ગુજરાત નજીક બની નવી સિસ્ટમ, કયા જિલ્લામાં ભારે વરસાદની આગાહી?

ઇમેજ સ્રોત, Getty Images
અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે જેને લીધે સમગ્ર ગુજરાતનું હવામાન પલટાશે. આ સિસ્ટમને પગલે હવામાન વિભાગે રાજ્યના કેટલાય જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરી છે.
હાલમાં ગુજરાતમાં ચારેતરફ વરસાદી માહોલ જામી ચૂક્યો છે અને ઠેર-ઠેર વરસાદ વરસી પણ રહ્યો છે. રાજકોટ, ગીર-સોમનાથ, અમરેલી, અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે.
હવામાન વિભાગે આગાહી કરી છે આગામી દિવસોમાં ગુજરાતમાં કઈ જગ્યાએ વરસાદ વરસશે. જે મુજબ આગામી પાંચ દિવસમાં ક્યાં ધોધમાર વરસાદ પડશે અને કઈ જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે એ અંગેનું અનુમાન જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગનું કહેવું શું છે?

ઇમેજ સ્રોત, ANI
ભારતીય હવામાન વિભાગે જાહેર કરેલા બુલેટિન અનુસાર ગુજરાતમાં ચોમાસું જામ્યું છે અને સમગ્ર રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે.
આગામી દિવસોમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાંના હવામાનમાં ભારે પરિવર્તન આવશે, જેને લીધે અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે મધ્યમથી હળવો વરસાદ વરસી શકે છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર 7 જુલાઈના રોજ સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી શકે છે.
આ સાથે જ સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગરહવેલીમાં મધ્યથી ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
સૌરાષ્ટ્રની વાત કરીએ તો જૂનાગઢ, અમરેલી, ગીર-સોમનાથ, ભાવનગર અને દીવમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આ સિવાય બોટાદ, પોરબંદર અને રાજકોટમાં પણ ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આ વિસ્તારોમાં પવનની ગતિ પણ વધી શકે છે અને ગાજવીજ સાથે વરસાદ વરસશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બીજી તરફ મધ્ય ગુજરાતના હવામાનમાં પણ પલટો આવી શકે છે અને વડોદરા, છોટાઉદેપુરમાં છૂટોછવાયો વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના જિલ્લાઓ જેમ કે બનાસકાંઠા અને પાટણમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે.

કયા જિલ્લામાં ક્યારે પડશે વરસાદ?

ઇમેજ સ્રોત, sachin pithva
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
હવામાન વિભાગે જાહેર કરેલા બુલેટિન અનુસાર 8 જુલાઈના રોજ ગુજરાતમાં ઠેર-ઠેર છૂટોછવાયો વરસાદ વરસી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોને આની વધુ અસર થશે.
સુરત, ભરૂચ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગરહવેલીમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. બીજી તરફ સૌરાષ્ટ્રમાં પણ હવામાન પલટાશે. જ્યારે અમરેલી, જૂનાગઢ, ભાવનગર, ગીર-સોમનાથ, રાજકોટ અને કચ્છના અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
આ સાથે જ મધ્ય ગુજરાતમાં પણ હવામાન પલટાઈ શકે છે અને અમદાવાદ, આણંદ, વડોદરા અને છોટાઉદેપુરમાં છુટોછવાયો વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. કેન્દ્રશાસિત પ્રદેશ દીવ, દમણ અને દાદરા નગરહવેલીમાં પણ મધ્યમથી હળવો વરસાદ વરસી શકે છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ચોમાસું જામી ચૂકયું છે જેને લીધે હાલમાં ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે.
હવામાન વિભાગે એ પણ જણાવ્યું છે કે 9 જુલાઈના રોજ પણ સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગરહવેલી, જૂનાગઢ, ગીર-સોમનાથમાં હળવો વરસાદ પડી શકે છે.
આ સિવાય ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ છૂટોછવાયો વરસાદ વરસી શકે છે. ખાસ કરીને બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણમાં હવામાન પલટાશે અને અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.
બીબીસી ગુજરાતીના સહયોગી સચીન પીઠવાએ જણાવ્યું હતું કે સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના હડાળા ગામે વરસાદી પાણી ભરાતાં વિદ્યાર્થીઓ પાણીમાંથી પસાર થઈ સ્કૂલ જવા મજબૂર બન્યા છે. પાણીનો યોગ્ય નિકાલ કરવામાં ન આવતો હોવાથી વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો. આ ઉપરાંત પાણી ભરાવવાને કારણે મચ્છરજન્ય રોગો થવાનો ડર સેવાઈ રહ્યો છે.
























