You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં ફરીથી વરસાદનું જોર વધશે, કેટલા દિવસ સુધી રહેશે નવો રાઉન્ડ?
ગુજરાતમાં જૂન મહિનાના અંત અને જુલાઈ મહિનાની શરૂઆતમાં આવેલા વરસાદ બાદ હવે વરસાદનું જોર ઘટ્યું છે.
કેટલાક વિસ્તારોમાં વરસાદ સાવ બંધ થયો છે અને તડકો નીકળી રહ્યો છે.
હાલ ઘણા વિસ્તારોમાં ખૂબ વરસાદ થયો છે અને કેટલાક વિસ્તારોમાં વાવણી થઈ છે પરંતુ વધારે વરસાદ થયો નથી. હવે આ વિસ્તારોમાં વરસાદની ફરી રાહ જોવાઈ રહી છે.
8 જુલાઈના રોજ મુંબઈમાં ભારેથી અતિભારે વરસાદ થયો છે, અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે. ઉપરાંત કોકણ વિસ્તારમાં સતત ભારે વરસાદ પડી રહ્યો છે.
ગુજરાત પર આ પહેલાં જ્યારે સિસ્ટમો બનેલી હતી ત્યારે વરસાદ પડ્યો હતો પરંતુ હવે સિસ્ટમ ન હોવાથી વરસાદ ઓછો થયો છે.
આ વીડિયોમાં દીપક ચુડાસમા જણાવી રહ્યા છે કે હવે ગુજરાતમાં કયા વિસ્તારોમાં વરસાદનું જોર વધશે? જાણો ગુજરાતમાં આવનારા દિવસોનું હવામાન...
ઍડિટ - સુમિત વૈદ