You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

IND vs WI : ભારતની મોટી જીત, વેસ્ટ ઇન્ડીઝને 125 રને હરાવ્યું

શમી, હાર્દિક, બુમરાહ અને કુલદીપે વેસ્ટ ઇન્ડીઝના બૅટ્સમૅન્સની વિકેટો ખેરવી

લાઇવ કવરેજ

  1. ભારતની પ્રથમ વિકેટ પડી, રોહિત શર્મા આઉટ

    છઠ્ઠી ઓવરના છેલ્લા બૉલમાં રોહિત શર્મા આઉટ થયા છે તેવી વેસ્ટ ઇન્ડીઝના વિકેટકીપર દ્વારા કરવામાં આવેલી અપીલમાં અમ્પાયરે આઉટ આપ્યા નહીં.

    જે બાદ વેસ્ટ ઇન્ડીઝે રિવ્યૂ લીધો અને ડીઆરએસમાં (ડિસીઝન રિવ્યૂ સિસ્ટમમાં) જોતા રોહિતને આઉટ આપવામાં આવ્યા હતા. રોહિત શર્માએ 18 રન બનાવ્યા હતા.

  2. બ્રેકિંગ, રાહુલ-રોહિતની ધીમી શરૂઆત, 5 ઓવરમાં 17 રન

    કે. એલ. રાહુલ અને રોહિત શર્માએ ફરી એક વખત ધીમી શરૂઆત કરી છે. ભારતના હાલ 5 ઓવરમાં માત્ર 17 રન થયા છે.

  3. કોહલી vs ગેઇલ

    આઈપીએલમાં જેમના પર સૌની નજર હોય છે તે ક્રિસ ગેઇલ પર આ મૅચમાં પણ લોકોની નજર હશે. ઉપરાંત ભારતના સ્ટાર કપ્તાન વિરાટ કોહલી પર પણ લોકોની નજર મંડાયેલી રહેશે. વર્લ્ડ કપમાં કોહલીએ સાતત્યપૂર્ણ પ્રદર્શન કર્યું છે.

  4. ભારત અને વેસ્ડ ઇન્ડીઝ વચ્ચે મૅચ શરૂ

    ભારત તરફથી રોહિત શર્મા અને કે. એલ. રાહુલે ઇનિંગ્ઝની શરૂઆત કરી છે. બંને ઓપનરોએ પાકિસ્તાન સામે સારું પ્રદર્શન કર્યું હતું. જોકે, અફઘાનિસ્તાન સામે સારું પ્રદર્શન કરી શક્યા ન હતા. ધવન ઇજાગ્રસ્ત થતાં તેની જગ્યાએ કે. એલ. રાહુલને સામેલ કરવામાં આવ્યા છે.

  5. વેસ્ટ ઇન્ડીઝની ટીમમાં ફેરફાર

    ભારતે તેની ટીમમાં કોઈ ફેરફાર કર્યા નથી, પરંતુ વેસ્ટ ઇન્ડીઝે તેની ટીમમાં બે પરિવર્તન કર્યાં છે, જેમાં એશ્લી નર્સ અને એવિન લુઈસને બદલે સુનિલ અંબરિસ અને ફેબિયન એલેનને સામેલ કરવામાં આવ્યા છે.

  6. વેસ્ટ ઇન્ડીઝની ટીમ

    ક્રિસ ગેઇલ, સુનીલ અંબરિસ, શાઈ હોપ, નિકોલસ પૂરન, શિમ્રોન હેટમાયર, જેસન હોલ્ડર, કાર્લોસ બ્રેથવેટ, ફેબિયન એલન, કેમાર રોચ, શેલ્ડન કૉટ્રેલ, ઓશેન થૉમસ.

  7. આજના મૅચમાં ભારતની ટીમ

    કે. એલ. રાહુલ, રોહિત શર્મા, વિરાટ કોહલી, વિજય શંકર, મહેન્દ્રસિંહ ધોની, કેદાર જાધવ, હાર્દિક પંડ્યા, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, યુજવેન્દ્ર ચહલ.

  8. ભારતે ટૉસ જીત્યો

    ભારતીય ટીમના કૅપ્ટન વિરાટ કોહલીએ ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

  9. કેવું રહેશે હવામાન?

