You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

યુક્રેનમાં ભારતીયને ગોળી વાગી, ન્યૂક્લિયર પ્લાન્ટ પર કબજા બાદ વિશ્વભરમાં રશિયાની ટીકા

યુક્રેન પર રશિયાના હુમલાનો આજે નવમો દિવસ છે. રશિયાએ યુક્રેનનાં મુખ્ય શહેરો પર હુમલા તીવ્ર કર્યા છે.

લાઇવ કવરેજ

  1. અમેરિકાની મહાસત્તાને પડકારનારો વિશ્વનો સૌથી મોટો દેશ અચાનક જ કેમ તૂટી ગયો?

  2. યુક્રેન સંકટ: પુતિન કોનું સાંભળે છે? કોણ છે એ લોકો જે પુતિનને સલાહ આપી શકે છે?

  3. યુક્રેનમાં જ્યારે ફૈસલે કમલ માટે ફ્લાઇટ છોડી દીધી-યુપીના બે મિત્રોની કહાણી

  4. બ્રેકિંગ, યુક્રેનમાં રશિયા ક્લસ્ટર બૉમ્બનો પ્રયોગ : નૅટો

    નૅટોના સચિવ જનરલ જૅન્સ સ્ટૉલટનબર્ગે જણાવ્યું છે કે રશિયા યુક્રેન વિરુદ્ધના આક્રમણમાં ક્લસ્ટર બૉમ્બનો ઉપયોગ કરી રહ્યું હોવાના પુરાવા મળ્યા છે.

    એક પત્રકારપરિષદમાં તેમણે જણાવ્યું, "અમે ક્લસ્ટર બૉમ્બના ઉપયોગને જોયો છે.અમને અહેવાલો મળ્યા છે કે આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કરનારાં અન્ય હથિયારોનો પણ પ્રયોગ થઈ રહ્યો છે. "

    તેમણે એવું પણ કહ્યું કે પશ્ચિમના સૈન્ય ગઠબંધન યુક્રેન ઉપર 'નો ફ્લાયઝોન' જાહેર નહીં કરે અને પોતાનાં સૈન્યો પણ નહીં મોકલે. જોકે, તેમણે કિએવને અન્ય મદદ કરવાનું વચન આપ્યું છે.

    તેમણે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને રશિયાના સૈન્યઅભિયાનનો અંત લાવવા પણ ભલામણ કરી છે.

  5. યુક્રેનના ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ

    રશિયાએ યુક્રેનસ્થિત યુરોપના સૌથી મોટા ન્યૂક્લિયર પાવર સ્ટેશનને પોતાના નિયંત્રણ હેઠળ લઈ લીધું છે. પહેલાં અહીં ફાયરિંગ બાદ આગ લાગી હતી અને એ બાદ તેના પર રશિયાએ કબજો મેળવ્યો. યુએનની માહિતી અનુસાર રેડિયેશન સ્તર અને રિએક્ટરની સુરક્ષાને કોઈ અસર પહોંચી નથી.

  6. રશિયાએ ડ્રોનથી હુમલો કર્યો

    રશિયાના સંરક્ષણ મંત્રાલયે એક રૅકોર્ડિંગ પ્રકાશિત કર્યું છે, જેમાં કથિત રીતે યુક્રેનિયન સૈન્યની એક કમાન્ડ પોસ્ટને નષ્ટ કરાતી દર્શાવાઈ છે. દોનેત્સ્ક વિસ્તારમાં રશિયન ડ્રોન દ્વારા આ હુમલો કરાયો હતો. જોકે, હજુ સુધી આ ઘટનાની સ્વતંત્ર પુષ્ટિ કરી શકાઈ નથી. યુક્રેન વિરુદ્ધના યુદ્ધમાં રશિયાએ ડ્રોનથી હુમલો કર્યો હોવાની આ પ્રથમ ઘટના છે.

  7. યુક્રેન છોડતી વખતે ભારતીયને ગોળી વાગી

    યુક્રેનમાં એક ભારતીયને ગોળીઓ વાગતાં ઇજા પહોંચી છે. મૂળ દિલ્હીના હરજોતસિંહ કિએવથી પરત ફરી રહ્યા હતા ત્યારે તેમને ગોળીઓ વાગી હતી. હાલમાં કિએવની હૉસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે.

