કેટલાક દેશો ‘ક્લાઇમેટ ચેન્જ’ રિપોર્ટમાં છેડછાડ માટે કોશિશ કરી રહ્યા છે?
કેટલાક લીક દસ્તાવેજોની બીબીસી ન્યૂઝ દ્વારા તપાસવેળાએ જાણવા મળ્યું છે કે કેટલાક દેશો ક્લાઇમેટ ચેન્જને રોકવા માટેના મહત્ત્વપૂર્ણ રિપોર્ટમાં બદલાવ કરવા માટે પ્રયાસ કરી રહ્યા છે. લીક દસ્તાવેજોમાં જોવા મળે છે કે સાઉદી અરેબિયા, જાપાન અને ઑસ્ટ્રેલિયા એવા દેશો છે જેમણે યુએનને આગ્રહ કર્યો છે કે તે અશ્મીભૂત બળતણને ત્યજવાની માગ કે જરૂરને વધુ મહત્ત્વ ન આપે.
તેમાં એવું પણ જોવા મળ્યું છે કે કેટલાક ધનિક દેશો નાના ગરીબ દેશોને ગ્રીન ટેકનૉલૉજી તરફ વળવા માટે જરૂરી સહાય કરવા સામે સવાલ કરી રહ્યા છે.
જળવાયુ પરિવર્તન ધીમું પાડવા તથા ગ્લોબલ વૉર્મિંગને 1.5 ડિગ્રી સેલ્સિયસ રાખવા માટે મહત્ત્વનાં વચનો પર હસ્તાક્ષરના કેટલાક દિવસો પૂર્વે યુએનની ભલામણો સામે કેટલાક દેશો આ રીતે દબાણ લાવી રહ્યા છે.
લીક દસ્તાવેજોમાં સરકારો, કંપનીઓ અને ક્લાઇમેટ ચેન્જને રોકવા માટે વૈજ્ઞાનિક પુરાવા એકત્ર કરીને યુએનનો રિપોર્ટ તૈયાર કરનારા વૈજ્ઞાનિકોની ટીમ સહિતના પક્ષો દ્વારા થયેલી રજૂઆતોના 32 હજાર સબમિશન સામેલ છે.
સમગ્ર અહેવાલ અહીં વાંચો : કેટલાક દેશો ‘ક્લાઇમેટ ચેન્જ’ રિપોર્ટમાં છેડછાડ માટે કોશિશ કરી રહ્યા છે?