17.7
લાખ લોકોનો વાઇરસનો ચેપ લાગ્યો.
જૉન હૉપકિન્સ યુનિવર્સિટી અનુસાર વિશ્વના 185 દેશોમાં 17,73,358લોકોને કોરોના વાઇરસનો ચેપ લાગ્યો છે અને
1,08,702 લોકોનાં મૃત્યુ થયાં છે.
અમેરિકામા 20
હજાર કરતાં વધુ મૃત્યુ
જૉન હૉપકિન્સ યુનિવર્સિટીના આંકડા અનુસાર અમેરિકામાં મૃતકોની સંખ્યા 20 હજારને પાર
પહોંચી ગઈ છે. અહીં કુલ 5,27,111 લોકોને વાઇરસનો ચેપ લાગ્યો છે.
અમેરિકા વિશ્વનો પ્રથમ એવો દેશ બન્યો છે, જ્યાં કોરોના વાઇરસને લીધે એક જ દિવસમાં
2000 લોકોનાં મૃત્યુ થયાં છે.
અમેરિકા ઇટાલી
કરતાં પણ આગળ
શુક્રવાર સુધી
ઇટાલીમાં મૃતકોની સંખ્યા સૌથી વધુ હતી. જોકે, અમેરિકામાં મૃતકોનો આંક શુક્રવારે
ઇટાલી કરતાં વધી ગયો. શનિવારે બપોર સુધી ઇટાલીમાં મૃતકોની સંખ્યા 19,468 થઈ ગઈ
હતી. જ્યારે અમેરિકામાંથી 20 હજાર કરતાં વધુ મૃત્યુના સમાચાર હતા.
બ્રિટનમાં મૃતકોનો આંક દસ હજાર નજીક
બ્રિટનમાં 24 કલાકમાં 917 લોકોનાં મૃત્યુ થયાં અને આ સાથે જ બ્રિટનમાં કુલ મૃતકાંક
9,875 થઈ ગયો.
સ્પેનમાં મૃત્યુના આંકમાં ઘટાડો
સ્પેનમાં ગત 24
કલાકમાં 510 લોકોનાં મૃત્યુ થયાં. ગત ત્રણ સપ્તાહમાં અહીં થયેલાં મૃત્યુની આ સૌથી
ઓછી સંખ્યા છે.
ફ્રાન્સ અને
ઇટાલીમાં મૃતકોની સંખ્યામાં વધારો નોંધાયો છે. જોકે, આઈસીયુમાં જનારા દરદીની સંખ્યા
ઘટી છે.
ભારતમાં લૉકડાઉન
લંબાવાશે?
શુક્રવારે વડા પ્રધાન
નરેન્દ્ર મોદીએ તમામ રાજ્યોનાં મુખ્ય મંત્રીઓ સાથે એક મહત્ત્વની બેઠક કરી. જેમાં
લૉકડાઉનને લઈને ચર્ચા કરવામાં આવી. બેઠક દરમિયાન કેટલાંય રાજ્યોના મુખ્ય મંત્રીઓએ
લૉકડાઉનને આગળ વધારવાની વાત કરી.
ભારતમાં અત્યાર
સુધી 7,529લોકોને કોરોના વાઇરસનો ચેપ લાગ્યો છે. જ્યારે 242
લોકોનાં મૃત્યુ થયાં છે. દેશમાં કુલ 652 લોકો સાજા પણ થયા છે.