You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વીડિયો : એ બાળક જે રમકડાં, લાકડું, પુસ્તકો, જે દેખાય એ ખાવા લાગે છે
નાનાં બાળકો કોને ન ગમે?
નાનાં બાળકો જિજ્ઞાસાપૂર્વક ઘણી વાર તેમની સામે પડેલી વસ્તુને અડકીને કે મોઢામાં મૂકીને જે-તે વસ્તુ વિશે વધુ જાણવાનો પ્રયાસ કરે છે. ઘણા પરિવારજનોને બાળકની આવી પ્રવૃત્તિ જોઈને વહાલ પણ ઊમટતું હોય છે.
પણ અહીં વાત એવાં બાળકોની છે જેઓ સ્વાસ્થ્ય સંબંધી એક વિચિત્ર સમસ્યાનો સામનો કરે છે.
પિકા નામની સ્વાસ્થ્ય સંબંધી સ્થિતિનો સામનો કરતાં બાળકોને ધૂળ, દીવાલ, કપડાં, મળ, વાળ, પેપર અને લાકડી વગેરે જેવી વસ્તુઓ ખાવાની તીવ્ર ઇચ્છા થતી રહે છે.
જેના કારણ તેઓ તેમની સામે આવતી ગમે એ વસ્તુને સીધા મોઢામાં જ મૂકી દે છે. આના કારણે કેવી સમસ્યાઓ સર્જાય છે?
વધુ વિગતો માટે જુઓ વીડિયો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન