બીબીસી ગુજરાતીના તમામ વાચકો અને દર્શકોને નમસ્કાર.
ભારતમાં આજનો દિવસ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યોના મુખ્ય મંત્રી વચ્ચેની લૉકડાઉન લંબાવવાની બેઠકને લઈને અસમંજસભર્યો રહ્યો.
જોકે, દિવસને અંતે મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ અને તેલંગણાએ લૉકડાઉન લંબાવવાની જાહેરાત કરી દીધી છે. હવે આ મામલો રાજ્યો પર જ છોડવામાં આવે છે કે કેન્દ્ર સરકાર કોઈ આદેશ કરશે એ આગામી એક-બે દિવસમાં સમજાશે.
દુનિયાની વાત કરીએ તો દિવસ અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 2000થી વધારે મૃત્યુનો દુખદ દિવસ રહ્યો છે. યુકેમાં ડૉકટરોની સંસાધનોની અછતની સમસ્યા વચ્ચે 917 લોકોનાં મૃત્યુ થયા. ગૃહ સેક્રેટરી પ્રીતિ પટેલે પત્રકારપરિષદમાં આકરા સવાલોનો સામનો કર્યો તેમણે વડા પ્રધાન બોરિસ જોન્સન સાજા થઈ રહ્યા હોવાની માહિતી પણ આપી અને કહ્યું કે તમામ નિર્ણયો વૈજ્ઞાનિક અભિગમથી લેવાઈ રહ્યાં છે.
આ સાથે ગુજરાતમાં ફસાયેલા યુકેના નાગરિકો માટે 3 વિમાનો અમદાવાદથી ઉડશે એ સમાચાર પણ આવ્યા અને ભારત કોરોના વાઇરસની મહામારી સામે ઝૂઝી રહેલા કુવૈતને સહાય માટે ડૉકટરોની ટીમ મોકલી રહ્યું છે પણ પડોશી દેશમાં મહત્ત્વનું બન્યું.
ભારતમાં ભરપૂર ખનીજસંપદા ધરાવતા આદિવાસી વિસ્તારોમાં મહામારી સમયે કેવી સ્થિતિ છે એનો એક અહેવાલ પણ આજે અમે પ્રકાશિત કર્યો.
ગુજરાતમાં મહામારી વચ્ચે કૌટુંબિક હિંસા વધી રહી છે તે સમાચાર પણ આવ્યા અને માસ્ક અને દવાની નવી ડિપ્લોમસી દુનિયાની રાજનીતિ પર કેવો પ્રભાવ કરશે તેની તરફ પણ નજર નાખી.
આજની જેમ જ આવતી કાલે લૅટેસ્ટ અપડેટ સાથે ફરી મળીશું. શુભ રાત્રિ.