    27 ફેબ્રુઆરીએ હરજોતસિંહ પોતાના મિત્ર સાથે કિએવમાંથી નીકળવીને લિએવ પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે તેમને ગોળી વાગી હતી.

    બીબીસી સાથેની વાતચીતમાં હરજોતે કહ્યું, "મેં ત્રણ-ચાર ટ્રેન પકડવાનો પ્રયાસ કર્યો પણ મને મંજૂરી જ ના મળી."

    "એ બાદ અમે એક હજાર ડૉલરમાં લિએવ માટે એક કૅબ બૂક કરી. અમે રસ્તા પર હતા ત્યારે ગોળીબાર શરૂ થયો હતો."

    "એક ગોળી મારા ખભામાંથી આરપાર નીકળી ગઈ. બે ગોળીઓ મારા પગમાં વાગી."

    હરજોતસિંહે એવું પણ કહ્યું કે તેમણે કેટલીય વખત તંત્ર અને દૂતાવાસનો સંપર્ક સાધવા પ્રયાસ કર્યો પણ તેઓ સફળ નહોતા થયા.

  8. રશિયા અને યુક્રેનની સૈન્યશક્તિ વિશે જાણો

    રશિયા અને યુક્રેન વચ્ચે લડાઈનો આજે નવમો દિવસ છે. સતત વધી રહેલા તણાવ વચ્ચે જાણો કે બંને દેશોની સૈન્યશક્તિ કેટલી છે અને તેમની પાસે કેટલાં શસ્ત્રો છે.

  9. રશિયામાં નવા કાયદાનો પ્રસ્તાવ, સૈન્ય અંગે 'ખોટી' જાણકારી ફેલાવવા બદલ સજા

    રશિયન સંસદના ડુમાના નીચલા ગૃહે સર્વસંમતિથી એક એવો કાયદો પાસ કર્યો છે જે બાદ હવે સશસ્ત્ર દળો અંગે 'ખોટી' જાણકારી ફેલાવવા બદલ જેલની સજા થઈ શકે છે.

    ન્યૂઝ એજન્સી ઇન્ટરફેક્સના મતે કુલ 401 સાંસદોએ બિલના પક્ષમાં મત આપ્યો. કોઈએ પણ આના વિરુદ્ધમાં મત નથી આપ્યો. કોઈ સાંસદે મતદાનમાં ભાગ લેવાનો પણ ઇન્કાર નથી કર્યો.

    હવે આ કાયદાને આતવીકાલે ઉપલા ગૃહમાં મંજૂરીની જરૂર પડશે.

    નીચલા ગૃહ તરફથી જાહેર કરાયેલા એક નિવેદન અનુસાર, જો આ કાયદો પ્રભાવી બને તો સશસ્ત્ર દળો વિરુદ્ધ ખોટી જાણકારી ફેલાવવા બદલ 15 વર્ષ સુધીની સજા થઈ શકશે.

  10. તણાવગ્રસ્ત યુક્રેનના શહેરો વિશે કેટલીક માહિતી

  11. બ્રેકિંગ, ચેર્નિહાઇવમાં રશિયાના હવાઈ હુમલા બાદ મૃતાંકમાં વધારો

    ગુરુવારે ચેર્નિહાઇવ શહેરના રહેવાસી વિસ્તાર ઉપર રશિયાએ કરેલા હવાઈ હુમલા 47 લોકોનાં મૃત્યુ થયાં હોવાનું સ્થાનિક તંત્રે જણાવ્યું છે.

    સ્થાનિક ઇમરજન્સી સેવાના જણાવ્યા અનુસાર ભારે બૉમ્બમારાને પગલે ગુરુવારે બચાવકાર્ય અટકાવવું પડ્યું હતું.

    સ્થાનિક તંત્રે એવું પણ જણાવ્યું કે વિસ્તાર પર હુમલા શરૂ થયા ત્યારથી મોટા ભાગે સામાન્ય નાગરિકોનાં જ મૃત્યુ થયાં છે.

    ઉત્તર યુક્રેનમાં આવેલું ચેર્નિહાઇવ રશિયા અને બેલારુસની સરહદથી એકદમ નજીક છે.

  12. વિરાટ કોહલીની ટેસ્ટ ક્રિકેટમાં 100મી મૅચ, ફરી સદીથી ચૂકી ગયા, મોહાલીમાં 45 રને આઉટ થયા

  13. અમેરિકા, બ્રિટન અને કૅનેડાની રશિયાને પરમાણુ પાવર પ્લાન્ટ પર સૈન્યકાર્યવાહી બંધ કરવાની અપીલ

    યુક્રેનસ્થિત ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ પર રશિયા પર તોપમારાની વિશ્વ ટીકા કરી રહ્યું છે.

