ઓલિગાર્કોની સંપત્તિને જપ્ત કરવા માટે
ટ્રાન્સ-ઍટલાન્ટિક ટાસ્ક ફોર્સમાં શામેલ
રશિયન વિમાનો અને રશિયનો દ્વારા
સંચાલિત વિમાનો માટે અમેરિકન હવાઈક્ષેત્ર બંધ કરાયું
બ્રેકિંગ, રશિયાનાં તમામ વિમાનો પર અમેરિકામાં પ્રતિબંધ
ઇમેજ સ્રોત, Getty Images
ઇમેજ કૅપ્શન, અમેરિકાએ રશિયાનાં તમામ વિમાનો પર પ્રતિબંધ લાદ્યો
અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડને સંસદને
સંબોધિત કરતાં પુષ્ટિ કરી છે કે રશિયાની તમામ ફ્લાઇટ્સ હવે અમેરિકન હવાઈક્ષેત્રનો
ઉપયોગ નહીં કરી શકે.
તેમણે પોતાના ભાષણમાં દરમિયાન કહ્યું
કે આમાં તમામ કૉમર્શિયલ અને પ્રાઇવેટ ફ્લાઇટ્સનો સમાવેશ થાય છે.
બાઇડને કહ્યું છે કે આ પ્રતિબંધ
રશિયાને વધુ દૂર કરશે અને તેની અર્થવ્યવસ્થા પર દબાણ ઊભું કરશે.
તેમણે એમ પણ કહ્યું કે રશિયન મુદ્રા
રુબલ અને સ્ટૉકમાર્કેટ 30થી 40 ટકા નીચે પહોંચ્યાં છે.
રાષ્ટ્રપતિ બાઇડને અમેરિકન નાગરિકોને
યુક્રેનિયન લોકો પાસેથી પ્રેરણા લેવા પણ કહ્યું છે.
તેમણે કહ્યું કે, "પુતિન ટૅન્કોથી યુક્રેનને ઘેરી શકે છે, પરંતુ તેઓ ક્યારેય યુક્રેનિયન
લોકોનાં દિલોને નહીં જીતી શકે."
જો બાઇડનની પુતિનને ચેતવણી, ‘સરમુખત્યારે કિંમત ચૂકવવી પડે છે’
ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને
અમેરિકન સંસદને સંબોધિત કરતાં કહ્યું કે અમેરિકા અને નેટોએ દેખાડ્યું કે યુક્રેન
સાથે પશ્ચિમી દેશો ઊભા છે.
તેમણે કહ્યું કે ઇતિહાસ દર્શાવે છે કે
"જ્યાં સુધી સરમુખત્યાર પોતાના હુમલાની કિંમત ન ચૂકવે, ત્યાં સુધી તેઓ
અરાજકતા ફેલાવતા રહે છે.”
“જ્યારે ઇતિહાસ લખાશે, ત્યારે યુક્રેન વિરુદ્ધ પુતિનનું યુદ્ધ રશિયાને વધારે કમજોર બનાવશે
અને દુનિયાને વધુ મજબૂત કરશે."
તેમણે કહ્યું, "છ દિવસ પહેલાં રશિયાના વ્લાદિમીર પુતિને આઝાદ દુનિયાના પાયાને હચમચાવાનો
પ્રયત્ન કર્યો. તેમણે વિચાર્યું કે તેઓ પોતાના ખતરનાક પ્રયાસોથી હલાવી શકશે, પરંતુ
તેમણે ખોટું આકલન કર્યું."
બાઇડને યુક્રેનિયન રાષ્ટ્રપતિ ઝૅલેન્સ્કી
અને યુક્રેનના નાગરિકોનાં વખાણ કર્યાં. બાઇડને તેમને નિડર, બહાદુર ગણાવતાં કહ્યું કે તેઓ દુનિયાને પ્રેરિત કરી રહ્યા છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.
X કન્ટેન્ટ પૂર્ણ
ઍપલે રશિયામાં પોતાની તમામ પ્રોડક્ટ્સના
વેચાણ પર રોક લગાવી છે. યુક્રેન પર હુમલાને કારણે આ નિર્ણય લેવાયો છે.
ઍપલ સિવાય ઊર્જાકંપની એક્સૉનમૉબિલે પણ
રશિયામાં પોતાનું કામ બંધ કરવાની અને રોકાણ અટકાવવાની જાહેરાત કરી છે.
આઈફોન નિર્માતા કંપનીનું કહેવું છે કે,
તેઓ રશિયાના હુમલાથી ખૂબ ચિંતિત છે અને તેઓ
હિંસાથી પીડિત લોકો સાથે છે.
આ સાથે જ રશિયામાં ઍપલ પે અને ઍપલ મૅપ
જેવી સેવાઓને પણ સીમિત કરી દેવાઈ છે.
સમાચાર એજન્સી આરઆઈએ પ્રમાણે, રશિયાની વીટીબી બૅન્ક જેવી ઍપ હવે ઍપલના આઈઓએસ ઑપરેટિંગ સિસ્ટમમાં
રશિયન ભાષામાં નહીં ચાલી શકે.
કિએવ તરફ ધપી રહેલો રશિયન સૈન્યનો કાફલો ધીમો પડ્યો
રશિયન સેનાનો વિશાળ કાફલો યુક્રેનની
રાજધાની કિએવ તરફ આગળ વધી રહ્યો છે, પરંતુ પ્રશ્ન એ છે કે તે ક્યારે પહોંચશે? અને શું આ
કાફલો કિએવ સુધી પહોંચી શકશે?
યુક્રેન પર રશિયન સેનાના આક્રમણના છ
દિવસ વીતી ચૂક્યા છે. મંગળવારે કિએવના એક ટીવી ટાવર પર હુમલો થયો,
જેમાં પાંચ લોકોનાં મૃત્યુ થયાં હતાં.
રશિયાના સંરક્ષણમંત્રીએ કિએવના લોકોને
ગંભીર ચેતવણી આપતાં કહ્યું કે રશિયાની સેના હુમલો કરવા જઈ રહી છે અને લોકો મુખ્ય
સૈન્ય મથકોથી દૂર રહે.
આ વચ્ચે અમેરિકાનું કહેવું છે કે
રશિયાના કેટલાક સૈનિકોએ યુક્રેનમાં આત્મસમર્પણ કર્યું છે, પરંતુ સ્થિતિ ગંભીર છે.
ઇમેજ સ્રોત, Getty Images
ઇમેજ કૅપ્શન, યુક્રેનની રાજધાની તરફ આગળ ધપી રહેલો રશિયાની સેનાનો કાફલો ઇંધણ અને ખોરાકના અભાવે ધીમો પડી રહ્યો હોવાના અહેવાલ છે.
એક વરિષ્ઠ અમેરિકન સૈન્ય અધિકારી પ્રમાણે,
આ સમયે રશિયાના કેટલાક સૈનિકો હતાશ છે, કારણ કે
છ દિવસ બાદ પણ રશિયા ખારકિએવ પર કબજો કરી શક્યું નથી.
અમેરિકન અધિકારી પ્રમાણે રશિયન સેનાની
કેટલીક ટુકડીઓએ આત્મસમર્પણ કર્યું છે. મારિયુપોલના બંદર પર પણ રશિયા હજુ સુધી કબજો
કરી શક્યું નથી.
જોકે, રશિયાએ દરિયાકાંઠે આવેલા શહેર બર્ડયાંસ્ક અને પશ્ચિમમાં મેલિતપોલ પર
કબજો કરી લીધો છે.
ઇમેજ સ્રોત, Getty Images
પૅન્ટાગનના અનુમાન પ્રમાણે રશિયા
અત્યાર સુધી યુક્રેન પર 400 મિસાઇલો છોડી ચૂક્યું છે. તેમ છતાં યુક્રેનની ઍન્ટિ-મિસાઇલ
ડિફેન્સ સિસ્ટમ હજુ કામ કરે છે.
અમેરિકાની ગુપ્તચર સંસ્થાનું એમ પણ
કહેવું છે કે થર્મોબૅરિક મિસાઇલ લૉન્ચર યુક્રેનની સરહદમાં જોવા મળ્યા છે, પરંતુ તે
હથિયારોનો ઉપયોગ થયો છે કે કેમ, તેની પુષ્ટિ કરવી મુશ્કેલ છે.
