ભારતમાં છેલ્લાં 24 કલાકમાં 40 લોકોનાં મૃત્યુ, 1035 નવા કેસ
સમાચાર સંસ્થા એએનઆઈ આરોગ્ય અને પરિવાર-કલ્યાણ મંત્રાયલયને ટાંકીને લખે છે કે ભારતમાં છેલ્લાં 24 કલાકમાં 40 લોકોનાં મૃત્યુ થયાં છે અને 1035 નવા પૉઝિટિવ કેસ નોંધાયા છે.
ભારતમાં કુલ પૉઝિટિવ કેસની સંખ્યા 7447એ પહોંચી છે.
હાલ ઍક્ટિવ કેસની સંખ્યા 6565 છે. જ્યારે 239 લોકોનાં મૃત્યુ થયાં છે.
ભારતમાં હાલ સુધીમાં 643 લોકો સાજા થયા છે અથવા તેમને રજા અપાઈ છે.