હિમાચલમાં ભારે વરસાદથી તબાહી, નદીઓ ગાંડીતૂર, રસ્તાઓ તૂટ્યા

કાર પાણીમાં

ઇમેજ સ્રોત, UGC

પ્રકાશિત

જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. રાજ્યમાં અનેક રસ્તાઓ બંધ છે અને ઝેલમ અને ચિનાબ નદી ગાંડીતૂર બની છે.

ખરાબ હવામાનને કારણે અમરનાથ યાત્રા સ્થગિત છે અને સેંકડો પ્રવાસીઓ ફસાયા છે.

તો હિમાચલ પ્રદેશમાં પણ ભારે વરસાદને કારણે તબાહી સર્જાઈ છે.

રવિવારે પણ હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ પડ્યો હતો અને હવામાન વિભાગે રાજ્યના સાત જિલ્લામાં રેડ ઍલર્ટ જારી કર્યું છે.

ભારે વરસાદને કારણે રાજ્યના ઘણા જિલ્લામાં બિયાસ નદી ગાંડીતૂર બની છે અને અનેક વિસ્તારોમાં ભૂસ્ખલનના રિપોર્ટ છે.

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

X કન્ટેન્ટ પૂર્ણ, 1

સોશિયલ મીડિયામાં વરસાદ બાદની તબાહીના કેટલાક વીડિયો પણ વાઇરલ થઈ રહ્યા છે.

એક વીડિયોમાં ચંદીગઢ મનાલી હાઈવે પર રોડનો કેટલાક ભાગ વહી જતો દેખાઈ રહ્યો છે.

ભૂસ્ખલન અને વાદળ ફાટવાને લીધે શિમલા, સિરમૌર, લાહૌલ, સ્પિતિ, ચંબા અને સોલન જિલ્લામાં અનેક રસ્તા અવરજવર માટે બંધ છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ પડી રહ્યો છે અને હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

X કન્ટેન્ટ પૂર્ણ, 2

બીબીસી ગુજરાતી

ગુજરાતમાં શું સ્થિતિ છે?

અમરેલીની ગાગડીયો નદી

ઇમેજ સ્રોત, faruk kadri

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ગુજરાતભરમાં પણ મોટા ભાગના જિલ્લા-તાલુકામાં વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ પડી રહ્યો છે અને હજુ પણ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

આગાહી પ્રમાણે, મોટા ભાગના જિલ્લામાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. તો કેટલાક જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ પડે એવી શક્યતા છે.

તો કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

બીબીસી ગુજરાતીના સહયોગી સચીન પીઠવાએ માહિતી આપી હતી કે, સુરેન્દ્રનગરના સાયલા સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદને કારણે પાણી ભરાઈ જતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. સાયલાના છેવાડાના ગામને દર વર્ષે આ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે.

આ સાથે લીંબડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ યથાવત્ છે. છેલ્લા બે દિવસથી લીંબડી તાલુકામાં ભારે વરસાદ પડતા અનેક ગામોમાં વરસાદી પાણી ભરાયાં છે.

સુરેન્દ્રનગરના હીરાસર ગામ પાસે આવેલા મોરસલ ડૅમ 80 ટકા ભરાઈ ગયો હોવાથી નીચાણવાળા વિસ્તારોને સાવચેતી રાખવાનું કહેવામાં આવ્યું છે.

આ ઉપરાંત ડૅમની પૂર્ણ જળસપાટી 177 મીટર છે, જેમાંથી 176.6 મીટર ભરાઈ ગયો છે. પાણીની ધીમી આવક ચાલુ હોવાને કારણે ડૅમ ગમે તે સમયે ઓવરફ્લો થવાની શક્યતા છે.

તેથી ડૅમની આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં આવતા ચોટીલા તાલુકાના હબિયાસર અને નાની મોરસલ તેમજ સાયલા તાલુકાના મંગલકુઈ, મોટી મોરસલ, સેખપર, સેજકપર અને ટીટોળા ગામના લોકોને બંધના ઉપરવાસમાં અને નીચાણવાસમાં આવતા વિસ્તારોમાં કે નદીના પટમાં અવર-જવર ન કરવા કહેવામાં આવ્યું છે.

બીબીસી ગુજરાતીના સહયોગી રાજેશ આંબલિયાએ માહિતી આપી હતી કે, મોરબીમાં પણ સવારથી વરસાદ પડી રહ્યો છે.

આ સાથે મોરબીમાં સવારથી 18 મિમી, ટંકારામાં 6 મિમી, માળિયામાં 7 મિમી, વાંકાનેરમાં 1 મિમી વરસાદ નોંધાયો છે.

બીબીસી ગુજરાતી

આજે કયા જિલ્લામાં આગાહી?

ગુજરાતમાં પડી શકે છે ભારે વરસાદ

ઇમેજ સ્રોત, Getty Images

હવામાનવિભાગ દ્વારા કરાયેલી આગાહી પ્રમાણે શનિવારે ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

શનિવારે વહેલી સવારથી જ રાજકોટ, મોરબી, અમરેલી, જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો.

તો આ સાથે જ કેટલાક જિલ્લા એવા છે જ્યાં છૂટોછવાયો ભારે વરસાદ થઈ શકે છે. આ જિલ્લામાં દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડનો સમાવેશ થાય છે.

ગુજરાતના આ જિલ્લાઓમાં પડી શકે છે વરસાદ

ઇમેજ સ્રોત, Getty Images

આ સાથે જ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, અમરેલી, મોરબી, દ્વારકા અને બોટાદમાં પણ ભારે વરસાદની શક્યતા છે. કચ્છ જિલ્લામાં પણ છૂટોછવાયો ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

તો આણંદ, વડોદરા, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી અને ભાવનગરમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે.

બીબીસી ગુજરાતીના સહયોગી દર્શન ઠક્કરે જણાવ્યું હતું કે, જામનગરમાં છેલ્લા પાંચ કલાકથી સતત વરસાદ પડી રહ્યો છે.

સતત વરસાદ પડવાને કારણે હરિદ્વાર પાર્ક, એસબીઆઈ ગુલાબનગર પાછળ, હરિદ્વાર સોસાયટી, મોહનનગર, નારાયણનગરમાં પાણી ભરાઈ ગયાં છે.

બીજી તરફ નીચાણવાળા વિસ્તારમાં પાણીની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે મ્યુનિસિપલ કૉર્પોરેશનના વરિષ્ઠ અધિકારી ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

બીબીસી ગુજરાતી

કઈ તારીખ સુધી રહેશે વરસાદી માહોલ?

ગુજરાતમાં ક્યાં સુધી રહેશે વરસાદી માહોલ

ઇમેજ સ્રોત, MAUSAM.IMD.GOV.IN

ગુજરાતમાં આગામી દિવસોમાં પણ વરસાદી માહોલ રહેવાની શક્યતા છે.

હવામાન વિભાગના કહેવા પ્રમાણે રવિવારે પણ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.

અત્યાર સુધીની સ્થિતિ પ્રમાણે સોમ અને મંગળવારે બનાસકાંઠા, પાટણ, કચ્છ જિલ્લામાં છૂટોછવાયો વરસાદ પડવાની શક્યતા છે.

હવામાન વિભાગની સેટેલાઇટ તસવીરોમાં ભારત પર છવાયેલાં વાદળો પણ જોઈ શકાય છે.

હવામાન વિભાગે એ પણ જણાવ્યું છે કે 9 જુલાઈના રોજ પણ સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગરહવેલી, જૂનાગઢ, ગીર-સોમનાથમાં હળવો વરસાદ પડી શકે છે.

આ સિવાય ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ છૂટોછવાયો વરસાદ વરસી શકે છે. ખાસ કરીને બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણમાં હવામાન પલટાશે અને અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.

બીબીસી ગુજરાતી

ડૅમોમાં નવા નીરની આવક

કયા ડૅમોમાં નવા નીરની આવક થઈ?

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી ગુજરાતીના સહયોગી બિપિન ટંકારિયાએ રાજકોટ સિંચાઈ પુર વર્તુળ એકમની યાદી અનુસાર જણાવ્યું છે કે, રાજકોટ જિલ્લાના ડૅમોમાં છેલ્લાં 24 કલાકમાં નવા નીરની આવક થઇ છે.

જેમાં છાપરવાડી -2 ડૅમમાં 2.62 ફૂટ, વાછપરી ડૅમમાં 2 ફૂટ, વેરી ડૅમમાં 1.67 ફૂટ, મોતીસર ડૅમમાં 0.98 ફૂટ, આજી-2 ડૅમમાં 0.82 ફૂટ, ભાદર ડૅમમાં 0.56 ફૂટ, ભાદર-2 અને માલગઢ ડૅમમાં 0.49 ફૂટ, સુરવો, ન્યારી-1, ન્યારી-2 ડૅમમાં 0.33 ફૂટ સહિતના ડૅમોમાં નવા નીરની આવક થઇ છે.

જળાશયોના કૅચમૅન્ટ વિસ્તાર મુજબ વેરી ડૅમમાં 85 મિમી, મોજ ડૅમમાં 70 મિમી, વાછપરી ડૅમમાં 60 મિમી, ગોંડલી ડૅમમાં 55 મિમી, છાપરવાડી-2 ડૅમમાં 46 મિમી, છાપરવાડી-1 ડૅમમાં 45 મિમી, સુરવો ડૅમમાં 40 મિમી, ફોફળ ડૅમમાં 38 મિમી, મોતીસર ડૅમમાં 35 મિમી, સોડવદર અને ઈશ્વરીયા ડૅમમાં 20 મિમી વરસાદ નોંધાયો છે.

આ સાથે આજી-3 અને માલગઢ ડૅમમાં 15 મિમી, ભાદર ડૅમમાં 11 મિમી, ન્યારી-2, કરમાળ, ભાદર-2, કર્ણુકી અને ઘેલા સોમનાથ ડૅમમાં 10 મિમી, આજી-2 ડૅમમાં 9 મિમી, ડોંડી ડૅમમાં 5 મિમી વરસાદ નોંધાયો છે.

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી