COP 26 માં નરેન્દ્ર મોદીએ ભારતની 'નલ સે જલ' તથા 'ઉજ્જવલા યોજના'નો ઉલ્લેખ કેમ કર્યો?
COP 26 માં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે "પીવાના પાણીના સ્રોતથી લઈને એફોર્ડેબલ હાઉસિંગ સુધી બધાને ક્લાઇમેન્ટ ચેન્જ સામે લવચીક બનાવવાની જરૂર છે."
વડા પ્રધાન મોદીએ કહ્યું કે, "આપણે અનુકૂલનને આપણી વિકાસ નીતિઓ અને પરિયોજનાઓનું મુખ્ય અંગ બનાવવું પડશે."
"ભારતમાં નલ સે જલ, સ્વચ્છ ભારત અને ઉજ્જવલા જેવી યોજનાઓથી અમારા જરૂરિયાતમંદ નાગરિકોને ઍડેપ્ટેશન બેનિફિટ્સ તો મળ્યા જ છે, સાથે જ તેમના જીવનની ગુણવત્તામાં સુધાર થયો છે."
"ઘણા પરંપરાગત સમુદાયમાં પ્રકૃતિ સાથે સુમેળમાં રહેવાનું જ્ઞાન છે. અમારી ઍડપ્ટેશન નીતિઓમાં આ પારંપારિક પ્રથાઓને યોગ્ય મહત્ત્વ મળવું જોઈએ."
"જ્ઞાનનો આ પ્રવાહ નવી પેઢી સુધી પહોંચે તે માટે શાળાના પાઠ્યક્રમમાં ઉમેરવું જોઈએ."