COP26 માં બોલ્યા મોદી 'ભારત માટે જળવાયુ પરિવર્તન મોટો પડકાર'

ગ્લાસગોમાં યોજાઈ રહેલી COP26 શિખરમંત્રણામાં પીએમ મોદી સહિત વિશ્વભરના નેતાઓ જળવાયુ પરિવર્તનની વિપરિત અસરોને રોકવા માટે ચર્ચા કરી રહ્યા છે.

લાઇવ કવરેજ

  1. COP 26 માં નરેન્દ્ર મોદીએ ભારતની 'નલ સે જલ' તથા 'ઉજ્જવલા યોજના'નો ઉલ્લેખ કેમ કર્યો?

    નરેન્દ્ર મોદી

    ઇમેજ સ્રોત, Getty Images

    COP 26 માં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે "પીવાના પાણીના સ્રોતથી લઈને એફોર્ડેબલ હાઉસિંગ સુધી બધાને ક્લાઇમેન્ટ ચેન્જ સામે લવચીક બનાવવાની જરૂર છે."

    વડા પ્રધાન મોદીએ કહ્યું કે, "આપણે અનુકૂલનને આપણી વિકાસ નીતિઓ અને પરિયોજનાઓનું મુખ્ય અંગ બનાવવું પડશે."

    "ભારતમાં નલ સે જલ, સ્વચ્છ ભારત અને ઉજ્જવલા જેવી યોજનાઓથી અમારા જરૂરિયાતમંદ નાગરિકોને ઍડેપ્ટેશન બેનિફિટ્સ તો મળ્યા જ છે, સાથે જ તેમના જીવનની ગુણવત્તામાં સુધાર થયો છે."

    "ઘણા પરંપરાગત સમુદાયમાં પ્રકૃતિ સાથે સુમેળમાં રહેવાનું જ્ઞાન છે. અમારી ઍડપ્ટેશન નીતિઓમાં આ પારંપારિક પ્રથાઓને યોગ્ય મહત્ત્વ મળવું જોઈએ."

    "જ્ઞાનનો આ પ્રવાહ નવી પેઢી સુધી પહોંચે તે માટે શાળાના પાઠ્યક્રમમાં ઉમેરવું જોઈએ."

  2. COP 26 માં નરેન્દ્ર મોદીએ કહ્યું 'જળવાયુ પરિવર્તન ભારત માટે મોટો પડકાર'

    મોદી, બોરિસ જોનસન અને ઍન્ટોનિયો ગુટેરેસ

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇમેજ કૅપ્શન, નરેન્દ્ર મોદી, બોરિસ જોનસન અને ઍન્ટોનિયો ગુટેરેસ

    ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગ્લાસગોમાં COP26 સંમેલનમાં ભાગ લેવા માટે પહોંચ્યા છે.

    ગ્લાસગોમાં COP26 સંમેલનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કરતા જણાવ્યું કે, વૈશ્વિક ક્લાઇમેટ ડિબેટમાં અનુકૂલનને એટલું મહત્ત્વ નથી મળ્યું જેટલું શમનની નીતિને મળ્યું છે. આ તે વિકાસશીલ દેશો સાથે અન્યાય છે જે ક્યાઇમેટ ચેન્જથી વધારે પ્રભાવિત છે.

    ભારત સહિત મોટાભાગના વિકાસશીલ દેશોના ખેડૂતો માટે ક્લાઇમેટ ચેન્જ મોટો પડકાર છે.

    ક્રૉપિંગ પેટર્નમાં બદલાવ આવી રહ્યો છે. કસમયે વરસાદ અને પૂર અથવા સતત આવી રહેલા વાવાઝોડાથી પાકનો નાશ થઈ રહ્યો છે.

  3. આપણામાંથી કોઈ પણ પોતાની જાતને બચાવી નહીં શકે- બાઇડને ચેતવણી આપી

    જો બાઇડન

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇમેજ કૅપ્શન, અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન

    અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને COP26માં કહ્યું કે, "જો આપણે આ તકનો લાભ નહીં લઈએ તો, આપણામાંથી કોઈ પણ પોતાને તે ખરાબ પરિસ્થિતિઓથી બચાવી શકશે નહીં."

    બાઇડને કહ્યું કે આ એક ખૂબ મહત્ત્વનો દાયકો છે અને અમેરિકા 2030 સુધી પોતાના કાર્બન ઉત્સર્જનમાં એક ગીગા-ટનથી પણ વધારેનો ઘટાડો લાવશે.

    પરંતુ અમેરિકા સામે એક મોટી જવાબદારી છે કારણ કે આ સમયે વિશ્વમાં માત્ર ચીન જ અમેરિકાથી વધારે કાર્બનનું ઉત્સર્જન કરે છે.

    વર્ષ 2019માં અમેરિકાએ 5,107 મેગાટન કાર્બનનું ઉત્સર્જન કર્યું હતું.

    ઐતિહાસિક રીતે પણ અમેરિકા કાર્બન ઉત્સર્જન માટે સૌથી વધારે જવાબદાર રહ્યું છે.

    અવર વર્લ્ડ ઇન ડેટાથી મળેવા આંકડા અનુસાર, અમેરિકાએ 1750 બાદથી 410 અબજ ટન કાર્બનનું ઉત્સર્જન કર્યું છે, જે ચીન દ્વારા ઉત્સર્જિત કાર્બનથી બમણું છે.

  4. COP26: જળવાયુ પરિવર્તનની શિખરમંત્રણામાં જેમ્સ બૉન્ડનો ઉલ્લેખ

    બોરિસ જોનસન

    ઇમેજ સ્રોત, Reuters

    બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જોનસને COP26માં સામેલ થવા માટે ગ્લાસગો પહોંચેલા વિશ્વનેતાઓનું સ્વાગત કરતાં તેમની સરખામણી જેમ્સ બૉન્ડ સાથે કરી.

    તેમણે કહ્યું કે બૉન્ડ ફિલ્મોમાં હંમેશાં હીરો વિશ્વને ખતમ કરવા માટે ઉતાવળી થયેલી શક્તિઓને રોકવા માટે ઝૂઝતો હોય છે.

    તેમણે ઉમેર્યું, “જોકે, ત્રાસદી એ છે કે આ કોઈ ફિલ્મ નથી... પ્રલયવાળું આ મશીન એક હકીકત છે.” તેમના જણાવ્યા અનુસાર વૈશ્વિક તાપમાનમાં માત્ર બે ડીગ્રીનો વધારો ફૂડ સપ્લાયને જોખમમાં નાખી શકે છે. ત્રણ ડીગ્રીનો વધારો જંગલોમાં આગ અને વાવાઝોડાંની ઘટનાઓમાં વધારો કરી શકે છે. ચાર ડીગ્રીના વધારાથી આપણે શહેરો ગુમાવવાં પડી શકે છે.

  5. ક્લાઇમેટ ચેન્જ : આઈપીસીસીનો રિપોર્ટ માનવજાત માટે 'જોખમની ચેતવણી'

    ક્લાઇમેટ ચેન્જ

    ઇમેજ સ્રોત, EPA

    સંયુક્ત રાષ્ટ્રસંઘે ચેતવણી આપી છે કે ગ્લોબલ વૉર્મિંગ તીવ્ર બની રહ્યું છે અને તેના માટે સ્પષ્ટ રીતે માનવજાત જ કારણભૂત છે.

    ઇન્ટર ગવર્ન્મેન્ટલ પેનલ ઑન ક્લાઇમેટ ચેન્જ (આઈપીસીસી)એ પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે પૃથ્વીની સપાટીના સરેરાશ તાપમાનમાં 2030 સુધીમાં દોઢ ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે અને એ વધારો એક દાયકા પહેલાં જ થઈ જશે.

    રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે વધતા ઉષ્ણતામાનને કારણે સમગ્ર વિશ્વમાં ઋતુઓ સંબંધી ભયંકર આપદાઓ આવશે.

    બરફની ચાદરો પીગળવાની, સમુદ્રની વધતી સપાટી અને વધતી અમ્લતા જેવા અપરિવર્તનીય ફેરફારોનો સામનો વિશ્વ પહેલાંથી જ કરી રહ્યું છે.

    આઈપીસીસીનાં વડા વેલેસી મેસન-ડેલોમોટે જણાવ્યું છે કે કેટલાક ફેરફારો એકસો કે હજારો વર્ષ સુધી ચાલતા રહેશે. ઉત્સર્જનમાં ઘટાડા વડે જ તેની ગતિ ધીમી કરી શકાશે.

    રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે વાયુમંડળને ગરમ કરતા ગૅસનું ઉત્પાદન જે રીતે થઈ રહ્યું છે તેને કારણે માત્ર બે દાયકામાં જ ઉષ્ણતામાનની મર્યાદા તૂટી ગઈ છે.

    આ અભ્યાસ સાથે જોડાયેલા શોધકર્તાઓ માને છે કે વર્તમાન હાલતને ધ્યાનમાં લેતાં, આ સદીના અંત સુધીમાં સમુદ્રનું જળસ્તર લગભગ બે મીટર જેટલું વધી જવાની આશંકાનો ઇનકાર નહીં કરી શકાય.

    જોકે, તેની સાથે એવી આશા પણ છે કે ગ્રીનહાઉસ ગૅસના ઉત્સર્જનમાં મોટો ઘટાડો કરીને વધતા ગરમાટાને સ્થિર કરી શકાય છે.

  6. Climate Change : દુનિયામાં તાપમાન 50 ડિગ્રીને પાર જાય એવા દિવસોની સંખ્યા બમણી થઈ - BBC રિસર્ચ

    બીબીસીના એક અધ્યયનમાં સામે આવ્યું છે કે 1980ના દાયકાથી દર વર્ષે સૌથી વધુ તાપમાન નોંધાય તેવા દિવસોની સંખ્યા બમણી થઈ ગઈ છે.

    એટલું જ નહીં તાપમાનમાં ધરખમ વધારો નોંધાયો હોય એવા વિસ્તારોની સંખ્યા પણ વધી છે, તેનાથી મનુષ્યોના આરોગ્ય તથા જીવનશૈલી માટે અભૂતપૂર્વ પડકારો ઊભા થયા છે.

    છેલ્લા ચાર દાયકામાં એવા દિવસોની સંખ્યા વધી છે કે જ્યારે તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસને વટાવી ગયું હોય.

    1980થી 2009 વચ્ચે વર્ષે સરેરાશ 14 દિવસોમાં તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસને વટાવી ગયું હતું, આવા દિવસોની સંખ્યા 2010થી 2019ની વચ્ચે 26 રહી હતી.

    આ સમયગાળામાં દર વર્ષે તાપમાન 45 ડિગ્રી અને તેનાથી ઉપર નોંધાયું હતું.

    ક્લાઇમેટ ચેન્જ બાબતોના અગ્રણી પત્રકાર ડૉ. ફ્રેડરિક ઑટોએ કહ્યું, "આ વધારાની પાછળ સો ટકા અશ્મીભૂત ઈંધણને બાળવું એ જ કારણ છે."

    ક્લાઇમેટ ચેન્જ
  7. COP26માં નેતાઓના પહોંચવાનો પ્રારંભ, બોરિસ જૉનસને કહ્યું – વાતો નહીં, હવે કામ થાય

    ક્લાઇમેટ ચેન્જ

    ઇમેજ સ્રોત, Stefan Rousseau/PA Wire

    વિશ્વભરના નેતાઓ ધીમેધીમે ગ્લાસગોમાં આયોજિત ક્લાઇમેટ ચેન્જ COP26માં ભાગ લેવા પહોંચી રહ્યા છે. જોકે, વિશ્વના સૌથી મોટા કાર્બન ઉત્સર્જક દેશ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના આ શિખરમંત્રણામાં ભાગ ન લેવાથી પર્યવેક્ષકોમાં નિરાશાની લાગણી છે.

    માનવામાં આવી રહ્યું છે કે આ સંમેલન વિશ્વને જળવાયુ પરિવર્તનના જોખમથી બચાવવાની અંતિમ તક છે.

    એવામાં જળવાયુ પરિવર્તનની સીધી માર ખાઈ રહેલા અને પોતાના અસ્તિત્વને બચાવવામાં લાગેલા તમામ દેશના નેતા માગ કરી રહ્યા છે કે જળવાયુ પરિવર્તનની ગતિ ધીમી કરવા માટે તત્કાલ પગલાં ભરવાની જરૂર છે.

  8. Climate Change : દરિયાની સપાટી ઉંચી આવતા ડૂબી રહ્યું છે ગુજરાતનું આ ગામ

    બદલો YouTube કન્ટેન્ટ
    Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી. YouTube કન્ટેન્ટમાં જાહેરાત હોઈ શકે છે.

    YouTube કન્ટેન્ટ પૂર્ણ

    ક્લાઇમેટ ચેન્જની અસરને પગલે દરિયાઈ સપાટી વધી રહી છે અને દેશનો સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતું ગુજરાત એનાથી બાકાત નથી. આઈપીસીસીના રિપોર્ટમાં દરિયાઈ સપાટી વધતાં ભવિષ્યમાં ગુજરાતનાં કેટલાંક શહેરો પર તોળાતા ખતરા વિશે વાત કરવામાં આવી હતી. બીબીસીની ક્લાઇમૅટ ચેન્જ સિરીઝના ભાગ રૂપે બીબીસી સંવાદદાતા રૉક્સી ગાગડેકર છારાએ વલસાડના એક એવા ગામની મુલાકાત લીધી, જે ધીરે ધીરે દરિયામાં ડૂબી રહ્યું છે. જુઓ આ વિશેષ વીડિયો રિપોર્ટ.

  9. કાર્બન ડાયોક્સાઇડનાં ટોપ 5 ઉત્સર્જકો રાષ્ટ્રો

    ક્લાઇમેટ ચેન્જ
  10. જળવાયુ પરિવર્તન અને તેની આસપાસના શબ્દોનો અર્થ

    ક્લાઇમેટ ચેન્જ
    ક્લાઇમેટ ચેન્જ
    ક્લાઇમેટ ચેન્જ
    ક્લાઇમેટ ચેન્જ
    ક્લાઇમેટ ચેન્જ
  11. COP26: પૃથ્વી પરનું પાણી ખતમ થઈ જશે?

    ક્લાઇમેટ ચેન્જ

    ઇમેજ સ્રોત, ATUL LOKE/GETTY

    ઘણા સમય પહેલાંથી જળસંકટ માટે અયોગ્ય આયોજન, જળસ્રોતોમાં આવકની ઘટ અને જળવાયુપરિવર્તનને કારણભૂત ગણાવવામાં આવે છે. જોકે, આ સમસ્યા કે એનાં કારણો કંઈ નવાં નથી.

    1980ના દાયકાથી દુનિયામાં પાણીના વપરાશનો દર પ્રતિવર્ષ લગભગ એક ટકા વધી રહ્યો છે અને લગભગ આ દર પ્રમાણે જ 2050 સુધી વપરાશ વધતો રહેવાનું અનુમાન છે.

    જાણકારો માને છે કે ભવિષ્યમાં પાણીની માગ અને જળવાયુપરિવર્તનની અસર વધવાના કારણે જળસ્રોતો પરનું ભારણ ખૂબ જ વધશે.

    તો પ્રશ્ન એ છે કે, શું ધરતી પરથી પાણી સમાપ્ત થઈ રહ્યું છે? આપણે જાણવાનો પ્રયાસ કરીએ કે આ સમસ્યાનો ઉકેલ શો હોઈ શકે.અહીં વાંચો સમગ્ર અહેવાલ : પૃથ્વીપરનું પાણી ખતમ થઈ જશે? શું છે એનાં કારણો અને ઉપાય?

  12. COP26 શિખરમંત્રણામાં નહીં સામેલ થાય શી જિનપિંગ, ચીનની નિસબત પર સવાલ

    શિ જિનપિંગ

    ઇમેજ સ્રોત, Reuters

    વિશ્વમાં સૌથી વધુ કાર્બન ઉત્સર્જન કરનારા દેશ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ગ્લાસગોમાં ચાલી રહેલી શિખરમંત્રણામાં ભાગ લેવા પહોંચ્યા નથી.

    તેમણે શિખરમંત્રણા માટે એક લિખિત સંદેશ મોકલ્યો છે. એ બાદ કેટલાક લોકો જળવાયુ પરિવર્તન મામલે ચીનના સમર્પણ પર સવાલ કરી રહ્યા છે.

    ‘બેજિંગ પાવર પ્લાન્ટ’બહારથી રિપોર્ટ કરી રહેલા બીબીસીની ચાઇનીઝ સેવાના સંવાદદાતા સ્ટીફન મૅકડૉનલ્ડ જણાવે છે - "(આજે) હ્યુએન પાવરસ્ટેશનના કુલિંગ ટાવરોમાંથી વરાળ નીકળી રહી છે. ક્યારેક અહીં કોલસો સળગાવીને વીજળી ઉત્પન્ન કરવામાં આવતી હતી. (જોકે) હવે અહીં ગૅસની મદદથી ટર્બાઇન ચાલી રહ્યાં છે.

    ચીની રાજધાનીમાં અધિકારીઓ જણાવે છે કે આ શહેરમાં કોલસો સળગાવીને વીજઉત્પાદન કરવામાં નથી આવતું. જોકે, પડોશી રાજ્યોમાં આવું નથી થતું અને ચીન કાર્બન ઉત્સર્જન ઘટાડવાનાં પોતાનાં લક્ષની પ્રાપ્તીમાં ભારે પડકાર અનુભવી રહ્યું છે.

    ચીનના નેતા જિનપિંગ ગ્લાસગો સમિટમાં ભાગ નથી લઈ રહ્યા અને એટલું જ નહીં, કોરોના વાઇરસ ફેલાયો એ બાદ તેઓ કોઈ કારણે દેશની બહાર પણ નથી ગયા. જેને વિશ્વના સૌથી મોટા કાર્બન ઉત્સર્જક દેશ તરફથી જળવાયુ પરિવર્તન મામલે અપાઈ રહેલા બહુ ઓછા યોગાદનના રૂપમાં જોવામાં આવી રહ્યું છે.

  13. PM નરેન્દ્ર મોદી માટે COP26 ગ્લાસગો કૉન્ફરન્સ શા માટે મહત્ત્વની છે?

  14. હિમાલયની વચ્ચે આવેલા આ ગામમાં પાણીની તંગી કેવી રીતે સર્જાઈ?

    બદલો YouTube કન્ટેન્ટ
    Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી. YouTube કન્ટેન્ટમાં જાહેરાત હોઈ શકે છે.

    YouTube કન્ટેન્ટ પૂર્ણ

    લદ્દાખના ઝંસ્કરમાં સૌથી જૂનાં ગામોપૈકીનું એક એવું કુમિક ગામ એક સમયે બરફના પહાડોથી ઘેરાયેલું હતું. પહાડો પરના ગ્લૅશિયરોમાંથી વહી રહેલા પાણી પર સ્થાનિક સમુદાય સદીઓથી નિર્ભર હતા. પરંતુ હવે વધી રહેલા તાપમાન અને ઓછી હીમવર્ષાના કારણે તેમનો એકમાત્ર જળસ્રોત લગભગ સુકાઈ ગયો છે. લગભગ અડધા ગામે પાણીની શોધમાં સ્થળાંતર કર્યું છે. હિમાલયમાં વસેલું હોવા છતાં આ ગામમાં કેવી રીતે સર્જાઈ પાણીની તંગી જુઓ આ વીડિયોમાં.

  15. FB LIVE : ચાનો પ્રદેશ ગણાતા આસામમાં જળવાયુ પરિવર્તનના કારણે ચાનું ઉત્પાદન ઓછું થયું છે, સાથે જ ગુણવત્તા પર પણ અસર થઈ છે. આસામથી વધુ માહિતી આપી રહ્યા છે બીબીસી સંવાદદાતા રાઘવેન્દ્ર રાવ (કૅમેરા : પીયૂષ નાગપાલ)

  16. COP 26 સંમેલન પર લિયોનાર્ડો ડિકેપ્રિયોએ કહ્યું- 'આપણે વધુ સમય બરબાદ ન કરી શકીએ'

    લિયોનાર્ડો ડિકેપ્રિયો

    ઇમેજ સ્રોત, JOSE LUIS MAGANA/AFP via Getty Images

    ઇમેજ કૅપ્શન, લિયોનાર્ડો ડિકેપ્રિયો

    સ્કૉટલૅન્ડના ગ્લાસગોમાં ચાલી રહેલા જળવાયુ પરિવર્તન શિખર સંમેલનમાં 200 દેશોના પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે.

    આ COP 26 સમ્મેલન અંગે ફિલ્મ સ્ટાર લિયોનાર્ડો ડિકેપ્રિયોએ આ ટ્વીટ કર્યું -

    જળવાયુ સંકટ સામે જ છે. #COP 26 સંમેલન લોકો અને પૃથ્વી ગ્રહની રક્ષા માટે એક મહત્ત્વપૂર્ણ વળાંક છે. લીડર્સ દુનિયા તમારી તરફ મીટ માંડીને બેઠી છે અને આ અવસર પર તમે કસોટી પર ખરા ઊતરશો એવી આશા છે. આપણે વધારે સમય બરબાદ ન કરી શકીએ.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  17. COP26 શિખરમંત્રણાના ભાષણમાં યુદ્ધસ્તરની કાર્યવાહીનું આહ્વાન કરશે પ્રિન્સ ચાર્લ્સ

    પ્રિન્સ ચાર્લ્સ

    ઇમેજ સ્રોત, Reuters

    પ્રિન્સ ઑફ વેલ્સ આજે સાંજે સ્કૉટલૅન્ડમાં COP26 શિખરમંત્રણાને સંબોધિત કરશે. તેઓ પોતાના ભાષણમાં જળવાયુ સંકટને પહોંચી વળવા માટે ‘યુદ્ધસ્તરે’ કામ કરવાની વાત પર જોર આપશે.

    ગ્લાસગો મંત્રણામાં ઉદ્ઘાટનસમારોહમાં પ્રિન્સ ચાર્લ્સ વિશ્વના પ્રાઇવેટ સૅક્ટરનાં સંસાધનો થકી જળવાયુ પરિવર્તન વિરુદ્ધ એક અભિયાન ચલાવવાનું આહ્વાન કરશે.

    બ્રિટિશ રાજપરિવાર તરફથી ચાર્લ્સ COP26માં ભાગ લેનારી સૌથી વરિષ્ઠ વ્યક્તિ હશે. ચાર્લ્સ સ્કૉટલૅન્ડમાં યોજાઈ રહેલી આ શિખરમંત્રણાને ‘અંતિમ તક’ગણાવી ચૂક્યા છે.

    તેઓ દાયકાથી પર્યાવરણના મુદ્દાઓ ઉઠાવતા રહ્યા છે અને આજે પોતાના ભાષણમાં જળવાયુ પરિવર્તન સંકટનો તત્કાલ ઉકેલ લાવવા પર ભાર આપી શકે છે.

    પ્રિન્સ ચાર્લ્સ આજે પોતાના ભાષણમાં કહેશે, “આપણે યુદ્ધસ્તરે તૈયારી કરવી પડશે. આપણે સૈન્યની પદ્ધતિવાળું અભિયાન ચલાવવું પડશે, જેમાં વિશ્વના એ પ્રાઇવેટ સૅક્ટરની તાકાતનો ઉપયોગ પણ કરી શકાય, જેની પાસે ખર્વો રૂપિયા છે.”

  18. COP26 વિશે તમારે કેમ જાણવું જોઈએ?

    ક્લાઇમેટ ચેન્જ
    ક્લાઇમેટ ચેન્જ
    ક્લાઇમેટ ચેન્જ
    ક્લાઇમેટ ચેન્જ
    ક્લાઇમેટ ચેન્જ
  19. FB Live : વલસાડમાં દરિયો આગળ વધી રહ્યો છે અને ગામો ડૂબી રહ્યાં છે, ત્યારે દરિયાકાંઠાના લોકો અને નિષ્ણાતો સાથે જળવાયુ પરિવર્તન અંગે બીબીસી સંવાદદાતાની લાઇવ વાતચીત

  20. IPCC રિપોર્ટ : વૈજ્ઞાનિકોની ચેતવણી દરિયો ઊંચો આવશે, ગુજરાતના કયા વિસ્તારો ડૂબી શકે છે?

    બદલો YouTube કન્ટેન્ટ
    Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી. YouTube કન્ટેન્ટમાં જાહેરાત હોઈ શકે છે.

    YouTube કન્ટેન્ટ પૂર્ણ

    ગુજરાતમાં આવનારાં કેટલાંક વર્ષોમાં દરિયાકાંઠાના વિસ્તારો દરિયામાં ડૂબી જશે અને ભાવનગર, ઓખા તથા કંડલાની આસપાસના નીચાણવાળા વિસ્તારો દરિયામાં સમાઈ જશે.

    આવી ચેતવણી દુનિયાના વૈજ્ઞાનિકોએ ઉચ્ચારી છે. હાલમાં જ પ્રકાશિત થયેલા આઈપીસીસીના જળવાયુ પરિવર્તનના રિપોર્ટમાં આ ચેતવણી ઉચ્ચારવામાં આવી છે.

    જેના પરથી સ્પેસ એજન્સી નાસાએ એવા વિસ્તારોનો એક નકશો બનાવ્યો છે જેમાં વર્ષ 2100 સુધી કેટલા વિસ્તારોમાં દરિયામાં ડૂબી જશે તેની માહિતી આપવામાં આવી છે.