દર્દીની આંખમાંથી દાંત ફૂટી નીકળ્યો, ડૉક્ટરે શું કારણ આપ્યું?

દર્દીની આંખમાંથી દાંત ફૂટી નીકળ્યો, ડૉક્ટરે શું કારણ આપ્યું?
પ્રકાશિત

બિહારના પટણાસ્થિત ઇંદિરા ગાંધી ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સીસમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.

અહીં એક દર્દીની જમણી આંખમાં દાંત ઊગવા લાગ્યો હતો. આ દર્દીનું ઑપરેશન કરનાર ડૉક્ટર આને મેડકિલ સાયન્સના અમુક દુર્લભ મામલા પૈકી એક માને છે.

11 ઑગસ્ટના રોજ દર્દીની સર્જરી કરીને આંખમાંથી દાંત કાઢવામાં આવ્યો છે અને તેઓ હાલ સ્વસ્થ છે.

બીબીસીએ આ દર્દી અને તેમના ઑપરેશનમાં સામેલ ડૉક્ટરો પાસેથી આ મામલાને સમજવાનો પ્રયાસ કર્યો છે.

આ રિપોર્ટમાં અમે આઇજીઆઇએમએસની ગુપ્તતા નીતિનું પાલન કરીને દર્દીની ઓળખ છુપાવી છે અને તેમનું નામ બદલી દીધું છે.

રિપોર્ટ - સીટુ તિવારી

વીડિયો - શાહનવાઝ અહમદ

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન