આરડી બર્મન સ્પેશિયલ : બિયરની અડધી ભરેલી બૉટલોમાંથી બનાવ્યું સુપરહિટ મ્યુઝિક, જુઓ બીબીસી બાલ્કની

આરડી બર્મન સ્પેશિયલ : બિયરની અડધી ભરેલી બૉટલોમાંથી બનાવ્યું સુપરહિટ મ્યુઝિક, જુઓ બીબીસી બાલ્કની
પ્રકાશિત

આરડી બર્મન. આ નામની સાથે જ કેટલાં બધાં સુપરહિટ મેલોડીથી સજેલાં, અવનવા સંગીતવાળાં ગીતો યાદ આવી જાય. ફિલ્મોના ઘણા જાણકારો અને નિષ્ણાતો આરડી બર્મનને હિંદી ફિલ્મોમાં આધુનિક સંગીતના જનક માને છે.

60, 70 અને 80ના દાયકામાં અનેક સુપરહિટ ગીતો આપ્યાં આરડી બર્મને. પણ તમને ખબર છે આરડી બર્મન વરસાદનાં ટીપા કે પછી ગાડીના હોર્ન કે પછી કાચના ગ્લાસ કે સેંડ પેપર કે સ્કૂલમાં બેસવાના બાંકડા કે ઇવન રેલગાડી કે ઇવન માણસની પીઠમાંથી પણ સંગીત બનાવી દેતા હતા.

અને એક ઇન્સ્ટ્રુમેન્ટ વગાડવામાં એવા માહેર જેનો ઉપયોગ હિન્દી ફિલ્મોના ગીતોમાં બખૂબી થયેલો છે.

આરડીની આવાં જબરદસ્ત ગીતોની ખૂબીઓની ઇન્ટરેસ્ટિંગ વાત આજે બીબીસી બાલ્કનીમાં.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન