You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

કોરોના વાઇરસ : વિશ્વમાં 16 લાખથી વધારે પૉઝિટિવ કેસ, એક લાખથી વધારે મૃત્યુ

દુનિયામાં કોરોના વાઇરસના સંક્રમણના કેસોની સંખ્યા 16 લાખની નજીક.

લાઇવ કવરેજ

  1. દક્ષિણ કોરિયામાં મહામારી વચ્ચે મતદાન

    દક્ષિણ કોરિયામાં કોરોના મહામારી છતાં લોકો પોતાના લોકતંત્ર માટે પોતાની જવાબદારીથી છટકતા નથી.

    આગામી અઠવાડિયે બુધવારે અહીં સંસદીય ચૂંટણી થવાની છે. પણ તેના બે દિવસ પહેલાં જ વોટિંગ કરાઈ રહ્યું છે અને એટલે મોટી સંખ્યામાં મતદારો બહાર નીકળી રહ્યા છે.

    જોકે બધા મતદારોનું તાપમાન માપવામાં આવે છે અને તેમને માસ્ક પહેરવાનું કહેવાઈ રહ્યું છે.

    દક્ષિણ કોરિયામાં શુક્રવારે નવા 27 કેસની પુષ્ટિ થઈ છે, બાદમાં અહીં પૉઝિટિવ કેસની સંખ્યા વધીને 10,450 થઈ ગઈ છે.

    જોકે સંકટનું કેન્દ્રબિંદુ ગણાતા દાણ્ગુ શહેરમાં પહેલી વાર કોઈ નવા કેસની ખબર આવી નથી.

  2. લૉકડાઉનમાં ફસાયેલા દીકરાને 1400 કિલોમિટર દૂરથી માતા પરત લાવ્યાં

    ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર તેલંગણાના નિઝામાબાદના એક મહિલાએ સ્કૂટી પર 1400 કિલોમિટરની મુસાફરી કરી અને એ પણ લૉકડાઉનમાં ફસાયેલા પોતાને દીકરાને પરત લાવવા માટે.

    રઝિયા બેગમનો દીકરો મોહમ્મદ નિઝામુદ્દીન હૈદરાબાદની નારાયણ મેડિકલ કૉલેજમાંથી અભ્યાસ કરે છે.

    તે 12મી માર્ચે પોતાના મિત્રને ત્યાં નેલ્લોર ગયો હતો. તેની પરત આવવાની ટિકિટ 23 માર્ચની હતી. પરંતુ લૉકડાઉનના કારણે ટ્રેન રદ્દ થતાં તે પરત ફરી નહોતો શક્યો.

    શાળામાં હેડમાસ્તર તરીકે નોકરી કરતાં રઝિયા બેગમ કહે છે, "નેલ્લોર એક ચેપગ્રસ્ત વિસ્તાર છે. જેના કારણે મને મારા દીકરાની ચિંતા હતી. જો તે ઘરે હોય તો હું તેની પર નજર રાખી શકું."

    સ્કૂટી પર જવાના વિચાર અંગે તેઓ કહે છે, "જો ગાડી કે બીજું વાહન લઈને જાત તો પોલીસ રોકી દેત, જ્યારે સ્કૂટી પર તો હું પોલીસને વિનંતી પણ કરી શકું કે મને જવા દો."

  3. મોદીએ એવું તે શું કર્યું કે ટ્રમ્પ વખાણ કરવા લાગ્યા?

    અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હવે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં વખાણ કર્યાં છે.

    ટ્રમ્પે પોતાની કોરોના વાઇરસ પરની નિયમિત પત્રકાર પરિષદમાં કહ્યું કે અમે જે ચીજ માટે તેમને અનુરોધ કર્યો હતો તેને મંજૂરી આપવા માટે હું ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરવા માગુ છું અને તેઓ ખૂબ સારા છે.