    પાકિસ્તાન સામેની મૅચની જેમ જ વેસ્ટ ઇન્ડીઝ સામેની ભારતની મૅચમાં પણ વરસાદનું વિઘ્ન નડે તેવી શક્યતા હોવાને પગલે લોકોમાં આ બાબતે ઉત્સુકતા જોવા મળી હતી, જે ગૂગલ ટ્રૅન્ડ્માં પણ જોવા મળી હતી.

  10. ભારત કે વિન્ડીઝ કોણ ચડિયાતું?

  11. ધોની અને ભારતીય બૉલરો પર નજર

    ભારત માટે આ મૅચ અગાઉની મેચોમાં થયેલી કેટલીક ભૂલો સુધારવા અને બાકી રહેલી મૅચોની પૂર્વતૈયારી માટે અગત્યની

    છે. જેમાં ખાસ કરીને મહેન્દ્રસિંહ ધોની તેની બૅટિંગમાં કેવું વલણ અપનાવે છે તે જોવાનું રહેશે કેમ કે ધોનીનું વલણ અને મિડલ ઓર્ડર ભારતીય ટીમ મૅનેજમૅન્ટની ચિંતાનો વિષય છે.

    આ ઉપરાંત બૉલિંગમાં પણ કેટલાક સુધારાની જરૂર છે. અગાઉ અફઘાનિસ્તાન સામેની મૅચમાં એક તબક્કે ભારત જોખમમાં આવી ગયું હતું.

    જેનો અંત સારો તેનું બધું જ સારું એ રીતે જોઇએ તો અંતે ભારતે મૅચ જીતી લીધી હતી પરંતુ મોહમ્મદ શમીની હેટ્રિક કે જસપ્રિત બુમરાહની વેધક બૉલિંગને બાદ કરીએ તો ભારત પરાજયની નજીક પહોંચી ગયું હતું.

    ભારત આ પ્રકારની તક વેસ્ટ ઇન્ડીઝ કે અન્ય ટીમને આપી શકે નહીં. અફઘાનિસ્તાન તેના ઓછા અનુભવને કારણે એ મૅચ જીતી શક્યું ન હતું, પરંતુ તેને સ્થાને ઑસ્ટ્રેલિયા કે ઇંગ્લૅન્ડ-ન્યૂઝીલૅન્ડ જેવી ટીમ હોત તો ભારત માટે પરાજય નિશ્ચિત હતો.

    આ બાબતથી વિરાટ કોહલી અને રવિ શાસ્ત્રી સુપરિચિત છે.

    વેસ્ટ ઇન્ડીઝ સામે ભારત આ ખામીઓ દૂર કરવાનો પ્રયાસ કરશે કેમ કે કેરેબિયન્સને હવે કાંઈ ગુમાવવાનું નથી.

    વેસ્ટ ઇન્ડીઝ વિશે કોઈ અટકળ કરી શકાય તેમ નથી. તેઓ એક મૅચમાં સાવ સામાન્ય દેખાવ કરીને હારી જતા હોય છે તો બીજી મૅચમાં અત્યંત પ્રભાવશાળી દેખાવ કરીને હરીફને અચંબામાં મૂકી શકે છે.

    અફઘાનિસ્તાન સામે બીજા પાવરપ્લે દરમિયાન વિરાટ કોહલીએ કેટલીક ભૂલો કરી

  12. કપિલ વિ. વોલ્શ: બેસ્ટ બૉલર કોણ?

    1983માં ભારતના વિજયના નાયક અને 'હરિયાણા એક્સપ્રેસ'ને કપિલ દેવે ટેસ્ટ મૅચમાં સૌથી વધુ 434 વિકેટ લેવાનો કિર્તીમાન સ્થાપિત કર્યો હતો, જેને બાદમાં વિન્ડીઝના કર્ટની વોલ્શે તોડ્યો હતો.

  13. ભારત સેમિફાઇનલની આશા સાથે મેદાનમાં ઊતરશે

    આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019માં ભારતીય ટીમ વેસ્ટ ઇન્ડીઝ સામે સેમિફાઇનલમાં પોતાની જગ્યા પાકી કરવા માટે ઊતરશે.

