યુક્રેન પર રશિયાનો હુમલો: કિએવના ટીવી ટાવર નજીક વિસ્ફોટ
રશિયા-યુક્રેન યુદ્ધનો છઠ્ઠો દિવસ. રાજધાની તરફ રશિયન સૈન્ય આગળ વધી રહ્યું છે અને પરિસ્થિતિ વધુ વણસે એવી ભીતિ સેવાઈ રહી છે.
લાઇવ કવરેજ
ગુજરાતના વિદ્યાર્થીઓ મેડિકલનો અભ્યાસ કરવા યુક્રેન જેવા દેશોમાં કેમ જાય છે?
રશિયા પાસે કેટલાં પરમાણુ હથિયાર છે અને તેનાથી કેટલી તબાહી થઈ શકે છે?
યુક્રેનમાં ભારતીય વિદ્યાર્થીનું મૃત્યુ : 'કર્ફ્યૂ હઠ્યા પછી ભોજન લેવા ગયા પણ પાછા ના આવ્યા'
રશિયાના કાફલામાં વાહનો બગડતાં રુકાવટ, ફ્રૅન્ક ગાર્ડનર, બીબીસી સિક્યૉરિટી બાબતોના પત્રકાર

ઇમેજ સ્રોત, EPA/Maxar Technologies
ઇમેજ કૅપ્શન, બેલારુસ તરફથી કિએવ તરફ વધતો રશિયન સેનાનો કાફલો યુક્રેનની રાજધાની તરફ વધી રહેલાં રશિયાના સૈન્યવાહનોની લાંબી કતાર વિશે જાણો વધુ વિગતો.
તાજેતરની સૅટેલાઇટ તસવીરોનું વિશ્લેષણ કરતાં મૅકેન્ઝી ઇન્ટેલિજન્સ સર્વિસે કહ્યું કે:
- આ કાફલો 40 માઇલ લાંબો નથી, બેલારુસની સરહદ પાસે આ લૉજિસ્ટિકલ પૅકેટ્સની કતાર છે, જેનો ઉદ્દેશ કિએવની ઉત્તરી સરહદ પર રશિયન સૈન્ય દળો સાથે સંપર્કનો છે.
- આ કાફલામાં કેટલાક વાહનો ખરાબ થતાં અડચણ આવતી દેખાય છે.
- આ કાફલામાં કેટલાંક આર્મર ટૅન્ક્સ અને ઇન્ફેન્ટરી સૈનિકોના કેટલાંક વાહનો પણ છે જે સંકેત આપે છે કે આ યોજના એક નાનકડી લડાઈથી વધુ કંઈક હોઈ શકે છે.
- મૅકેન્ઝી ઇન્ટેલિજન્સ સર્વિસ દ્વારા તસવીરોના વિશ્લેષણથી જણાયું છે કે રશિયન પૅરાશૂટ બટાલિયન હૉસ્ટોમલ ઍરફીલ્ડમાં ઉતરી રહ્યા છે.- યુક્રેનનો સૌથી મોટું કાર્ગો ઍરપૉર્ટ અને કિએવ નજીક મહત્ત્વપૂર્ણ સૈન્ય ઠેકાણા.
પરંતુ આ હથિયારો કિએવની રેન્જથી બહાર છે.
વિશ્લેષકોનું માનવું છે કે છેલ્લા 24 કલાકમાં રશિયાના કાફલો બહુ વધુ આગળ નથી વધ્યો.
કિએવમાં ટીવી ટાવર પરના હુમલામાં પાંચ લોકોનાં મૃત્યુ

ઇમેજ સ્રોત, Getty Images
ઇમેજ કૅપ્શન, આ હુમલામાં ઓછામાં ઓછા પાંચ લોકોનાં મૃત્યુ થયાં છે. યુક્રેનની ઇમર્જન્સી સેવાઓ અનુસાર રાજધાની કિએવના ટીવી ટાવર પર થયેલા રશિયાના હુમલામાં ઓછામાં ઓછા પાંચ લોકોનાં મૃત્યુ થયાં છે.
ત્યારે યુક્રેનના ગૃહ મંત્રાલય અનુસાર ટીવી ટાવર પર થયેલા વિસ્ફોટ રશિયાનો હુમલો હતો અને તેને કારણે અનેક ઉપકરણો ખરાબ થઈ ગયા છે. મંત્રાલયનું કહેવું છે કે ટીવી ચૅનલ કેટલાક સમય સુધી નહીં પ્રસારિત થઈ શકે.
બદલો X કન્ટેન્ટX કન્ટેન્ટને મંજૂરી આપીએ?બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
ત્યાં જ યુક્રેનના વિદેશ મંત્રાલયનું કહેવું છે કે રશિયાએ યહૂદીઓના નરસંહારના સ્મારક પાસે સ્થિત ટીવી ટાવર પર હુમલો કરીને ક્રૂરતાપૂર્ણ કાર્રવાઈ કરી છે.
યુક્રેનની રાજધાની કિએવના ટીવી ટાવર બેબિન યારના સ્મારક નિકટ આવેલો છે. નાઝી જર્મની દરમિયાન યુરોપમાં યહૂદીઓના સૌથી મોટા નરસંહારોમાંથી એક બેબિન યારમાં થો હતો.
આ સ્થળ પર નરસંહારમાં માર્યા ગયેલા લોકોની યાદમાં કેટલાક સ્મારક તૈયાર કરાયા હતા. માર્યા ગયેલાં બાળકોની યાદમાં અહીં અલગ સ્મારક બનાવાયા છે.
ટ્વિટર પર યુક્રેનના વિદેશ મંત્રાલયે કહ્યું કે, "રશિયન સૈનિકોના સ્મારક સ્થળ બેબિન યારની પાસે ટીવી ટાવર પર હુમલો થયો છે."
મંત્રાલયે કહ્યું કે, "રશિયન ગુનેગાર પોતાની ક્રૂરતામાં ક્યાંય રોકાતા નથી. રશિયા = ક્રૂરતા."
બ્રેકિંગ, કિએવના ટીવી ટાવર નજીક રશિયન હુમલો, આકાશમાં ધુમાડાના ગોટેગોટા

ઇમેજ સ્રોત, Reuters
યુક્રેનની રાજધાની કિએવના ટીવી ટાવર નજીક રશિયન સૈન્યે જબરદસ્ત હુમલો કર્યો છે. ટીવી ટાવર નજીક ધુમાડાના ગોટા ઊઠતાં જોવા મળ્યા છે.
બીબીસીને આનાં ફૂટેજ મળ્યાં છે. બીબીસીએ આ ફૂટેજોની તપાસ કરી છે. જોકે, હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે ટાવર પર સીધો હુમલો કરાયો છે કે નહીં. અન્ય એક ફૂટેજમાં આ વિસ્તારમાં વિસ્ફોટ થતો જોવા મળે છે.
આ પહેલાં રશિયન સંરક્ષણ મંત્રાલયે કિએવના નાગરિકોને હુમલાની ચેતવણી આપી હતી.
એણે કહ્યું હતું કે તેઓ રાજધાનીનાં કેટલાંય ઠેકાણાં પર હુમલો કરવાની તૈયારી કરી રહ્યા છે.
શીતયુદ્ધના સમયનાં એ બંકરો જે અસંખ્ય યુક્રેનવાસીઓને બચાવી રહ્યાં છે
સારા રેઇન્સફૉર્ડ
બીબીસી પૂર્વ યુરોપ સંવાદદાતા, દ્નિપ્રોથી


મોડી રાત્રે જ્યારે સાયરનના અવાજે દ્નિપ્રો શહેરને ગજવ્યું, અમે જમીનની નીચે આવેલા ન્યુક્લિયર બંકરમાં ગયા. આ બંકર શીતયુદ્ધ વખતે બનાવવામાં આવ્યાં હતાં. દાયકાઓ બાદ અત્યારે આ બંકર આધુનિક યુક્રેનના લોકોને વ્લાદિમીર પુતિનના હુમલાથી બચાવી રહ્યાં છે.
આ બંકર ખરેખર ફેક્ટરીના કામદારો માટે બનાવવામાં આવ્યાં હતાં પરંતુ વર્ષો પહેલાં જ ફેક્ટરી બંધ કરી દેવામાં આવી હતી. જમીનથી એક માળ નીચે, લોખંડના એક જાડા દરવાજા પાછળ દીવાલો ગૅસ માસ્ક અને બચાવ માટેના સૂટ કઈ રીતે પહેરવાં તેની સૂચનાઓનાં પોસ્ટરોથી ભરાયેલી છે.
આ સિવાય ત્યાં રહેતા લોકોએ ચેર્નોબિલમાંથી શીખીને બિસ્કિટ, ચા તેમજ જરૂરિયાતની વિવિધ વસ્તુઓ એકઠી કરી રાખી છે.
ગુફા જેવા દેખાતા રૂમો, લોખંડના બૅડ એક સાથે 700 લોકોને આશ્રય આપી શકે છે.


