સાતત્યપૂર્ણ રીતે અસાતત્ય
- લેેખક, Mahela Jayawardene
- પદ, Former Sri Lanka batsman on TMS
You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારતની શ્રીલંકા સામે વર્લ્ડ કપની આ અંતિમ લીગ મૅચ છે. ભારતે આ પહેલાં જ સેમિફાઇનલમાં સ્થાન નક્કી કરી લીધું છે.
શ્રીલંકાએ હાલમાં 5 વિકેટના નુકસાને 200 રનનો સ્કોર પાર કર્યો છે. જેમાં એન્જેલો મેથ્યૂઝે પોતાની દમદાર બેટિંગના જોરે સદી ફટકારી.
હાલમાં 45 ઓવર થઈ ચૂકી છે અને 300 રનને પાર સ્કોર જવાની આશંકા વર્તાઈ રહી છે.
એંજેલો મેથ્યૂઝ બાદ 53 રન પર લાહિરુ તિરિમનેની વિકેટ પડી.
ભારતીય બૉલર કુલદીપ યાદવના બૉલ પર તેઓ રવીન્દ્ર જાડેજાને કૅચ આપી બેઠા.
હેડિંગ્લે સ્ટેડિયમ બહાર ભારતીય પ્રશંસકો ઊજવણી કરતાં જોવાં મળ્યાં.
લીડ્સ મેદાન ખાતે ભારત અને શ્રીલંકાની મૅચ જોવા આવેલા ભારતીય દર્શકો ઉત્સાહમાં જોવા મળ્યા.
ઢોલ સાથે મૅચ જોવા પહોંચેલા દર્શકો મૅચની મજા માણી રહ્યા છે.
શ્રીલંકાએ 26 ઓવરમાં ચાર વિકેટના નુકસાન બાદ 111 રન બનાવ્યા છે.
લીડ્સના હેડિંગ્લે ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી મૅચની ટિકિટ ના મળતા ખેલપ્રેમીઓમાં નિરાશા છવાઈ ગઈ. લીડ્સ ખાતે બીબીસી સંવાદદાતા નીતિન શ્રીવાસ્તવ દ્વારા અપડેટ.
ભારતીય બૉલર હાર્દિક પંડ્યાએ તેમની પ્રથમ ઓવરમાં જ વિકેટ ઝડપી હતી.
અશ્વિકા ફર્નાંડો 20 રન બનાવીની આઉટ થયા. હાર્દિકના બૉલ પર તેઓ ધોનીને કૅચ આપી બેઠા.
12 ઓવરમાં શ્રીલંકાનો 55 રન પર ચાર વિકેટનો સ્કોર છે.
ભારતીય બૉલર રવીન્દ્ર જાડેજાએ શ્રીલંકાના બૅટ્સમૅનને આઉટ કરી સફળતા હાંસિલ કરી.
જાડેજાના બૉલ પર મેન્ડિસ આગળ વધીને રમવા ગયા ત્યારે ધોનીએ સ્ટમ્પિંગ કર્યું હતું.
આ પહેલાં બુમરાહે ભારતને બે સફળતા અપાવી હતી. હાલમાં શ્રીલંકાના કુલ 53 રન થયા છે.
બુમરાહે ભારતને પરેરાના રૂપમાં બીજી સફળતા અપાવી છે.
બુમરાહે પોતાની ચોથી ઓવરમાં કુસલ પરેરાની વિકેટ ઝડપી ભારતને બીજી સફળતા અપાવી હતી.
ધોનીએ વિકેટ પાછળ પરેરાનો કૅચ કર્યો હતો. પરેરા 18 રન બનાવીને આઉટ થયા હતા.
સ્ટેડિયમ ઉપર ઉપસ્થિત બીબીસી સંવાદદાતા નીતિન શ્રીવાસ્તવ જણાવે છે કે મૅચ દરમિયાન Justice for Kashmirના બૅનર સાથે એક વિમાન સ્ટેડિયમ ઉપરથી ઉડ્યું હતું, જેણે દર્શકોનું ધ્યાન ખેંચ્યું હતું.
ભૂવનેશ્વર કુમારની ઓવરમાં ભારતે એક તક ગુમાવી છે. હાર્દિક અને કુલદીપે પરેરાનો એક કૅચ છોડી દીધો હતો.
શ્રીલંકાના ઓપનર કરુણારત્ને 10 રન બનાવીને આઉટ થયા છે. બુમરાહે તેમને પોતાના બૉલનો શિકાર બનાવ્યા હતા.
આ સાથે જ ભારતને પ્રથમ સફળતા મળી છે. 17 રનના સ્કોર પર શ્રીલંકાને પ્રથમ ફટકો પડ્યો.
ઇંગ્લૅન્ડમાં રમાઈ રહેલા વર્લ્ડ કપમાં ગુજરાતી ક્રિકેટર રવીન્દ્ર જાડેજાનો પ્રથમ વખત પ્લેઇંગ ઇલેવનમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
આ પહેલાં તેઓ મેદાનમાં ફિલ્ડિંગ તરીકે આવ્યા હતા પરંતુ તેઓ ટીમનો ભાગ ન હતા.
ભારત અને શ્રીલંકા વચ્ચેની અંતિમ લીગ મૅચમાં શ્રીલંકાએ ટૉસ જીત્યો છે અને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
ભારતની ટીમમાં બે ફેરફાર કરવામાં આવ્યા છે જેમાં ચહલની જગ્યાએ કુલદીપ યાદવ અને મોહમ્મદ શમીની જગ્યાએ રવીન્દ્ર જાડેજાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
શ્રીલંકાના ઑફ સ્પિનર ધનંજય ડી સિલ્વાએ આ વર્લ્ડ કપમાં સારી ઇકૉનૉમીથી બૉલિંગ કરી છે.
તેમણે 4.70ની રેટથી બૉલિંગ કરી છે તે જોતાં મિડલ ઓવરમાં ધોનીને બેટિંગની તક મળે તો તેમના માટે પડકારજનક છે.
પરંતુ તેઓ ઝડપી બેટિંગ કરશે તો આગામી મૅચોમાં તેમના આત્મવિશ્વાસમાં ફરક પડી જશે.
ધોનીએ અત્યાર સુધીમાં સ્પિનર સામે ખાસ ઝડપી બેટિંગ કરી નથી.
તેઓ સાત મૅચમાં સ્પિનર સામે 81 બોલમાં 47 રન કરી શક્યા છે જે ધોનીની પ્રતિષ્ઠા કરતાં ઘણા ઓછા છે.
શ્રીલંકાના સુકાની કરુણારત્ને આ સંજોગોમાં ધોનીને અંકુશમાં રાખવા માટે તેના લેફ્ટ આર્મ સ્પિનર મિલિન્દા સિરિવર્દનેને અજમાવી શકે છે.
કૅપ્ટન કોહલી માટે ધોની સૌથી મોટા માર્ગદર્શક છે અને તે બેટિંગમાં ફૉર્મ મેળવી લે તો કોહલી આવતા રવિવારે રમાનારી ફાઇનલ માટે યોજના ઘડી શકે તેમ છે.
વિરાટ કોહલીની આગેવાની હેઠળ ભારતે વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે.
એટલે શનિવારે રમાનારી શ્રીલંકા સામેની મૅચ આમ તો તેના માટે ઔપચારિકતા જ છે તેમ છતાં ભારત પાસે તેના મિડલ ઑર્ડરની સમસ્યા દૂર કરવા માટે આ અંતિમ તક છે.
ભારત અને શ્રીલંકા વચ્ચે શનિવારે અહીંના હેડિંગ્લે ખાતે મૅચ રમાશે જે બપોરે 3.00 કલાકે શરૂ થશે.