You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

IND vs WI : ભારતની મોટી જીત, વેસ્ટ ઇન્ડીઝને 125 રને હરાવ્યું

શમી, હાર્દિક, બુમરાહ અને કુલદીપે વેસ્ટ ઇન્ડીઝના બૅટ્સમૅન્સની વિકેટો ખેરવી

લાઇવ કવરેજ

  1. 45 ઓવરના અંતે ભારતના 219 રન

    હાલ હાર્દિક પંડ્યા અને મહેન્દ્ર સિંહ ધોની ક્રીઝ પર છે અને સ્કોરને વધારવાની કોશિશ કરી રહ્યા છે. 45 ઓવરના અંતે ભારતના 219 રન થયા છે.

    ભારતના બૅટ્સમૅનો અપેક્ષા મુજબ પ્રદર્શન કરી શક્યા નથી. ભારત પાંચ વિકેટ ગુમાવી ચૂક્યું છે, જેમાં રોહિત શર્મા, વિજય શંકર અને કેદાર જાધવ સસ્તામાં આઉટ થઈ ગયા હતા.

  2. કોહલીનું આ વર્લ્ડ કપમાં સદીનું સપનું હજી અધૂરું

    વેસ્ટ ઇન્ડીઝ સામેની મૅચમાં કોહલી મિડ વિકેટ પર કૅચ આપી બેઠા અને 72 રન પર તેમની ઇનિંગનો અંત આવી ગયો.

    ત્રીજા નંબરે બૅટિંગ કરવા ઊતરતા કોહલી ઇંગ્લૅન્ડમાં ચાલી રહેલા આ વર્લ્ડ કપમાં કુલ 4 અડધી સદી કરી ફટકારી ચૂક્યા છે. જોકે, હજી સુધી તેઓ અડધી સદીને સદીમાં બદલી શક્યા નથી.

    આજના મૅચમાં વેસ્ટ ઇન્ડીઝના બૉલરોની વેધક બૉલિંગ સામે ભારતીય બૅટ્સમૅનો શરૂઆતથી જ લાંબી ઇંનિગ્ઝ રમી શક્યા નથી.

  3. વર્લ્ડ કપમાં કોહલીનું પર્ફૉર્મન્સ

  4. બ્રેકિંગ, વિરાટ કોહલી આઉટ, ભારતને પાંચમો ઝટકો

    ભારતીય ટીમના કપ્તાન વિરાટ કોહલી 72 રન બનાવીને આઉટ થઈ ગયા છે. ભારતીય કપ્તાનની વિકેટ વેસ્ટ ઇન્ડીઝના કપ્તાન જેસન હોલ્ડરે લીધી હતી. ભારત માટે આ સૌથી મોટો ઝટકો છે.

  5. ભારતને મિડલ ઑર્ડર માટેની ચિંતા

    ભારતના મિડલ ઑર્ડર બૅટ્સમૅન વર્લ્ડ કપમાં સારું પ્રદર્શન કરી શક્યા નથી. અફઘાનિસ્તાન સામે પણ ભારતે પ્રયોગો કર્યા હતા, જેમાં પણ નિષ્ફળ રહ્યું.

    આજે વેસ્ટ ઇન્ડીઝ સામે પણ 4 અને 5 નંબર પર આવેલા વિજય શંકર અને કેદાર જાધવ સસ્તામાં આઉટ થઈ ગયા હતા. જે બાદ સોશિયલ મીડિયામાં પણ આ અંગે યૂઝર્સ ચર્ચા કરી રહ્યા છે.

    ધવનની ઈજા બાદ કે. એલ. રાહુલને મિડલ ઑર્ડરમાંથી હટાવીને ઓપનિંગમાં મૂકવામાં આવ્યા હતા.

  6. એક બૉલમાં ધોનીને બે 'જીવનદાન'

    મહેન્દ્રસિંહ ધોની એક બૉલને રમવા જતા ક્રીઝ પર ઘણા આગળ નીકળી ગયા હતા, પરંતુ બૉલ અને બૅટ વચ્ચે ટક્કર થઈ ન હતી. બૉલ સીધો જ વિકેટકીપરના હાથમાં ગયો, જોકે, વેસ્ટ ઇન્ડીઝના વિકેટકીપર શાઈ હોપે બે વખત સ્ટમ્પિંગ કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેમના હાથમાં બૉલ છૂટી ગયો હતો.