પૅન્ટાગનના અનુમાન પ્રમાણે, યુક્રેનની ઘેરાબંધી કરનાર 80 ટકા રશિયન સૈનિકો આ સમયે દેશમાં દાખલ થઈ
ચૂક્યા છે.
એવા અહેવાલો પણ સામે આવ્યા છે કે રશિયન
સેનાની કેટલીક ટુકડીઓની ગતિ ઇંધણ તેમજ પૂરતો ખોરાક ન હોવાથી ધીમી પડી ગઈ છે.
અમેરિકા રશિયન ઍરક્રાફ્ટ પર પ્રતિબંધ મૂકશે?
ઇમેજ સ્રોત, Reuters
ઇમેજ કૅપ્શન, રશિયન ઍરક્રાફ્ટ્સ પર પ્રતિબંધની યુએસની તૈયારી
બીબીસીના અમેરિકામાં સહયોગી સીબીએસ
ન્યૂઝના અહેવાલ પ્રમાણે, અમેરિકા નજીકના ભવિષ્યમાં પોતાની
ઍરસ્પેસ રશિયન ઍરક્રાફ્ટ માટે બંધ કરી શકે છે.
અમેરિકામાં રશિયનો દ્વારા ખરીદાયેલાં
અને સંચાલિત તમામ વિમાનો પર પ્રતિબંધ લાદવાનો ઑર્ડર આગામી 24 કલાકમાં આવી શકે છે.
આ પહેલાં યુરોપિયન દેશો અને કૅનેડાએ
પોતાની ઍરસ્પેસ રશિયા માટે બંધ કરી દીધી છે અને રશિયાથી અમેરિકાની કેટલીક ફ્લાઇટ રદ
પણ થઈ ચૂકી છે.
મંગળવારે યુક્રેનમાં શું-શું થયું?
ભારતમાં અત્યારે સવારનો સમય છે અને
યુક્રેનમાં વહેલી સવાર થઈ છે. આજે યુક્રેનમાં રશિયાના આક્રમણનો સાતમો દિવસ છે.
યુક્રેનમાં અત્યાર સુધી શું-શું થયું?
રશિયાના સંરક્ષણ મંત્રાલયે કિએવમાં
નાગરિકોને ચેતવણી આપી કે તેઓ કિએવમાં હુમલાની તૈયારી કરી રહ્યા છે.
રાજધાની કિએવમાં ટીવી ટાવર પાસે એક
મોટો બ્લાસ્ટ થયો. આમાં પાંચથી વધુ લોકો માર્યા ગયા છે. એ
સ્પષ્ટ નથી કે ટીવી ટાવરને કેટલું નુકસાન થયું છે.
રશિયાની સેનાનો એક મોટો કાફલો
ધીરે-ધીરે રાજધાની કિએવ તરફ ધપી રહ્યો છે. જોકે, વિશ્લેષકોનું માનવું છે કે તેની ગતિ ધીમી પડી રહી છે.
મંગળવારે યુક્રેનના બીજા સૌથી મોટા
શહેર ખારકિએવમાં એક રશિયન મિસાઇલ સરકારી ઇમારતો પર ત્રાટકી હતી. આ હુમલામાં દસથી
વધુ લોકોનાં મૃત્યુ થયાં હતાં.
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર
ઝૅલેન્સ્કીએ કહ્યું કે આ ક્ષેત્રમાં કોઈ સૈન્ય મથકો ન હતાં અને રશિયા યુદ્ધ અપરાધ
કરી રહ્યું છે.
ઝૅલેન્સ્કીએ વીડિયો લિંક મારફતે
યુરોપિયન સંસદમાં ભાષણ આપ્યું અને યુક્રેનને યુરોપિયન સંઘનું સદસ્ય બનાવવા અપીલ
કરી.
સંયુક્ત રાષ્ટ્રની શરણાર્થી સંસ્થા
પ્રમાણે, અત્યાર સુધી 6.60 લાખથી વધુ લોકો
યુક્રેન છોડી ચૂક્યા છે.
નેટો પ્રમુખે આરોપ લગાવ્યો છે કે
પુતિને યુરોપની શાંતિભંગ કરી છે.
પોલૅન્ડની યાત્રા પર ગયેલા બ્રિટનના
વડા પ્રધાન બોરિસ જૉનસને કહ્યું કે રશિયાના રાષ્ટ્રપતિ ઘાતકી રીત અપનાવી રહ્યા છે
અને નાગરિકોને નિશાન બનાવી રહ્યા છે.
અમેરિકાએ સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર કાઉન્સિલમાં રશિયાના સ્થાન સામે પ્રશ્ન ઉઠાવ્યો
તેમણે કહ્યું કે,"કોઈ પણ પ્રામાણિક રૂપથી આ પ્રશ્ન કરી શકે કે સંયુક્ત રાષ્ટ્રનો કોઈ સભ્ય દેશ, જે સંયુક્ત રાષ્ટ્રના અન્ય સભ્ય દેશ પર કબજો કરવાનો પ્રયત્ન કરે - એ દરમિયાન ભયાનક માનવાધિકાર હનન કરે અને મોટા પાયે માનવીય પીડા ઊભી કરે- શું તેને કાઉન્સિલમાં રહેવા દેવો જોઈએ?"
"આપણે બધાએ કડકાઈથી અને એકજૂથ થઈને લોકતાંત્રિક તરીકે ચૂંટાયેલી સરકારને ઉથલાવવાના રશિયાના પ્રયાસ અને તેના દ્વારા થતા માનવાધિકાર હનનને વખોડી કાઢવા જોઈએ".
તેમણે રશિયાની પોતાની સરહદોની અંદર ક્રેમલિન દ્વારા થતા દમન, માનવ અધિકાર સંગઠનો પર નિયંત્રણ લાદવા, કાર્યકરો અને રાજકીય વિરોધીઓની સતામણી તથા મીડિયા પર નિયંત્રણ અંગે પણ વાત કરી હતી.
ઇમેજ કૅપ્શન, બેલારુસ તરફથી કિએવ તરફ વધતો રશિયન સેનાનો કાફલો
યુક્રેનની રાજધાની તરફ વધી રહેલાં રશિયાના સૈન્યવાહનોની લાંબી કતાર વિશે જાણો વધુ વિગતો.
તાજેતરની સૅટેલાઇટ તસવીરોનું વિશ્લેષણ કરતાં મૅકેન્ઝી ઇન્ટેલિજન્સ સર્વિસે કહ્યું કે:
આ કાફલો 40 માઇલ લાંબો નથી, બેલારુસની સરહદ પાસે આ લૉજિસ્ટિકલ પૅકેટ્સની કતાર છે, જેનો ઉદ્દેશ કિએવની ઉત્તરી સરહદ પર રશિયન સૈન્ય દળો સાથે સંપર્કનો છે.
આ કાફલામાં કેટલાંક વાહનો ખરાબ થતાં અડચણ આવતી દેખાય છે.
આ કાફલામાં કેટલાંક આર્મર ટૅન્ક્સ અને ઇન્ફેન્ટરી સૈનિકોનાં કેટલાંક વાહનો પણ છે જે સંકેત આપે છે કે આ યોજના એક નાનકડી લડાઈથી વધુ કંઈક હોઈ શકે છે.
મૅકેન્ઝી ઇન્ટેલિજન્સ સર્વિસ દ્વારા તસવીરોના વિશ્લેષણથી જણાયું છે કે રશિયન પૅરાશૂટ બટાલિયન હૉસ્ટોમલ ઍરફીલ્ડમાં ઉતરી રહ્યા છે.- યુક્રેનનો સૌથી મોટું કાર્ગો ઍરપૉર્ટ અને કિએવ નજીક મહત્ત્વપૂર્ણ સૈન્યઠેકાણાં.
પરંતુ આ હથિયારો કિએવની રેન્જથી બહાર છે.
વિશ્લેષકોનું માનવું છે કે છેલ્લા 24 કલાકમાં રશિયાના કાફલો બહુ વધુ આગળ નથી વધ્યો.
યુક્રેનની રાજધાની કિએવ તરફ આગળ ધપી રહેલા રશિયન સેનાના કાફલાની સ્થિતિ શું છે? રશિયાના હુમલા વચ્ચે યુક્રેનમાં શું છે સ્થિતિ? યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓની આપવીતી, આ અને આના જેવી જ અપડેટ્સ માટે જોડાયેલા રહો બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે. ગઈ કાલની અપડેટ માટે અહીં ક્લિક કરો.