You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

યુક્રેનના ખારકિએવમાં હવે કોઈ ભારતીય નથી, વિદેશ મંત્રાલયનો દાવો

રશિયન રક્ષા મંત્રાલયે કહ્યું કે મોસ્કોના સમયાનુસાર 10 વાગ્યે હુમલાઓ રોકી દેવાશે, જેથી મારિયુપોલ અને વોલ્નોવાકા શહેરોમાં લોકોની મદદ માટે માનવીય કૉરિડૉર ખોલી શકાય.

લાઇવ કવરેજ

  1. યુક્રેન-રશિયા યુદ્ધ : 9મા દિવસનો ઘટનાક્રમ

    યુક્રેન-રશિયા યુદ્ધનો આજે દસમો દિવસ છે. જાણો છેલ્લા ચોવીસ કલાકમાં શું થયું

    • બ્રસેલ્સમાં નેટો દેશોના વિદેશમંત્રીઓને મળ્યા પછી ગઠબંધનના સેક્રેટરી જનરલ યેન્સ સ્ટોલ્ટનબર્ગે જણાવ્યું હતું કે ગઠબંધન યુક્રેનને નૉ-ફ્લાય ઝોન જાહેર કરશે નહીં.
    • આ નિર્ણયથી નારાજ યુક્રેનના રાષ્ટ્રપતિ વોવોદિમીર ઝૅલેન્સ્કીએ પશ્ચિમી દેશોની ટીકા કરતું નિવેદન બહાર પાડ્યું અને કહ્યું કે નેટો નેતૃત્વએ યુક્રેનનાં શહેરો અને ગામડાંઓના વિનાશનો રસ્તો મોકળો કરી આપ્યો છે.
    • યુક્રેનના લોકોને એક ટેલિવિઝન સંદેશમાં ઝૅલેન્સ્કીએ કહ્યું કે પશ્ચિમી નેતાઓ જાણે છે કે યુક્રેન સામે રશિયાની આક્રમકતા વધશે.
    • રશિયાએ ફેસબુક પર પ્રતિબંધ મૂક્યો છે અને ટ્વિટર અને યૂટ્યૂબને પણ બ્લૉક કરી દીધાં છે. રશિયાનું કહેવું છે કે ફેસબુકે ઘણાં રશિયન મીડિયા સંગઠનો પર પ્રતિબંધ લગાવ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે.
    • રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને એક નવા કાયદા પર હસ્તાક્ષર કર્યા છે જેમાં સૈન્ય વિશે નકલી સમાચાર ફેલાવવા માટે પંદર વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે.
    • નવમા દિવસે, યુક્રેનના ઉત્તર, દક્ષિણ અને પૂર્વમાં દિવસભર ભીષણ લડાઈ ચાલી.
    • રાજધાની કિએવ પર રશિયા દ્વારા નવો મિસાઈલ હુમલો કરવામાં આવ્યો છે અને આખા શહેરમાં બ્લાસ્ટનો અવાજ સંભળાયો છે. તે જ સમયે, રશિયન ઘેરા હેઠળ ફસાયેલા દક્ષિણ-પૂર્વીય દરિયાકાંઠાના શહેર મેરિયુપોલ પર બૉમ્બમારો ચાલુ છે.
    • ઉત્તર-પૂર્વીય શહેરો ખારકિએવ અને ચેર્નિહિવ પર પણ બૉમ્બમારો ચાલુ છે.
    • ગુરુવારે રાત્રે યુરોપના સૌથી મોટા પરમાણુ પ્લાન્ટ પર રશિયાના હુમલાની ટીકા કરતા અમેરિકાએ કહ્યું છે કે વિશ્વ એક મોટી દુર્ઘટનામાંથી સહેજ માટે બચી ગયું છે.
    • આંતરરાષ્ટ્રીય મૉનિટરિંગ ટીમનું કહેવું છે કે ન્યૂક્લિયર પ્લાન્ટમાં કોઈ રેડિયેશન નથી અને પ્લાન્ટ સુરક્ષિત છે.
    • યુક્રેનમાંથી મોટી સંખ્યામાં લોકોની હિજરત ચાલુ છે.
    • અમેરિકાના વિદેશમંત્રી એન્ટની બ્લિંકને બીબીસીને કહ્યું છે કે તેમને વિશ્વાસ છે કે યુક્રેન યુદ્ધમાં રશિયાને હરાવી દેશે. અમેરિકી વિદેશમંત્રીએ કહ્યું કે તેઓ કહી શકતા નથી કે યુદ્ધ કેટલો સમય ચાલશે, પરંતુ યુક્રેનની હાર અનિવાર્ય નથી.
  2. ચેર્નિહાઇવમાં રશિયાના હવાઈ હુમલા બાદ મૃતાંકમાં વધારો

    ગુરુવારે ચેર્નિહાઇવ શહેરના રહેવાસી વિસ્તાર ઉપર રશિયાએ કરેલા હવાઈ હુમલા 47 લોકોનાં મૃત્યુ થયાં હોવાનું સ્થાનિક તંત્રે જણાવ્યું છે.

    સ્થાનિક ઇમરજન્સી સેવાના જણાવ્યા અનુસાર ભારે બૉમ્બમારાને પગલે ગુરુવારે બચાવકાર્ય અટકાવવું પડ્યું હતું.

    સ્થાનિક તંત્રે એવું પણ જણાવ્યું કે વિસ્તાર પર હુમલા શરૂ થયા ત્યારથી મોટા ભાગે સામાન્ય નાગરિકોનાં જ મૃત્યુ થયાં છે.

    ઉત્તર યુક્રેનમાં આવેલું ચેર્નિહાઇવ રશિયા અને બેલારુસની સરહદથી એકદમ નજીક છે.

  3. નમસ્કાર! રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધના આ વિશેષ લાઇવ રિપોર્ટિંગ પેજ પર આપનું સ્વાગત છે. સુરેશ ગવાણિયા અને હિંમત કાતરિયા તમને અહીં યુદ્ધ ઉપરાંત દેશ અને દુનિયાની તમામ અપડેટ આપતા રહેશે.

    ગઈ કાલની અપડેટ મેળવવા માટે અહીં ક્લિક કરો