You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Gujarat weather : 2024માં ચોમાસા પહેલાં વધારે વાવાઝોડાં આવશે?
વર્ષ 2024. હવામાનમાં એવું તો શું થવાનું છે કે કેટલાંક રાજ્યો અત્યારથી જ વાવાઝોડાનાં આશ્રયસ્થાનોનું આયોજન કરવા લાગ્યાં છે.
આ વર્ષે આપણે અલ નીનોથી બહુ ઝડપથી લા નીના તરફ જઈ રહ્યા છીએ. તેમાં પર્યાવરણમાં કેવા ફેરફારો જોવા મળશે?
હવામાન નિષ્ણાતોનાં અનુમાન પ્રમાણે અલ નીનો નબળું પડશે અને બહુ ફટાફટ આપણે લા નીનામાં પ્રવેશ કરીશું.
સપ્ટેમ્બર મહિના સુધી લા નીના વિકસે તો ખાસ કરીને પશ્ચિમ ભારતનાં રાજ્યો પર ખતરનાક ચોમાસું બેસી શકે છે, એટલે કે આ વર્ષે ગુજરાતના ખેડૂતો માટે બહુ સારા સમાચાર કહી શકાય.
કૃષિ ક્ષેત્ર માટે લા નીનાની અસરો સકારાત્મક રીતે કામ કરે છે. ખેતીની પ્રવૃત્તિઓ અને પાકની ઊપજ માટે પણ આ એક સારી પરિસ્થિતિ માનવામાં આવે છે. કારણકે પ્રશાંત મહાસાગરમાં લા લીના બેસવાની તૈયારીમાં છે.
આ અગાઉ કયા વર્ષોમાં આ પ્રકારની હવામાન પ્રણાલી રચાઈ હતી તેનો ડેટા ચકાસીએ અને ત્યારે પડેલા વરસાદ સાથે સરખામણી કરીએ તો પણ આ વર્ષના ચોમાસાની મોટાભાગે સચોટ માહિતી મળી શકે તેમ છે. જેમકે 1972-73, 1982-83, 1987-88, 1977-98, 2002-2003 અને 2015-16માં જે પ્રકારે મજબૂત ચોમાસું બેઠું હતું તે પરથી આગામી સમયગાળાની અપેક્ષાઓને પ્રોત્સાહન મળે છે.
જુઓ આ વીડિયો