોકવા માટે તેણે પોતાનું નાક અને મોં બંધ કરી દીધું હતું.
તપાસ રિપોર્ટમાં સામે આવ્યું છે કે તેની શ્વાસનળીમાં 2મીમીનું કાણું પડી ગયું છે.
યુનિવર્સિટી ઑફ ડુનડીના ડૉક્ટરો કહે છે કે જો તમે તમારું મોં બંધ કરીને છીંક ખાઓ છો તો તમારી શ્વાસનળીના ઉપરના ભાગમાં 20 ગણું દબાણ વધી જાય છે.
છીંક રોકવાને કારણે તમને અનેક પ્રકારની ઈજાઓ થઈ શકે છે. કાનનો પરદો ફાટી જવો, નસ ફૂલી જવી અને પાંસળીમાં ફ્રૅકચર પણ થઈ શકે છે.
પહેલાં પણ નોંધાયા છે કેસો

ઇમેજ સ્રોત, Getty Images
આ પ્રકારનો એક કેસ ‘બીએમજી કેસ રિપોર્ટ્સ’ નામની મેડિકલ જર્નલમાં પણ નોંધવામાં આવ્યો છે.
જ્યારે ડૉક્ટરો દર્દીની તપાસ કરી રહ્યા હતા ત્યારે તેમણે ગરદનમાં કંઈક બટકવાનો અવાજ સાંભળ્યો અને પછીથી તપાસમાં એ સામે આવ્યું કે તે વ્યક્તિ ડોકું હલાવવા પરથી પોતાનું સંપૂર્ણ નિયંત્રણ ગુમાવી ચૂક્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
છીંક આવી તે સમયે એ વ્યક્તિ ડ્રાઇવિંગ કરી રહ્યો હતો અને તેની મેડિકલ હિસ્ટ્રી તપાસતાં તેને કેટલીક ઍલર્જી અને ગળામાં તકલીફ હોવાનું સામે આવ્યું હતું.
નવાઈની વાત એ હતી કે એ દર્દીને કોઈ ઑપરેશનની જરૂર પડી ન હતી અને દર્દશામક અને ઍન્ટિ-ઍલર્જિક દવાઓ આપવામાં આવી હતી. તેને થોડા દિવસ પછી હૉસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી.
ડૉક્ટરે તેમને થોડા દિવસ સુધી શરીરને તકલીફ પડે તેવું કામ કરવાની મનાઈ કરી હતી. પાંચ અઠવાડિયા પછી રિપોર્ટમાં સામે આવ્યું હતું કે એ ક્રૅક રૂઝાઈ ગઈ હતી.
ડૉક્ટરો શું સલાહ આપે છે?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આ રિપોર્ટના મુખ્ય લેખક ડૉ. રસાડ્સ મિસિરોવ્ઝે બીબીસી સાથે વાત કરતા જણાવ્યું હતું કે લોકોએ છીંક ખાવાની આ પ્રક્રિયાને રોકવી ન જોઈએ કારણે કે તે શરીરના કુદરતી ડીફેન્સ મિકેનિઝમનો એક ભાગ છે. છીંક દ્વારા અનુનાસિક માર્ગોમાંથી કચરો બહાર નીકળે છે.
તેઓ કહે છે કે, “આપણે છીંક આવે ત્યારે મોંને હાથ વડે અથવા કોણી વડે ઢાંકવાનો પ્રયત્ન કરવો જોઈએ. આમ કરવાથી વાઇરસ અને સલાઇવાનો ફેલાવો થતો અટકે છે અને આપણી આજુબાજુના લોકો સુરક્ષિત રહે છે.”
તેઓ ઉમેરે છે કે, ઘણા લોકો એવી પદ્ધતિ અનુસરે છે જેમાં નાક અને મોં બંને એકસાથે બંધ કરવામાં આવતા નથી.
“અંગત રીતે હું પણ એક અલગ પદ્ધતિનો ઉપયોગ કરું છું જેમાં હું મારા અંગૂઠાને ઉપરના હોઠ પર દાબી દઉં છું. જેના કારણે નસલ પેસેજ ખુલ્લો રહે છે. નસકોરાં ખુલ્લા રહેવાથી છીંક તો આવે જ છે.”
શ્વાસનળીમાં ઓચિંતુ કાણું પડી જવાની આ ઘટના ‘સ્પોન્ટેનિયસ ટ્રૅકલ રપ્ચર’ તરીકે ઓળખાય છે. આવી ઘટનાઓ જૂજ હોય છે પણ તે કેટલીક પરિસ્થિતિઓમાં જીવલેણ નીવડી શકે છે. આ પ્રકારના કેસો પણ જવલ્લે જ જોવા મળે છે.






