    અમે તેને યાદ રાખીશું. અહીં ક્લિક કરી જુઓ વીડિયો

  4. કોરોના વાઇરસ : બચવા માટે હાથ ધોવાની યોગ્ય રીત કઈ?

    કોરોના વાઇરસ સામે બચાવ માટે હાથ ધોવાની ખાસ ભલામણ કરાય છે અને હાથ મોં, આખ, નાકને ન અડે તેનું ધ્યાન રાખવાનું કહેવામાં આવે છે ત્યારે જાણો હાથ ધોવાની સાચી રીત વિશે આ વીડિયોમાં.

  5. મુંબઈમાં લૉકડાઉનનો ભંગ : અમીર પરિવારના લોકોને મહાબળેશ્વરના ફાર્મ હાઉસમાં જવા પાસ અપાયા

    મહારાષ્ટ્રમાં લૉકડાઉન દરમિયાન ડીએચએફએલના પ્રમોટર વાધવાન પરિવાર અને તેમનાં કેટલાંક કર્મચારીઓની બુધવારે મહાબળેશ્વર પહોંચ્યાં હતાં.

    ત્યારબાદ સ્થાનિક તંત્રને જાણ થતાં તેમણે તેમની સામે કાર્યવાહી કરી હતી.

    લૉકડાઉન દરમિયાન પ્રવાસ કરવા માટે પોલીસની પરવાનગી લેવાની હોય છે. તેમની પાસે પરવાનગી આવી ક્યાંથી તેની તપાસ કરાઈ હતી.

    તપાસમાં બહાર આવ્યું કે મહારાષ્ટ્રના સ્પેશિયલ સેક્રેટરી અમિતાભ ગુપ્તાએ વાધવાન પરિવાર અને તેમની ગાડીઓને હરવા-ફરવા માટે પાસ આપ્યા હતા.

    અમિતાભ ગુપ્તાના આ પત્રમાં લખવામાં આવ્યું હતું અને સહી કરવામાં આવી હતી કે તે આ લોકોને જાણે છે અને આ તેમના પારિવારિક મિત્રો છે.

    જેમાં આ તમામ 23 લોકોની નામ અને તેમની મુસાફરીની પણ વિગતો હતી. ત્યારબાદ તેમની સામે તપાસ શરૂ કરવામાં આવી હતી.

    સમાચાર સંસ્થા એ.એન.આઈ. મહારાષ્ટ્રના ગૃહ મંત્રી અનિલ દેશમુખને ટાંકીને લખે છે કે મહારાષ્ટ્રના પ્રિન્સિપલ સેક્રેટરી (સ્પેશિયલ) અમિતાભ ગુપ્તાને તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી તાત્કાલિક રજા પર ઉતારી દેવામાં આવ્યા છે.

  6. બ્રેકિંગ, કોરોના વાઇરસના 100 દિવસ : પ્રતિમિનિટે એક મૃત્યુ અને 667 લોકોને સંક્રમણ

    આજથી લગભગ 100 દિવસ અગાઉ દુનિયાને નવા કોરોના વાઇરસ વિશે જાણ થઈ હતી જેને અત્યારે નોવલ કોરોના વાઇરસ તરીકે ઓળખવામાં આવે છે.

    તેની શરૂઆત ચીનથી થઈ અને 100 દિવસમાં તો જાણે કે દુનિયાની સ્થિતિ ઘણી બદલાઈ ગઈ.

    આ 100 દિવસમાં દુનિયામાં આ વાઇરસને કારણે 95 હજાર લોકોનાં મૃત્યુ થયા છે. મહામારી દિવસે દિવસ વકરતી જઈ રહી છે ત્યારે જાણો આ 100 દિવસની મહત્ત્વની ઘટનાઓ અને તેનું આકલન

  7. બ્રેકિંગ, બ્રિટન ભારતમાં ફસાયેલાં પોતાના નાગરિકોને બહાર કાઢશે

    બ્રિટનના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે કોરોના વાઇરસ મહામારી સામે લડવા માટે લેવામાં આવેલાં લૉકડાઉનના કારણે ભારતમાં ફસાયેલા બ્રિટનના નાગરિકોને તે મદદ કરશે અને તેમને પરત લઈ જશે.