મોડી રાત્રે જ્યારે સાયરનના અવાજે દ્નિપ્રો શહેરને ગૂંજવ્યું, અમે જમીનની નીચે આવેલા ન્યુક્લિયર બંકરમાં ગયા. આ બંકરો શીતયુદ્ધ વખતે બનાવવામાં આવ્યાં હતાં. દશકા બાદ, આ પૈકીનું એક બંકર હાલમાં આધુનિક યુક્રેનના લોકોને વ્લાદિમીર પુતિનના હુમલાથી બચાવી રહ્યું છે.
આ બંકર ખરેખર તો ફેકટરીના કામદારો માટે બનાવવામાં આવ્યું હતું પરંતુ વર્ષો પહેલાં જ ફેકટરી બંધ થઈ ગઈ. જમીનથી એક માળ નીચે, લોખંડના એક જાડા દરવાજા પાછળની દિવાલો ગૅસ માસ્ક અને બચાવ માટેનાં સૂટ કઈ રીતે પહેરવાં એ અંગેની સૂચનાઓનાં પોસ્ટરોથી ભરાયેલી છે.
આ સિવાય ત્યાં રહેતા લોકોએ ચેર્નોબિલમાંથી શીખીને બિસ્કીટ, ચા તેમજ જરુરિયાતની વિવિધ વસ્તુઓ એકઠી કરી રાખી છે.
અહીંના ગુફા જેવા દેખાતા રૂમો, લોખંડના બંક બૅડ એક સાથે 700 લોકોને આશ્રય આપી શકે છે.
યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓને લઈને ભારત પહોંચ્યાં બે વિમાન, કાલે આવશે સાતમું વિમાન

ઇમેજ સ્રોત, ANI
યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને લઈને બે વિમાન મંગળવારે નવી દિલ્હી પહોંચી ગયાં. એક વિમાન હંગેરીથી આવ્યું છે. યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને લઈને સાતમું વિમાન કાલે પહોંચશે.
દિલ્હીના ઇંદિરા ગાંધી ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ પર યુક્રેનમાંથી આવેલા વિદ્યાર્થીઓનું સ્વાગત કરતાં કેન્દ્રીય મંત્રી આર. કે. સિંહે કહ્યું "સરકાર યુક્રેનમાં ફસાયેલા દરેક ભારતીયને બહાર કાઢવા માટે પ્રતિબદ્ધ છે.આ કામ માટે ચાર મંત્રીઓને તહેનાત કરાયા છે. આ માટે મંત્રાલયો દ્વારા હેલ્પ ડૅસ્કની પણ વ્યવસ્થા કરાઈ છે. વિદ્યાર્થીઓને તમામ મદદ મળશે."
અન્ય એક વિમાનમાં દિલ્હી પહોંચેલાં વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓના સ્વાગત માટે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા પણ ઍરપૉર્ટ પહોંચ્યા.
તેમણે કહ્યું, "હજુ પણ આપણા કેટલાય લોકો યુક્રેનમાં ફસાયેલા છે."
તેમના જણાવ્યા અનુસાર યુક્રેનમાં ફસાયેલા તમામ ભારતીયોને પરત લાવવા માટેના પૂરતા પ્રયાસો ચાલુ રહેશે.
બ્રેકિંગ, કિએવમાં ત્રાટકવાની રશિયાની નાગરિકોને ચેતવણી
રશિયન સંરક્ષણ મંત્રાલયે યુક્રેનની રાજધાની કિએવના નાગરિકોને ચેતવણી જાહેર કરતાં કહ્યું છે કે તે રાજધાનીમાં લક્ષ્યાંક પર ત્રાટકવાની તૈયારી કરી રહ્યું છે.
મંગળવારે બપોરે જાહેર કરાયેલી ચેતવણીમાં રશિયન અધિકારીઓએ જણાવ્યું છે કે રશિયન સૈન્ય 'કિએવમાં યુક્રેનિયન સિક્યૉરિટી સર્વિસનાં ટેકનૉલૉજિકલ કેન્દ્રો અને PsyOps કેન્દ્ર' પર ત્રાટકવાની તૈયારી કરી રહ્યું છે.
આ અંગેના નિવેદનમાં જણાવાયું છે, "અમે એવા યુક્રેનિયન નાગરિકોને વિનંતી કરી કરીએ છીએ જેમનો રાષ્ટ્રવાદીઓ દ્વારા રશિયા વિરુદ્ધ ઉશ્કેરણી માટે ઉપયોગ કરાઈ રહ્યો છે, તેઓ અને જે લોકો સ્ટેશનો નજીક રહે છે, તેઓ તેમનાં ઘર છોડી દે."
અધિકારીઓએ એવું પણ જણાવ્યું છે,"રશિયા વિરુદ્ધ 'ઇન્ફર્મેશન ઍટેક' ખાળવા માટે આ હુમલાઓ કરાઈ રહ્યા છે. "
યુક્રેનમાં ભારતીય વિદ્યાર્થીના મૃત્યુ પર રાહુલ ગાંધીએ કહ્યું, દરેક મિનિટ કિંમતી, સરકારે રણનીતિ બનાવવી પડશે

ઇમેજ સ્રોત, Getty Images
યુક્રેનમાં થયેલા ગોળીબારમાં માર્યા ગયેલા ભારતીય વિદ્યાર્થીના મૃત્યુ પર કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શોક વ્યક્ત કર્યો છે.
રાજસ્થાનના મુખ્ય મંત્રી અશોહ ગેહલોત, છત્તીસગઢના મુખ્ય મંત્રી ભૂપેશ બઘેલ અને ઝારખંડના મુખ્ય મંત્રી હેમંત સોરેને પણ આ અંગે શોક વ્યક્ત કર્યો છે.
રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું,"યુક્રેનમાં એક ભારતીય વિદ્યાર્થીના મૃત્યુના સમાચાર મળ્યા."
"શોકના આ સમયે મારી સંવેદના તેમના પરિવાર અને મિત્રો સાથે છે. હું એક વખત ફરીથી કહેવા માગું છું કે યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને સુરક્ષિત બહાર કાઢવા માટે સરકાર પાસે કોઈ રણનીતિ હોવી જોઈએ. આ વખતે એક-એક મિનિટ મહત્ત્વપૂર્ણ છે."
બદલો X કન્ટેન્ટ, 1X કન્ટેન્ટને મંજૂરી આપીએ?બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
રાજસ્થાનના મુખ્ય મંત્રી અશોક ગેહલોતે ટ્વીટ કરીને કહ્યું, "યુક્રેનના ખારકિએવમાં ભારતીય વિદ્યાર્થી નવીનના મૃત્યુના સમાચાર દુખદ છે. હું ભારત સરકારને ફરી નિવેદન કરું છું કે ઉચ્ચ સ્તરે વાતચીત કરીને તમામ ભારતીયોને સુરક્ષિત બહાર કાઢવામાં આવે."
બદલો X કન્ટેન્ટ, 2X કન્ટેન્ટને મંજૂરી આપીએ?બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
છત્તીસગઢના મુખ્ય મંત્રી ભૂપેશ બઘેલે ટ્વીટ કર્યું, "યુક્રેનમાં ભારતીય વિદ્યાર્થીના મૃત્યુના અહેવાલ દુખદ છે. આ દુખમાં સમગ્ર દેશ વિદ્યાર્થીના પરિવારની સાથે છે. ભગવાન તેમનાં માતા-પિતા, મિત્રોને આ કપરા સમયમાં સહનશક્તિ આપે. ભારત સરકારને સમગ્ર દેશ અત્યારે પ્રયાસો ઝડપી બનાવવા અપીલ કરી રહ્યો છે."
યુક્રેનમાં લોકોએ કલમ અને કી-બોર્ડ છોડીને હથિયાર ઉપાડ્યાં
યુક્રેન ઈચ્છે છે પરમાણુ હથિયાર, રશિયા તેમ થવા નહીં દે - લાવરોફ

ઇમેજ સ્રોત, AFP
રશિયાના વિદેશમંત્રી સર્ગેઈ લાવરોફે કહ્યું કે યુક્રેન પરમાણુ હથિયાર મેળવવાનો પ્રયત્ન કરી રહ્યું છે. આ એક મોટો ખતરો છે અને તેને રોકવાની જરૂર છે.
સમાચાર એજન્સી રૉયટર્સ અનુસાર તેમણે કહ્યું, "યુક્રેન પાસે અત્યારે પણ સોવિયેટ ન્યુક્લિયર ટેકનૉલૉજી છે. જેથી રશિયાએ આ ખતરાને સફળતાપૂર્વક જવાબ આપવો પડશે."
સ્વિટ્ઝર્લૅન્ડમાં સંયુક્ત રાષ્ટ્રની એક બેઠકમાં લાવરોફનું પ્રિ-રૅકૉર્ડેડ ભાષણ સંભળાવવામાં આવ્યું હતું.
તેમણે ચેતવણી આપતાં કહ્યું કે પશ્ચિમી દેશોએ પૂર્વ સોવિયેટ સંઘનાં રાષ્ટ્રોમાં સૈન્યમથકો ન બનાવવા જોઈએ.
પરમાણુ હથિયાર મેળવવાના યુક્રેનના પ્રયત્નોને રશિયા રોકશે, એવું પણ તેમણે કહ્યું.
યુક્રેન કરતાં ગુજરાતમાં મેડિકલનું શિક્ષણ આટલું મોંઘું કેમ છે?
રશિયન સેના યુક્રેનનાં શહેરો પર કબજો કરવાથી કેમ બચી રહી છે?
યુક્રેનનો દાવો, 5700થી વધુ રશિયન સૈનિકોને માર્યા

ઇમેજ સ્રોત, Getty Images
યુક્રેનિયન સેનાના સત્તાધીશોએ દાવો કર્યો છે કે યુક્રેનની ધરતી પર બન્ને દેશો વચ્ચે ચાલી રહેલા જંગમાં પ્રથમ પાંચ દિવસમાં 5,710 રશિયન સૈનિકોનાં મૃત્યુ થયાં છે.
ફેસબુક પર જારી કરાયેલા એક વીડિયો સંદેશમાં યુક્રેનના જનરલ સ્ટાફના પ્રવક્તાએ કહ્યું કે 200થી વધુ રશિયન સૈનિકોને યુક્રેનિયન સેનાએ ઝડપી લીધા છે.
સત્તાધીશોએ દાવો કર્યો છે કે તેમણે રશિયાની 198 ટૅન્ક, 29 પ્લેન, 846 હથિયારબંધ વાહનો અને 29 હેલિકૉપ્ટરોનો નાશ કર્યો છે.
જોકે, બીબીસી સ્વતંત્ર રીતે આ વાતની પુષ્ટિ કરતું નથી પરંતુ યુકેના સંરક્ષણ મંત્રાલયનું માનવું છે કે મૉસ્કોની સેનાએ યુક્રેન પર આક્રમણ દરમિયાન મોટું નુકસાન ભોગવવું પડ્યું છે.
યુક્રેનમાં મૃત્યુ પામેલ ભારતીય વિદ્યાર્થી કર્ણાટકનો, મુખ્ય મંત્રીએ કહ્યું- મૃતદેહ લાવવાના તમામ પ્રયત્નો કરાશે
કર્ણાટકના મુખ્ય મંત્રીકાર્યાલયે પુષ્ટિ કરી છે કે યુક્રેનના ખારકિએવમાં જે ભારતીય વિદ્યાર્થીનું મૃત્યુ થયું તે કર્ણાટકના હતા.
સમાચાર એજન્સી એએનઆઈ પ્રમાણે, મુખ્ય મંત્રી બાસવરાજ બોમ્મઈએ હાવેરી જિલ્લામાં રહેનારા નવીન શેખરપ્પાના પિતા સાથે વાત કરી છે. મુખ્ય મંત્રીએ કહ્યું કે નવીનના મૃતદેહને ભારત લાવવા માટે શક્ય તમામ પ્રયત્નો કરવામાં આવશે.
બદલો X કન્ટેન્ટX કન્ટેન્ટને મંજૂરી આપીએ?બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
આ પહેલાં ભારતના વિદેશ મંત્રાલયે જાણકારી આપી હતી કે ખારકિએવમાં થયેલા ગોળીબારમાં એક ભારતીય વિદ્યાર્થીનું મૃત્યુ થયું હતું.
રશિયા પર SWIFT માંથી પ્રતિબંધની શું અસર થઈ શકે?
બદલો YouTube કન્ટેન્ટGoogle YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી. YouTube કન્ટેન્ટમાં જાહેરાત હોઈ શકે છે.આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
બ્રેકિંગ, યુક્રેનના ખારકિએવમાં ભારતીય વિદ્યાર્થીના મૃત્યુની પુષ્ટિ

યુક્રેનમાં એક ભારતીય વિદ્યાર્થીના મૃત્યુની પુષ્ટિ થઈ છે. ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ આ જાણકારી આપી છે.
તેમણે ટ્વીટમાં લખ્યું કે "બહુ દુ:ખ સાથે અમે પુષ્ટિ કરીએ છીએ કે આજે સવારે ખારકિએવમાં ગોળીબારમાં એક ભારતીય વિદ્યાર્થીએ જીવ ગુમાવ્યો છે."
બદલો X કન્ટેન્ટX કન્ટેન્ટને મંજૂરી આપીએ?બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
તેમણે કહ્યું કે મંત્રાલય તેમના પરિવારના સંપર્કમાં છે અને અમે એમના પરિવાર પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ.
