You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

કોરોના વાઇરસ : ગુજરાતમાં રવિવારથી કઈકઈ દુકાનો ખુલ્લી રહેશે?

ગુજરાત સહિત દેશ-વિદેશના કોરોના સંબંધિત અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો.

લાઇવ કવરેજ

  1. અમેરિકામાં 51 હજાર લોકોનાં મૃત્યુ

    અમેરિકામાં કોરોના વાઇરસથી સંક્રમિત કુલ લોકોની સંખ્યા નવ લાખને પાર કરી ગઈ છે.

    આની ચપેટમાં આવીને હાલ સુધી 51,017 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે.

    કહેવાય છે કે આવનારા દિવસોમાં સંખ્યા રોકાવાનું નામ નહીં લે.

    શુક્રવારે અમેરિકામાં સંક્રમણના 21,579 નવા કેસ સામે આવ્યા અને 1,130 લોકોનાં મૃત્યુ થયા છે.

    વ્હાઇટ હાઉસ કોવિડ-19 ટાસ્ક ફોર્સના જાણકાર ડૉક્ટર ડેબોરાહ બિરક્નું કહેવું છે, "દુનિયામાં સૌથી નાની ઉંમરનો મૃત્યુ દર અમેરિકામાં છે." પ્રતિ વ્યક્તિના દરે અમેરિકામાં કોરોના વાઇરસથી થનારા હાલનો મૃત્યુ દર સ્પેન, ઇટાલી, ફ્રાન્સ, બેલ્જિયમ અને બ્રિટનથી ઓછો છે.

    જો સૌથી વધારે પ્રભાવિત દેશની યાદી જોઈએ તો અમેરિકા સૌથી ઉપર જોવા મળે છે, પરંતુ એ તસ્વીરનું સંપૂર્ણ સત્ય નથી.

    વસ્તીને ધ્યાનમાં રાખીએ તો યુરોપના અનેક દેશોમાં ત્યાંની વસતીની સરખામણીમાં અમેરિકાથી અનેકગણાં વધારે મૃત્યુ થયા છે અને આખા યુરોપની વાત કરીએ તો ત્યાં વધારે મૃત્યુ થયાં છે.

    પરંતુ આપણે મોટા દેશોની તુલના આ રીતે કરવાથી બચવું જોઈએ. હવે જુઓ ન્યૂ યૉર્કની તસવીર અમેરિકાની તસવીરથી થોડી અલગ દેખાય છે અને આવું જ બીજા દેશની બાબતમાં પણ છે.

  2. કોરોના વાઇરસ અંગે માહિતી

    • કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો
    • સેક્સ અને કોરોના વાઇરસ સંબંધિત સવાલ અને સાવચેતી જાણવા માટે ક્લિક કરો
    • ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
    • શું મચ્છરના કરડવાથી કોરોના વાઇરસનો ચેપ લાગી શકે? જાણવા માટે ક્લિક કરો
    • કોરોના વાઇરસ : કોવિડ-19 વિશે આપણે હજુ પણ શું-શું જાણતા નથી? જાણવા માટે ક્લિક કરો
    • કોરોનાથી બચવા માટે હાથ ધોવાની યોગ્ય રીત કઈ? જાણવા માટે ક્લિક કરો
    • કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
    • કયા પ્રાણીને કારણે કોરોના ફેલાયો? જાણવા માટે ક્લિક કરો
    • 98 વર્ષ અગાઉ ભારતમાં દોઢ કરોડોનો ભોગ લેનારી એ મહામારી વિશે જાણવા માટે ક્લિક કરો
    • ઇમ્યુન સિસ્ટમની જટિલ દુનિયા કેટલી તમારા હાથમાં? જાણવા માટે ક્લિક કરો
  3. બ્રેકિંગ, ભારતમાં કોરોના વાઇરસના પૉઝિટિવ કેસની સંખ્યા 24,506

    ભારત સરકારના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના આંકડા અનુસાર, દેશમાં કોરોના વાઇરસથી સંક્રમિત લોકોની સંખ્યા 24,506એ પહોંચી છે.

    દેશમાં ઍક્ટિવ કેસની સંખ્યા 18,668 છે, 5062 લોકો સાજા થયા છે. જ્યારે 775 લોકોનાં મૃત્યુ થયાં છે.

  4. મૉલ અંગે મહત્ત્વપૂર્ણ ખુલાસો

    કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય દ્વારા શુક્રવારે મોડી રાત્રે એક આદેશ બહાર પાડીને લૉકડાઉન સંબંધિત આદેશમાં કેટલીક છૂટછાટો આપવામાં આવી હતી, જેમાં ગ્રામીણ વિસ્તારમાં મૉલ સંબંધિત નિર્દેશ અંગે અવઢવ ઊભી થતાં શનિવારે સ્પષ્ટતા કરવામાં આવી હતી.

    જે મુજબ ગ્રામીણ વિસ્તારમાં આવેલા મૉલની દુકાનો બંધ રહેશે. શહેરી વિસ્તારોમાં નાની તથા છૂટક દુકાનો ખોલી શકાશે, પરંતુ મૉલ બંધ રહેશે.

    ઈ-કૉમર્સ કંપનીઓ માત્ર જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ જ વેચી શકશે. આ સિવાય દારૂ તથા અન્ય ચીજો ઉપરનો પ્રતિબંધ ચાલુ રહેશે.

    હૉટસ્પૉટ તથા કન્ટેઇન્મૅન્ટ ઝોનમાં દુકાન ખોલવાને મંજૂરી આપવામાં નથી આવી.

  5. કોરોના વાઇરસને કાબૂમાં લેવા માટે હજુ બે મહિનાનો સમય લાગશે : જયંતી રવિ

    શનિવારે ગુજરાતનાં આરોગ્ય સચિવ જયંતી રવિએ શનિવારે પત્રકારપરિષદ દરમિયાન કહ્યું, "કોરોના વાઇરસને કાબૂમાં લેવા માટે હજુ બે મહિના જેટલો સમય લાગશે. તેમણે કહ્યું કે નાગરિકો ગભરાય નહીં તથા અફવા ફેલાય નહીં, તેની કાળજી રાખવી."

    તેમણે કહેલી અન્ય કેટલીક મહત્ત્વપૂર્ણ વાતોઃ

    • તાવ અને ખાંસી ઉપરાંત કેટલાક કેસમાં ડાયેરિયા પણ લક્ષણ તરીકે જોવા મળ્યું.
    • કોરોના વાઇરસને અટકાવવો મુશ્કેલ એટલે તેને નિયંત્રણમાં લેવા માટે પ્રયત્નો કરવા રહ્યા.
    • વૃદ્ધ, સગર્ભા, ડાયાબિટીસ કે બ્લડપ્રેશરથી પીડિત લોકોએ કોવિડ-19થી ડરવાની જરૂર નથી, પરંતુ તેમને સાવચેત રહેવાની જરૂર છે.
    • ગુજરાતની લૅબોરેટરીમાં સરેરાશ દૈનિક ત્રણ હજાર પરીક્ષણની ક્ષમતા; ઉપરાંત રેપિડ ટેસ્ટિંગ કિટ દ્વારા પણ પરીક્ષણ ચાલુ.
    • ગુજરાતમાં કોરોના વાઇરસના સરેરાશ ઓછા પરીક્ષણ થતાં હોવાની વાત અફવા.
    • ગુજરાતમાં 21 લૅબોરેટરી કાર્યરત છે. દૈનિક સરેરાશ 2215 જેટલા પરીક્ષણ કરવામાં આવ્યાં.
    • ભારત સરકાર ઉપરાંત ગુજરાત સરકાર પણ પોતાની રીતે ટેસ્ટિંગ કિટ્સ મેળવવા માટે પ્રયાસરત.
    • વયસ્ક તથા અન્ય બીમારીવાળામાં મૃત્યુનો દર વધુ; જ્યાર સુધી વૅક્સિન શોધાય ન જાય, ત્યાર સુધી આગમચેતી જ બચાવ.
  6. કોરોના લૉકડાઉન મોદી સરકારે કોઈ આયોજન વિના લાગુ કર્યું - દૃષ્ટિકોણ

  7. કોરોનાનું કવરેજ

    • 24મી એપ્રિલના અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો.
    • 23મી એપ્રિલના અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો.
    • 22મી એપ્રિલના અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો.
    • 21મી એપ્રિલના અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો.
    • 20મી એપ્રિલના અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો
    • 19મી એપ્રિલના અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો
    • 18મી એપ્રિલના અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો
    • 17મી એપ્રિલના અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો
    • 16 મી એપ્રિલના અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો
    • 15 મી એપ્રિલના અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો
    • 14મી એપ્રિલના અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો
    • 13મી એપ્રિલના અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો
    • 12મી એપ્રિલના અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો
    • 11મી એપ્રિલના અપડેટ્સ જાણવા માટ અહીં ક્લિક કરો
    • 10મી એપ્રિલના અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો
    • નવમી એપ્રિલના અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો
    • આઠમી એપ્રિલના અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો
    • સાતમી એપ્રિલના અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો
    • છઠ્ઠી એપ્રિલના અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો
    • પાંચમી એપ્રિલના અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો
    • ચોથી એપ્રિલના અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો
    • ત્રીજી એપ્રિલના અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો
    • બીજી એપ્રિલના અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો
    • પહેલી એપ્રિલના અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો
    • ભારતમાં લૉકડાઉનના પ્રથમ સપ્તાહ દરમિયાનના અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો
  8. 'મોંઘવારી ભથ્થું રોકવાની જરૂર નથી'

    પૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહનસિંહનું કહેવું છે કે 'કૉંગ્રેસ પાર્ટીએ જેમનું મોંઘવારી ભથ્થું ઘટાડવામાં આવ્યું છે, તેમની સાથે રહેવું જોઈએ. મને લાગે છે કે હજુએ તબક્કો નથી આવ્યો કે કેન્દ્રીય કર્મચારીઓ (અને પેન્શનરો) તથા સૈન્ય જવાનોનું ડી.એ. (ડિયરનેસ અલાઉન્સ) અટકાવીને તેમની મુશ્કેલી વધારવી ન જોઈએ.'

    કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર મધ્યમ વર્ગ સાથે પૈસા લઈ રહી છે અને તે ગરીબોને નથી આપી રહી, પરંતુ સેન્ટ્રલ વિસ્ટા (નવી દિલ્હીમાં નિર્માણાધીન વહીવટી વિસ્તાર) પાછળ ખર્ચી રહી છે.

    દેશના પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમના કહેવા પ્રમાણે, કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોનું મોંઘવારી ભથ્થું અટકાવવાના બદલે બુલેટટ્રેન તથા સેન્ટ્રલ વિસ્ટા જેવા ખર્ચ ઉપર કાપ મૂકવો જોઈએ અને આવા પ્રોજેક્ટ્સને મોકૂફ રાખવા જોઈએ.

    કૉંગ્રેસ પાર્ટીએ ઉપરોક્ત અભિપ્રાય તેના ટ્વીટર હેન્ડલ ઉપર ટ્વીટ કરીને બહાર પાડ્યા હતા.

  9. 'ગુજરાત સરકાર આજે નિર્ણય લેશે'

    ગુજરાત સરકારના નાયબમુખ્ય પ્રધાન નીતિન પટેલે ટીવી. 9 સાથે વાતચીત કરતા કહ્યું હતું કે મોડી રાત્રે કેન્દ્ર સરકારે આપેલી છૂટછાટો બાદ શનિવારે ગુજરાત સરકારની ઉચ્ચસ્તરીય બેઠક મળશે, જેમાં શહેરી કે ગ્રામ્ય વિસ્તારોમાં કયા-કયા ધંધારોજગારને કઈ શરતોને આધીન રહીને છૂટ આપવી તે અંગે નિર્ણય લેવાશે.

    હૉટસ્પૉટ તથા કન્ટેઇનમૅન્ટ ઝોનમાં નિષેધાત્મક લાગુ ચાલુ છે અને રહેશે, ત્યાં અગાઉની જેમ જ જે છૂટછાટો આપવામાં આવતી હતી, તે ચાલુ રહેશે. આ સિવાય પરીક્ષણો પણ થતાં રહેશે, તેમ પટેલે ઉમેર્યું હતું.

    ભારત સરકાર દ્વારા સર્વાંગી સમીક્ષા કર્યા બાદ લૉકડાઉન અંગે ત્રીજી મેના નિર્ણય લેવામાં આવશે, તે પછી ગુજરાત સરકાર પણ સ્થિતિની સમીક્ષા કરીને છૂટછાટ અપાશે. એવા અણસાર પણ પટેલે આપ્યા હતા.

  10. ભારતીય મુસ્લિમોએ જાહેર કરી લૉકડાઉનમાં રમઝાનની ગાઇડલાઇન

  11. BBC ગુજરાતી સમાચાર

    અમેરિકામાં કુલ મૃત્યુઆંક 50 હજારને પાર થઈ ગયો છે, જ્યારે દુનિયામાં કુલ એક લાખ 90 હજારથી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે.

    યૂકેના ઑક્સફર્ડમાં કોરોના વાઇરસની રસીનું મનુષ્યો પર ક્લિનિકલ ટ્રાયલ શરૂ, બીબીસીની ટીમને ટ્રાયલ દરમિયાન જવાની મળી તક.

    કોરોના વાઇરસને કારણે કોરોના વાઇરસના સમયમાં ચીનની કૂટનીતિ પરનું વિશ્લેષણ, મહામારી બાદ કેવા રહેશે વિશ્વ સાથે તેના સંબંધો.

    મહામારીનું સતત કવરેજ કરતા પત્રકારો પર જીવનું જોખમ, તેમ છતાં નિભાવી રહ્યા છે કર્તવ્ય.

    જુઓ તમામ ખબરો બીબીસી સમાચારમાં.

  12. રાત્રિ દરમિયાન શું થયું?

    • ચીને કોરોના વાઇરસની ઉત્પત્તિને લઈને સ્વતંત્ર આંતરરાષ્ટ્રીય તપાસની માગને નકારી કાઢી છે. યુરોપીય સંઘના રિપોર્ટમાં ચીન પર આ સંકટને લઈને ખોટી માહિતી આપવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
    • અમેરિકા રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે કહ્યું કે આના પર સંશોધન થવું જોઈએ કે કોરોના વાઇરસની સારવાર અલ્ટ્રાવાયોલેટ લાઇટ અથવા રોગનાશકોને શરીરમાં ઇન્જેક્ટ કરીને થઈ શકે છે. હવે ટ્રમ્પે કહ્યું છે કે આ 'મજાક' હતી.
    • અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે કહ્યું કે જે દેશોને વૅન્ટિલેટરની જરૂરિયાત છે તેમને મોકલવામાં આવી રહ્યા છે, કારણ કે અમેરિકા પાસે પોતાની 'જબરજસ્ત ક્ષમતા' છે.
    • અમેરિકાના ઉપ રાષ્ટ્રપ્રમુખ માઇક પેન્સે જણાવ્યું છે કે એક મહિના પહેલાં 80 હજાર અમેરિકનના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જ્યારે શનિવાર સુધીમાં 51 લાખ અમેરિકનના કોરોના વાઇરસના ટેસ્ટ કરવામાં આવ્યા છે.
    • અમેરિકામાં મૃતકાંક 50 હજાર પાર થઈ ગયો છે, કેટલાક અઠવાડિયાં પછી અમેરિકાના કેટલાય વિસ્તારોને ફરીથી ખોલવામાં આવી રહ્યા છે. શુક્રવારે જોર્જિયા, અલાસ્કા અને ઓકલાહોમામાં સલૂન સહિતની અનેક વેપારી દુકાનો ખુલી.
    • કોરોના વાઇરસ લૉકડાઉન છત્તાં ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલૅન્ડમાં હજારો લોકો 'અંઝાક ડે' એ 'શહીદો'ને શ્રદ્ધાંજલિ આપવા માટે ઘરની બહાર નીકળ્યા છે. પ્રથમ વિશ્વયુદ્ધમાં ઑસ્ટ્રેલિયા એન્ડ ન્યૂઝીલૅન્ડ આર્મી કૉર્પ્સ (અંઝાક)ના અનેક સૈનિક મૃત્યુ પામ્યા હતા.
    • બ્રિટનમાં મુખ્ય કર્મચારીઓ માટે કોરોના વાઇરસના ટેસ્ટ માટેની સરકારી વેબસાઇટ ફરીથી શરૂ થઈ ગઈ છે. આ પહેલાં 'વધારે માગ' થતા એ બંધ થઈ હતી. વેબસાઇટ પર 16 હજાર બુકિંગ થઈ ગયા છે.
  13. લૉકડાઉનમાં દુકાનો ખોલવા અંગે કેન્દ્ર સરકારનો નવો આદેશ

    કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય દ્વારા મોડી રાત્રે જાહેર કરવામા આવેલા આદેશ અનુસાર, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં નગરપાલિકા કે મહાનગર પાલિકા વિસ્તારમાં શૉપ્સ ઍન્ડ ઍસ્ટાબ્લિશ્મૅન્ટ ઍક્ટ હેઠળ નોંધાયેલી દુકાનોને લૉકડાઉન દરમિયાન રાહત આપવામાં આવી છે, જોકે સિંગલ અને મલ્ટી બ્રાન્ડ મૉલમાં આ પ્રકારની દુકાનો નહીં ખુલી શકે.

    ઉપરોક્ત છૂટછાટોનો લાભ લેવા માટે દુકાન (કે મૉલ)માં માત્ર 50 ટકા કર્મચારી જ કામ કરી શકશે, જેમણે માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમનું પાલન કરવું જરૂરી રહેશે.

    હૉટસ્પૉટ અથવા કન્ટેઇનમૅન્ટ વિસ્તારમાં છૂટ આપવામાં નહીં આવે.

  14. શનિવારની સ્થિતિ

    કોરોના વાઇરસના કારણે અમેરિકામાં મૃત્યુ પામેલાં લોકોની સંખ્યા 50 હજાર પાર પહોંચી ગઈ છે. વિશ્વમાં સરેરાશ ચારમાંથી એક મૃતક અમેરિકન છે.

    જૉન હૉપકિન્સ યુનિવર્સિટીના ડેટા અનુસાર, દુનિયાભરમાં કોરોના વાઇરસના પૉઝિટિવ કેસની સંખ્યા 28 લાખ (27,90,986)ની નજીક પહોંચી છે.

    દુનિયામાં સૌથી વધારે કેસ અમેરિકામાં (8,90,524), સ્પેન (2,19,764) અને ઇટાલીમાં (1,92,994) નોંધાયા છે.

    દુનિયામાં મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 1 લાખ 95 હજાર 920 છે.

    ભારતમાં કોરોના વાઇરસના કુલ પૉઝિટિવ કેસની સંખ્યા 23 હજારને પાર પહોંચી છે.

    ભારતમાં ઍક્ટિવ કેસની સંખ્યા 17,915 છે. 4813 લોકો હાલ સુધી સાજા થયા છે. જ્યારે 723 લોકો મૃત્યુ પામ્યા છે.

    ગુજરાતમાં કોરોના વાઇરસથી સંક્રમિત લોકોની સંખ્યા 2815એ પહોંચી છે. રાજ્યમાં હાલ સુધી 127 લોકોના મૃત્યુ થયા છે, જ્યારે 265 દરદીઓ સાજા થયા છે.

    ગુજરાતમાં સૌથી વધારે કેસ અમદાવાદ (1821)માં છે.

    અમદાવાદમાં હાલ સુધીમાં 83 દરદીઓના મૃત્યુ થયા છે, જ્યારે 113 દરદી સાજા થયા છે.

    અમદાવાદ ઉપરાંત સુરત (462) અને વડોદરા (223)માં કેસની સંખ્યા સૌથી વધું છે.

  15. ઘરમાં રમઝાન

    રમઝાન મહિના દરમિયાન દિલ્હીમાં મસ્જિદો બંધ છે, ત્યારે મુસ્લિમોએ ઘરે રહીને જ નમાઝ અદા કરી હતી તથા વહેલી સવારે શહરી કરી હતી.

  16. શુભ પ્રભાત. બીબીસી ગુજરાતીના કોરોના સંબંધિત અપડેટ્સ પેજમાં આપનું સ્વાગત છે. અહીં અમે આપને ગુજરાત સહિત દેશ-વિદેશમાં ઘટી રહેલી કોરોના સંબંધિત ઘટનાઓ તથા અપડેટ્સથી વાકેફ રાખીશું.

    આ પહેલાં શુક્રવારે શું થયું તે જાણવા માટે અહીં ક્લિક કરો