    વિદેશ મંત્રાયલયે કહ્યું કે પોતાના 3000થી વધારે નાગરિકોને પરત લાવવા માટે તે 12 વિશેષ ફ્લાઇટ્સની વ્યવસ્થા કરાશે. .

    હાલ સુધી સાત વિશેષ ફ્લાઇટ દ્વારા કેટલાંક લોકોને પરત મોકલી દેવામાં આવ્યા છે.

    વિદેશ મંત્રાલયના દક્ષિણ એશિયા અને કૉમનવેલ્થ દેશના મામલાના મંત્રી લૉર્ડ તારિક અહેમદે કહ્યું, "આ એક જટિલ કામ છે અને આના માટે ભારત સરકારની સાથે મળીને કામ કરવું પડશે ભારતમાં જે લોકો ફસાયેલાં છે તેમને સુરક્ષિત એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડી શકાય."

  8. દિલ્હીમાં શરૂ થઈ ડોર-ટૂ-ડોર તપાસ

    રાજધાની દિલ્હીના આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યું કે દિલ્હીમાં હાલ સુધી 720 લોકો કોરોના વાઇરસથી સંક્રમિત મળ્યા છે, જેમાં 22 લોકોને આઈસીયુમાં રાખવામાં આવ્યા છે.

    આરોગ્ય મંત્રીનું કહેવું છે કે 7 લોકોની સ્થિતિ ગંભીર હોવાના કારણે તેમને વૅન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે.

    જ્યારે દિલ્હીના કેટલાંક વિસ્તારોમાં હૉટસ્પૉટ જાહેર કરીને સીલ કર્યા પછી આરોગ્ય અધિકારીઓ પ્રત્યેક ઘરમાં જઈને લોકોની તપાસ કરી રહ્યા છે.

    જ્યારે નિઝામુદ્દીન વિસ્તારમાં હાલ સુધી 6000 ઘરોમાં સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે.

  9. અમેરિકામાં શ્યામવર્ણનાં લોકોને કોરોનાનો વધારે ચેપ લાગે છે?

    કોરોના વાઇરસ અમેરિકા માટે જાણે કેર બનીને આવ્યો છે.

    અહીં લાખો લોકો સંક્રમિત છે તથા હજારો લોકોનાં મૃત્યુ થયા છે.

    અમેરિકામાં એક અભ્યાસ મુજબ આ વાઇરસ શ્યામવર્ણના લોકોને વધારે ઘાતક સાબિત થઈ રહ્યો છે.

    સંક્રમિતોમાં શ્યામવર્ણના લોકોની સંખ્યા કેમ વધી રહી છે. જુઓ વીડિયો અહીં

  10. બ્રેકિંગ, ગુજરાતમાં 46 નવા કેસ, મરણાંક 19 થયો

    શુક્રવારે સવાર સુધી ગુજરાતમાં કોરોના વાઇરસથી સંક્રમિત 46 નવા પૉઝિટિવ કેસ સામે આવ્યા છે અને 2 લોકોનાં મૃત્યુ થયા છે.

    ગુજરાતના આરોગ્યવિભાગના સચિવ જયંતિ રવિએ આ વિગતો આપી છે.

    આ સાથે ગુજરાતમાં કુલ પૉઝિટિવ કેસની સંખ્યા 308એ પહોંચી છે અને કુલ 19 લોકોનાં મૃત્યુ થયા છે, જ્યારે 30 લોકોને રજા આપી દેવાઈ છે.

    મૃત્યુ પામેલી બે વ્યક્તિમાંથી એક વ્યક્તિ અમદાવાદની અને બીજી વ્યક્તિ ગાંધીનગરની છે.

    ગુજરાતમાં આજે નોંધાયેલાં નવા 46માંથી 11 કેસ અમદાવાદના છે.ઉલ્લેખનીય છે કે ગુરૂવારે અમદાવાદમાં 50 નવા કેસ સામે આવ્યા હતા.

    અમદાવાદમાં પૉઝિટિવ કેસની સંખ્યા 153એ પહોંચી છે અને વડોદરામાં 39એ પહોંચી છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 6738 લોકોના ટેસ્ટ કરાયા છે.

  11. 'અમારી પાસે ખાવા-પીવા-રહેવાની સગવડતા નથી' અમેરિકામાં ભણતાં ગુજરાતીઓની વ્યથા

    અમેરિકામાં કોરોનાના કેર વચ્ચે ગુજરાતી વિદ્યાર્થીઓ ફસાયેલા છે.

    તેઓ ખાવા-પીવાની સાથે સાથે રહેવામાં પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

    અમેરિકાથી ભારત પરત ફરવા સંઘર્ષ કરી રહ્યા છે ભારતના અનેક વિદ્યાર્થોઓએ મદદ માટે ભારત સરકારને અપીલ કરી છે. જુઓ વીડિયો

  12. કોરોના વાઇરસ વિશેની એ માહિતી જે તમે જાણવા માગો છો

    • ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટેઅહીં ક્લિક કરો
    • કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો?જાણવા માટે અહીં ક્લિક કરો
    • કોરોના વાઇરસ : કોવિડ-19 વિશે આપણે હજુ પણ શું-શું જાણતા નથી?જાણવા માટે અહીં ક્લિક કરો
    • ગુજરાત કોરોના સામે લડવા માટે કેટલું તૈયાર છે?જાણવા માટે અહીં ક્લિક કરો
    • કોરોનાથી બચવા માટે હાથ ધોવાની યોગ્ય રીત કઈ?જાણવા માટે અહીં ક્લિક કરો
    • કોરોના વાઇરસની શરૂઆતથી લઈને સારવાર સુધીની તમામ માહિતીજાણવા માટે અહીં ક્લિક કરો
    • કયા પ્રાણીને કારણે કોરોના ફેલાયો?જાણવા માટે અહીં ક્લિક કરો
    • કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે?જાણવા માટે અહીં ક્લિક કરો
    • ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે?જાણવા માટે અહીં ક્લિક કરો
    • 98 વર્ષ અગાઉ ભારતમાં દોઢ કરોડોનો ભોગ લેનારી એ મહામારી વિશેજાણવા માટે અહીં ક્લિક કરો
    • ઇમ્યુન સિસ્ટમની જટિલ દુનિયા કેટલી તમારા હાથમાં?જાણવા માટે અહીં ક્લિક કરો
  13. બ્રેકિંગ, ભારતમાં કોરોના વાઇરસથી 199 લોકોનાં મૃત્યુ

    આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલાં તાજા આંકડા પ્રમાણે ભારતમાં કોરોના વાઇરસના કારણે ગુરુવાર રાત પછી હાલ સુધીમાં બીજા 30 લોકોનાં મૃત્યુ થયા છે.

    આમ કોરોના વાઇરસના કારણે કુલ મૃતકની સંખ્યા 199 થઈ ગઈ છે.

    કોરોના વાઇરસથી સંક્રમિત લોકોની સંખ્યા હાલ સુધી 6412 પહોંચી છે, જ્યારે 504 લોકો સ્વસ્થ થઈ ગયા છે.

    ભારતમાં કોરોનાના સૌથી વધારે કેસ મહારાષ્ટ્ર, તામિલનાડુ અને દિલ્હીમાં આવ્યા છે.

    મહારાષ્ટ્રમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યા 1364 છે જ્યારે તામિલનાડુમાં સંક્રમિતોની સંખ્યા 834 અને દિલ્હીમાં સંક્રમિતોની સંખ્યા 720 છે.

    કોરોનાના કારણે દેશમાં સૌથી વધારે મૃત્યુ મહારાષ્ટ્રમાં થયા છે. મહારાષ્ટ્રમાં 97 લોકોનાં મૃત્યુ કોરોના વાઇરસથી થયો છે.

  14. વડોદરામાં 21 નવા કોરોના વાઇરસના પૉઝિટિવ કેસ નોંધાયા

    સમાચાર સંસ્થા એએનઆઈના અહેવાલ અનુસાર વડોદરામાં 21 નવા કોરોના વાઇરસના પૉઝિટિવ કેસ નોંધાયા છે.

    જેના કારણે વડોદરા શહેરમાં કુલ નોંધાયેલાં કેસની સંખ્યા 39એ પહોંચી ગઈ છે.

  15. હરિયાણામાં લોકોએ સફાઈ કર્મચારીઓ પર વરસાવ્યા ફૂલો

    હરિયાણાના અંબાલામાં લોકોએ સફાઈકર્મીઓનું હાર પહેરાવીને અને તેમના પર ફૂલો વરસાવીને સ્વાગત કર્યું હતું.

  16. બ્રેકિંગ, દુનિયામાં મરણાંક એક લાખ નજીક, ભારતમાં 6000 લોકો સંક્રમિત

    દુનિયામાં મરણાંક એક લાખ નજીક, ભારતમાં 6000 લોકો સંક્રમિત

    દુનિયામાં કોરોના વાઇરસ દરદીઓની સંખ્યા 16 લાખની નજીક પહોંચી ગઈ છે અને મૃતકોની સંખ્યા 95 હજારને પાર થઈ ગઈ છે.

    ચીનમાં ફરીથી કોરોના વાઇરસ સંક્રમણના 42 નવા કેસ સામે આવ્યા છે. આ 42 પૈકી 38 લોકો બહારથી આવેલા લોકો છે.

    બ્રિટન

    બ્રિટનમાં કોરોના વાઇરસના સંક્રમણને કારણે 7993 લોકોનાં મૃત્યુ થયા છે અને કુલ 65 હજારથી વધારે સંક્રમણના કેસો છે.

    ભારત

    ભારતમાં અત્યાર સુધી કોરોના વાઇરસના સંક્રમણના 5865 કેસો સામે આવ્યા છે અને 169 લોકોએ જીવ ગુમાવ્યો છે. ભારતમાં અત્યાર સુધી 478 લોકો સારવાર પછી ઠીક થઈ ગયા છે.

    અમેરિકા

    અમેરિકા હાલ સૌથી વધારે પ્રભાવિત છે. અમેરિકામાં લગભગ પોણા પાંચ લાખ લોકો સંક્રમિત છે અને સાડા સોળ હજારથી વધારે લોકોનાં મૃત્યુ થયા છે.

    સ્પેન

    સ્પેનમાં દોઢ લાખથી વધારે પૉઝિટિવ કેસ જોવા મળ્યા છે અને 15,447 લોકોનાં મૃત્યુ થયા છે.

    ઇટાલી

    ઇટાલીની હાલત એક સમયે સૌથી વધારે ખરાબ હતી. ઇટાલીમાં અત્યાર સુધી 18,279 લોકોનાં મૃત્યુ થયા છે અને સંક્રમણના દોઢ લાખ કેસો સામે આવ્યા છે.

    પાકિસ્તાન

    પાકિસ્તાનમાં કોરોના વાઇરસના સંક્રમણના 4489 કેસો સામે આવ્યા છે અને 65 લોકોનાં મૃત્યુ થયા છે.

  17. ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ પીએમ મોદીને કહ્યું - આભાર

    ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ઇઝરાયલને હાઇડ્રોક્સીક્લોરોક્વિન આપવા બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો છે.

    તેમણે ઇઝરાયલના તમામ નાગરિકો તરફથી આભાર માન્યો છે.

    લાંબા સમયથી હાઇડ્રોક્સીક્લોરોક્વિનનો ઉપયોગ મેલેરિયાના તાવને ઓછો કરવા થાય છે અને આશા છે કે આ કોરોના વાઇરસને રોકવામાં પણ સક્ષમ છે.

  18. અમેરિકામાં દરરોજ થાય છે એક લાખ લોકોનું ટેસ્ટિંગ

    અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આજે પત્રકારપરિષદમાં કહ્યું કે દવા બનાવનારી કંપની ફાઇઝરે એક આશાવાદી ઉપચાર શોધ્યો છે જે કોરોના વાઇરસને પુનરાવર્તિત થવાથી રોકી શકે છે.

    આ ઉપચાર માટે ક્લિનિકલ ટ્રાયલ પણ જલ્દી જ શરૂ થઈ જશે.

    પત્રકારપરિષદમાં હાજર અમેરિકાના ઉપ રાષ્ટ્રપ્રમુખ માઇક પેન્સે કહ્યું કે અમેરિકામાં દરરોજ એક લાખ લોકોનો ટેસ્ટ થઈ રહ્યો છે અને વહીવટીતંત્ર સતત આના પ્રયાસમાં લાગ્યું છે કે ટેસ્ટિંગની સંખ્યા વધારવામાં આવે.

    તેમણે યૂએસએનએસ કંફર્ટ(શિપ હૉસ્પિટલ) વિશે પણ જાણકારી આપી અને કહ્યું કે શિપના કારણે હૉસ્પિટલ પરથી બોજ ઘટયો છે.

    વ્હાઇટ હાઉસના કોરોના વાઇરસ ટાસ્ક ફોર્સના ડૉ. એન્થની ફાઉચીએ કહ્યું કે અમેરિકામાં ભલે મૃતકોની સંખ્યા સતત વધી રહી હોય પરંતુ આ વાતનું પણ પ્રમાણ છે કે સોશિયલ ડિસ્ટન્સિંગ જેવા પ્રતિબંધથી અમેરિકામાં અસર જરૂર થઈ છે.

  19. ચીનની એ હાઇટૅક સિસ્ટમની કહાણી જે કોરોનાના દર્દીઓ પર જાપ્તો રાખે છે

    કોરોના વાઇરસનો કેર ચીનથી શરૂ થયો હતો અને હવે તે દુનિયામાં ફેલાઈ ચૂક્યો છે.

    જોકે, હાલ સ્થિતિ એવી છે કે અમેરિકા, ઇટાલી અને સ્પૅન કરતા પણ ચીનમાં કેસો ઓછા છે.

    રૉબોટ્સ હોસ્પિટલમાં ખાવાનું પહોંચાડે છે, ફેસિયલ રિકૉગ્નિજેંસ કેમૅરા લોકોનું તાપમાન માપે છે અને ડ્રોન સુનિશ્ચિત કરે છે લૉકડાઉન અને ક્વોરન્ટિનનું પાલન. પરંતુ એ ટૅકનૉલૉજી જે આપણે જોઈ નથી એનું શું?

    ભીડ પર જાપ્તો રાખવાનું નેટવર્ક બનાવવામાં ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીને દાયકાઓ લાગ્યા છે અને નાગરિક અધિકારો પર તરાપને લઈને સમગ્ર વિશ્વમાં તેમની ટીકા થતી રહી છે.

    પરંતુ હવે જેમ જેમ કોવિડ-19નો વ્યાપ વધ્યો છે તેમ તેમ અન્ય દેશો પણ ચીનના આ મૉડેલમાં જવાબ શોધી રહ્યા છે. રાષ્ટ્રીય ઓળખ પત્ર સાથે સંકળાયેલી ચીનની આ ડેટા સર્વિલિયન્સ સિસ્ટમ કેવી રીતે કામ કરે છે તે જાણવા જુવો આ વીડિયો.