    પશ્ચિમના નેતાઓએ રશિયા પર યુરોપની સુરક્ષાને ખતરામાં નાખવાનો આક્ષેપ કર્યો છે.

    યુક્રેનમાં દક્ષિણમાં સ્થિત યુરોપના સૌથી મોટા પરમાણુ પાવર પ્લાન્ટ પર રશિયાના હુમલા બાદ આગ ફાટી નીકળી હતી.

    અધિકારીઓ અનુસાર રેડિએશનમાં હજી ફેરફાર જોવા મળ્યો નથી અને પાવર પ્લાન્ટ સુરક્ષિત છે.

    યુકેના વડા પ્રધાન બોરિસ જૉન્સને રશિયાના હુમલાને "બેજવાબદાર" હુમલો અને તેને સમગ્ર યુરોપ માટે સીધું જોખમ ગણાવ્યાં છે.

    અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને મૉસ્કોને ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ આસાપસ કોઈ પણ સૈન્યકાર્યવાહી રોકવા અપીલ કરી છે.

    કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ આ કાર્યવાહીને "ભયાવહ હુમલો" ગણાવીને તેને "તાત્કાલિક બંધ" કરવાની અપીલ કરી છે .

    બોરિસ જૉન્સન, જો બાઇડન અને જસ્ટિન ટ્રુડોએ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝૅલેન્સ્કી સાથે ફોન પર વાત પણ કરી છે.

    તેમણે રશિયા પર ન્યૂક્લિયર આતંક ફેલાવવાનો આક્ષેપ કર્યો છે. તેમણે કહ્યું કે, "જો વિસ્ફોટ થશે તો આ બધું ખતમ થઈ જશે. યુરોપનો અંત આવશે."

  14. વિશ્લેષણ : 'યુક્રેનમાં પરમાણુ પાવર પ્લાન્ટમાં આગ અપવાદરૂપ'

    યુક્રેનમાં રશિયાના હુમલા દરમિયાન ઝાપોરઝિયા ન્યૂક્લિયર પ્લાન્ટમાં થયેલી આગની ઘટના સંદર્ભે વાત કરતાં નિષ્ણાતો કહે છે કે પરમાણુ પ્લાન્ટ પર હુમલો એ એક અપવાદરૂપ ઘટના છે અને પરિસ્થિતિ ખૂબ ખતરનાક છે.

    હાર્વર્ડ યુનિવર્સિટીમાં ન્યૂક્લિયર સિક્યૉરિટી ઍક્સપર્ટ ડૉ. ગ્રૅહામ ઍલિસન કહે છે, "સૌથી ખરાબ પરિસ્થિતિ"એ થઈ શકે કે પ્લાન્ટમાં મેલ્ટડાઉન થયું હોય તો તેમાંના રેડિયોધર્મી વિકિરણો આસપાસના વિસ્તારને વર્ષો સુધી દૂષિત કરી શકે છે. પરંતુ એવી શક્યતા છે કે "રશિયન સૈન્ય પ્લાન્ટ પર હુમલો કરવાને બદલે આસપાસના વિસ્તારમાં વીજળી ઠપ કરવા" માગતું હતું."

    આ પ્લાન્ટ યુક્રનની રાજધાની કિએવથી દક્ષિણ-પૂર્વ દિશામાં લગભગ 550 કિલોમિટર દૂર સ્થિત છે.

  15. સમાચારોના કારણે અનુભવાતી બેચેની સામે કેવી રીતે લડવું?

    લોકોની સમાચાર સુધીની પહોંચમાં વધારો થયો છે અને પહેલાં કરતાં વધારે માહિતી લોકોને મળે છે. પરંતુ આ સમાચારો ક્યારેક મગજ પર ભારણ બની જાય છે. આવી સ્થિતિમાં થતી બેચેની સામે કેવી રીતે લડવું? અહીં જાણો

  16. બ્રેકિંગ, 'રશિયાએ યુરોપના સૌથી મોટા ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ પર કબજો કર્યો' - યુક્રેન

    યુક્રેનિયન સત્તાવાળાઓનું કહેવું છે કે રશિયન સૈનિકોએ ઝાપોરઝિયા પરમાણુ પાવર પ્લાન્ટ કબજે કરી લીધો છે.

    સ્થાનિક સત્તાવાળાને ટાંકીને રોઇટર્સ ન્યૂઝ એજન્સી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે "કર્મચારીઓ પાવર યુનિટની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે."

    વધુમાં ઉમેરવામાં આવ્યું છે કે પાવર પ્લાન્ટના કર્મચારીઓએ કામ કરવાનું ચાલુ રાખ્યું છે અને પાવર પ્લાન્ટનું સંચાલન કરી રહ્યા છે.

    યુરોપના સૌથી મોટા આ પ્લાન્ટમાં અગાઉ રશિયન તોપમારાને પગલે આગ ફાટી નીકળી હતી.

  17. યુક્રેનની સરહદ પર ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ સાથે યુક્રેનિયન સેનાએ શું કર્યું?

    ઘણા ભારતીયો યુક્રેન છોડવાનો પ્રયાસ કરી રહ્યા છે. જેમાંથી કેટલાક પૉલેન્ડ અને રોમાનિયામાં પ્રવેશ મેળવવામાં સફળ થયા છે. તેમણે યુક્રેન બૉર્ડર પર તેમની સાથે થયેલા વ્યવહાર વિશે વાત કરી.

  18. યુક્રેન પર રશિયાના હુમલાનો નવમો દિવસ : અત્યાર સુધી શું-શું થયું?

    યુક્રેન પર રશિયાના હુમલાનો નવમો દિવસ છે. જો તમે અત્યારે બીબીસી ગુજરાતીના લાઇવ પેજ પર જોડાયા છો તો આપનું સ્વાગત છે.

    અત્યાર સુધીના અપડેટ્સ અહીં વાંચી શકો છો:

    • યુક્રેનમાં રશિયાના હુમલામાં ઝાપોરઝિયા ખાતે આવેલા યુરોપના સૌથી મોટા ન્યૂક્લિયર પાવર પ્લાન્ટમાં આગ
    • હાલ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો
    • યુક્રેનના અધિકારીઓ અનુસાર કોઈ જાનહાનિ થઈ નથી
    • અધિકારીઓ અનુસાર આગની અસર ન્યૂક્લિયર રિએક્ટર પર થઈ નથી
    • પશ્ચિમના દેશોએ રશિયાના આ હુમલાની ટીકા કરી
    • રશિયાના હુમલાને આખા યુરોપને ખતરામાં નાખનાર "ભયાનક" અને "બેદવાબદાર" કાર્યવાહી ગણાવી
    • યુક્રેનના રાષ્ટ્રપતિ ઝૅલેન્સ્કીએ પુતિન પર "ન્યૂક્લિયર આતંક"નો આક્ષેપ કર્યો
    • તેમણે યુરોપવાસીઓને વૈશ્વિક વિનાશ તરફ ધ્યાન આપવા - "જાગી જવા" વિનંતી કરી.
    • ઝૅલેન્ક્સીનો આક્ષેપ "રશિયા ઇતિહાસમાં પરમાણુ પાવર પ્લાન્ટ પર હુમલો કરનાર પ્રથમ દેશ"
    • રશિયા યુક્રેનના દક્ષિણમાં સૈન્ય કાર્યવાહી તીવ્ર બનાવી રહ્યું છે
    • ખેરસન બાદ હવે મારિયુપોલ શહેર પર કબજાની તૈયારી
    • યુક્રેનથી અત્યાર સુધી 10 લાખથી વધુ લોકો દેશથી છોડીને ગયા
    • રશિયા અને યુક્રેન વચ્ચે લોકોને નીકળવા માટે "માનવીય કૉરિડોર" બનાવવા પર સહમતી
  19. ગુજરાતના બજેટમાં લોકોને શું મળ્યું, સામાન્ય વર્ગના લોકો શું માને છે?

  20. કિએવ અને ખારકિએવમાં રશિયન સેના ક્યાં પહોંચી, નકશામાં સમજો

    યુક્રેન પર રશિયાના હુમલાને એક અઠવાડિયા કરતાં વધારે સમય થઈ ગયો છે. રશિયાની સેનાઓ દેશની અંદર ઘુસી ગઈ છે. પરંતુ રાજધાની કિએવ અને બીજા મોટા શહેરો પર હજુ કબજો જમાવી શકી નથી.