    માનચૅસ્ટરમાં આવેલા ઑલ્ડ ટ્રેફૉર્ડ મેદાનમાં 2019ના ક્રિકેટ વર્લ્ડ કપનો આ 34મી મૅચ રમાવાની છે.

    વેસ્ટ ઇન્ડીઝ આ પહેલાં વર્લ્ડ કપમાં માત્ર એક જ મૅચ જીતી શક્યું છે અને ભારત તેણે રમેલા કુલ 5 મૅચમાંથી 4 મૅચ જીતી ચૂક્યું છે, જ્યારે એક મૅચ વરસાદને કારણે રદ થઈ હતી.

    ભારત હાલ પૉઇન્ટ ટેબલમાં 9 અંક સાથે ત્રીજા સ્થાને છે, જ્યારે વેસ્ટ ઇન્ડીઝ 3 પૉઇન્ટ સાથે 8મા સ્થાને છે.

    વેસ્ટ ઇન્ડિઝને હવે બાકી રહેલી તમામ મૅચ જીતવી ફરજિયાત છે, જ્યારે આગામી એકાદ-બે મેૅચમાં વિજય ભારતને સેમિફાઇનલમાં પહોંચાડી દેશે.

  14. ગ્રાઉન્ડ ઉપર ભારતનો સર્વોચ્ચ સ્કોર

      • લેેખક, Andy Zaltzman
      • પદ, Test Match Special statistician

    બીબીસીના ખેલ વિશેષજ્ઞ ઍન્ડી ઝેલ્ટ્સમૅનના જણાવ્યા પ્રમાણે, રવિવારે ભારતે ઑલ્ડ ટ્રેફૉર્ડ મેદાન ઉપર સર્વોચ્ચ સ્કોર ખડક્યો છે. અગાઉ ઇંગ્લૅન્ડે શ્રીલંકા સામે સાત વિકેટે 317 ખડક્યા હતા.

  15. બંને ટીમના સર્વોચ્ચ સ્કોરર

    ભારત તરફથી વીરેન્દ્ર સેહવાગે વિન્ડીઝ સામે સર્વોચ્ચ જુમલો નોંધાવ્યો છે. વર્ષ 2011માં તેમણે બેવડી સદી ફટકારી હતી.

  16. ભારત કે વિન્ડીઝ? તમને શું લાગે છે?

    BBC Gujaratiના ફેસબુક પેજ પર આપ અમને તમારો અભિપ્રાય જણાવો.

  17. વિન્ડીઝનું રાષ્ટ્રગીત અલગ કેમ?

    દરેક મૅચ ચાલુ થાય તે પહેલાં બંને દેશોનાં રાષ્ટ્રગીત વગાડવામાં આવે છે. જોકે, વેસ્ટ ઇન્ડિઝનું રાષ્ટ્રગીત અન્ય તમામથી અલગ છે, કારણ કે, તે કોઈ દેશ નહીં, પરંતુ દેશોનો સમૂહ છે.

    વિન્ડીઝના રાષ્ટ્રગીતની વિશેષતા વાંચવા માટે અહીં ક્લિક કરો.

  18. બૉલિંગ મુદ્દે કોની બોલબાલા

    ભારત તથા વિન્ડીઝ વચ્ચેની મૅચમાં બંને બાજુએ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનારા બૉલર્સની સિદ્ધી ઉપર એક નજર.

  19. શું છે Round Robin Format?

    વર્લ્ડ કપ 2019માં Round Robin Format લાગુ કરવામાં આવ્યું છે. ભારત અને વિન્ડીઝ વચ્ચેની હાઈ-વોલ્ટેજ મૅચ પૂર્વે જાણો શું છે આ ફૉર્મેટ

  20. અહીં પાક.ને આપ્યો હતો પરાજય

    2019ના વર્લ્ડ કપ દરમિયાન ભારતે માન્ચેસ્ટરના ટ્રેફૉર્ડ મેદાન ખાતે પાકિસ્તાનને 89 રને પરાજય આપ્યો હતો.વરસાદને કારણે મૅચ ખોરવાઈ હતી, જેનાં કારણે ડકવર્થ લૂઇસ પદ્ધતિથી ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો હતો.