નજર હઠશે, દુર્ઘટના ઘટશે - મોદી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં સંબોધન કરતાં કહ્યું કે રમઝાન દરમિયાન અગાઉ કરતાં વધુ બંદગી કરીએ, જેથી ઈદ આવે તે પહેલાં દુનિયા કોરોનાથી મુક્ત થઈ જાય
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું :-
- કોરોના વાઇરસને કારણે ઘરઘાટી, કામદાર, શ્રમિક, રિક્ષાચાલક વગેરેની કિંમત સમજાઈ
- કોરોના દરમિયાન પોલીસ તંત્રે બજાવેલી ફરજથી તેમના વિશેની માન્યતામાં નાગરિકોનું વિચાર-પરિવર્તન થયું છે અને ભાવનાત્મક જોડાણ સ્થપાયું
- ભારતે સમૃદ્ધ દેશોને દવાઓ મોકલાવીને દેશની સંસ્કૃતિનો પરચો આપ્યો
- આયુષ મંત્રાલયે કોરોના વાઇરસના અનુસંધાને આપેલી માર્ગદર્શિકાને નિયમિત દિનચર્યામાં સામેલ કરવાનો પ્રયાસ કરશો
- શહેર કે ગામમાં કોરોના વાઇરસ ન હોવાથી અતિઉત્સાહમાં બિન્દાસ ન બનશો અને સાવચેત રહેજો, તેમણે ઉમેર્યું કે 'નજર હઠશે, દુર્ઘટના ઘટશે'
- કોરોના સામેની ભારતની લડાઈ લોકો દ્વારા સંચાલિત, સરકાર અને તંત્ર તેમની સાથે રહ્યા છે.
- માસ્ક એ સભ્ય સમાજનું પ્રતીક બની જશે, બીમારીથી ખુદને તથા અન્યોને બચાવવા માટે તેનો ઉપયોગ જરૂરી બન્યો; હવે જાહેરમાં થૂંકવાની ખરાબ આદતને સમાપ્ત કરવાનો સમય આવ્યો