ગુજરાતમાં વિદ્યાર્થીઓને ઘરે જઈને ભણાવતા 'જાદૂગર' શિક્ષક
પ્રકાશિત
મોટરસાઇકલ પર કાળું પાટિયું, રંગબેરંગી અક્ષરોથી સજાવેલી છત્રી અને શરીર એકડા-બગડા લખેલું શર્ટ. આ બધું પહેલી નજરે જોઈને એવું લાગે કે કોઈ જાદૂગર હશે.
પણ મોટરસાઇકલની આગળ લગાવેલું પાટિયું આ ગેરસમજ દૂર કરી દે છે: 'હરતી ફરતી શાળા, રઘુ રમકડું'.
આ જાદૂગર નહીં પણ શિક્ષણના જાદૂગર છે, જે જાદૂના ખેલા બતાવવાને બદલે બાળકોને ભણાવે છે.
અમરેલીના જાફરાબાદ તાલુકાના મિતયાળા ગામના આ શિક્ષક ઘરે-ઘરે જઈને વિદ્યાર્થીઓને ભણાવે છે.
જે વિદ્યાર્થીઓ પાસે ઑનલાઇન શિક્ષણ માટેનાં સાધનો નથી, એ બાળકોને ભણાવવા આ શિક્ષક આવે છે.
જુઓ બીબીસી ગુજરાતીની વીડિયો કહાણી.


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો



