You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

યુક્રેન સાથે વાતચીત માટે રશિયા તૈયાર, મૂકી આ શરત

રશિયાના રાષ્ટ્રપતિ પુતિનના પ્રવક્તાએ કહ્યું કે રશિયા યુક્રેન સાથે વાત કરવા માટે પ્રતિનિધિમંડળ બેલારુસની રાજધાની મિન્સ્ક મોકલવા માટે તૈયાર છે.

લાઇવ કવરેજ

  1. યુક્રેનમાં ફસાયેલા ગુજરાતના વિદ્યાર્થીઓ માટે ખાસ હેલ્પલાઇન નંબર

    ગુજરાત રાજ્ય બિનનિવાસી વિભાગ દ્વારા જાહેર કરાયેલા નંબર 079 232-51312 અને 079 232-51316 છે. આ નંબર પણ ફોન કરી મદદ અને માર્ગદર્શન મળી શકાશે.

    યુક્રેનસ્થિત ભારતીય દૂતાવાસમાં મદદ માટે +380997300428, +380997300483 નંબર પર cons1.kyiv@mea.gov.in મેઈલ કરી શકાશે.

    યુક્રેનમાં ફસાયેલા લોકોની જાણકારી માટે અમદાવાદ જિલ્લા કલેકટર કચેરી ખાતે એક કંટ્રોલરૂમ કાર્યરત કરાયો છે. આ કંટ્રોલ રૂમનો નંબર 27552144 અને 27560511 છે.

    અમદાવાદ જિલ્લાના લોકો આ કંટ્રોલ રૂમમાં યુક્રેનમાં ફસાયેલા લોકોની જાણકારી આપી શકશે.

  2. નમસ્કાર! બીબીસીની ગુજરાતી સેવા પર આપનું સ્વાગત છે.

    અહીં તમને યુક્રેન પર રશિયાની સૈનિક કાર્યવાહીના તમામ સમાચાર વાંચવા મળશે.

    આ પહેલાંના ઘટનાક્રમ વિશે અહીં વાંચો