ગુજરાતનાં આરોગ્ય સચિવ જયંતી રવિએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે ગુજરાતમાં આજે સવારે 10 વાગ્યાથી વધુ 21 કેસ નોંધાયા છે.
તેઓએ માહિતી આપી કે કુલ 262 કેસમાંથી 215 કેસ ઍક્ટિવ, 212 પેશન્ટ સામાન્ય સ્થિતિમાં, ત્રણ દરદી વૅન્ટિલેટર પર છે.
"24 કલાક દરમિયાન 1975 ટેસ્ટ થયા, 17 હજાર ટેસ્ટિંગ કિટ્સ ઉપલબ્ધ, કોરોના કેસની સંખ્યામાં થયેલો ઉછાળો ચિંતાજનક નહીં, પરંતુ અપેક્ષિત હતો."
"મહાનગર તથા જિલ્લાસ્તરે કોવિડ હૉસ્પિટલ્સ સાધન તથા સંશાધનની દૃષ્ટિએ સજ્જ, શુક્રવારે દરેક જિલ્લામાં આઈ.એમ.એ.ના તબીબો તથા જિલ્લા કલેક્ટરની
સંકલન સમિતિની બેઠક મળશે."
તેમણે કહ્યું, "હૉટસ્પૉટમાં સઘન તપાસ હાથ ધરી હોવાથી આગામી બે-ચાર દિવસમાં કેસોમાં ઉછાળો નોંધાય તેવી શક્યતા છે."
જોકે તેઓ હાલમાં સ્થિતિ નિયત્રંણમાં હોવાનો દાવો કર્યો હતો.
તેમણે કહ્યું કે હૉટસ્પૉટ્સમાં આવતી આરોગ્ય ટીમોને જનતા સહકાર આપે.