  7. ભારતના 150 રન પૂરા, ચાર બૅટ્સમૅન પેવેલિયન ભેગા

    ભારતે વેસ્ટ ઇન્ડીઝ સામે પોતાના 150 રન પૂરા કરી લીધા છે. ભારતે ટૉસ જીતીને પહેલાં બૅટિંગ કરવાનું પસંદ કર્યું હતું. જોકે, ભારતે 31 ઓવરના અંતે ચાર વિકેટ ગુમાવી દીધી છે.

  8. બ્રેકિંગ, ભારતને ચોથો ઝટકો, કેદાર જાદવ 7 રન બનાવીને આઉટ

    ભારતની ચોથી વિકેટ કેદાર જાદવના રૂપમાં પડી છે. તેઓ સાત રન બનાવીને આઉટ થયા છે. હાલ બૅટિંગ માટે મહેન્દ્રસિંહ ધોની મેદાનમાં આવ્યા છે.

  9. વિરાટ કોહલીના 50 રન પૂરા

    વિરાટ કોહલીએ પોતાની 53મી અડધી સદી પૂરી કરી લીધી છે. વર્લ્ડ કપમાં વિરાટ કોહલીનું પ્રદર્શન સાતત્યપૂર્ણ રહ્યું છે. વર્લ્ડ કપમાં અત્યારસુધી તેમણે ચાર અડદી સદી ફટકારી છે.

  10. વર્લ્ડ કપમાં કે. એલ. રાહુલનું પ્રદર્શન

  11. બ્રેકિંગ, ભારતને ત્રીજો ઝટકો, વિજય શંકર આઉટ

    ભારતની ત્રીજી વિકેટ પડી છે. વિજય શંકર 14 રન બનાવીને 27મી ઓવરમાં આઉટ થયા છે. આ પહેલાં રોહિત શર્મા અને કે. એલ. રાહુલ આઉટ થઈ ચૂક્યા છે. વિજય શંકર પાસે લાંબી ઇનિંગ્ઝ રમવાનો મોકો મળ્યો હતો, જે તેમણે ગુમાવી દીધો છે.

  12. બ્રેકિંગ, વિરાટ કોહલીના 20 હજાર રન પૂરા

    વિરાટ કોહલીએ તેમની કારકિર્દીમાં 20 હજાર રન પૂરા કર્યા છે. કોહલીએ કુલ 416 ઇનિંગમાં આ સિદ્ધિ હાંસલ કરી છે. કોહલીના નામે 41 સદી અને 52 અડધી સદી નોંધાયેલી છે. આ ઉપરાંત સચીન તેંડુલકર, રાહુલ દ્રવિડે 20 હજાર રન કર્યા છે.

  13. ભારતના 100 રન પૂરા, રોહિત-રાહુલ આઉટ

    ભારતે 22મી ઓવરમાં 100 રન પૂરા કરી લીધા છે. જોકે, ભારતીય ટીમના બંને ઓપનર આઉટ થઈ ગયા છે. હાલ કોહલી અને વિજય શંકર રમતમાં છે.

  14. બ્રેકિંગ, ભારતની બીજી વિકેટ પડી, રાહુલ અડધી સદી ચૂક્યા

    રોહિત શર્મા બાદ કે. એલ. રાહુલ પણ આઉટ થઈ ચૂક્યા છે. જેસન હોલ્ડરના એક બૉલને પારખવામાં નિષ્ફળ રહેતાં રાહુલ બૉલ્ડ થઈ ગયા હતા અને અડધી સદી ચૂક્યા હતા. તેમણે 64 બૉલમાં 48 રન કર્યા હતા.

  15. રાહુલ અને કોહલીની ધીરજપૂર્વકની બૅટિંગ

    રોહિત શર્માના આઉટ થયા બાદ હાલ કે. એલ. રાહુલ અને વિરાટ કોહલી ક્રીઝ પર છે. બંનેએ ભારતને હાલ બાજી સંભાળી લીધી છે. કોહલી 23 રન અને રાહુલ 41 રને રમતમાં છે.

  16. કોહલી હળવા મૂડમાં

  17. વર્લ્ડ કપમાં રોહિત શર્માનું પ્રદર્શન

  18. કચરાપેટી ઉપર મધમાખી કેમ?

    માનચૅસ્ટરમાં ફરતી વખતે તમને ઠેરઠેર આ પ્રકારના 'મધમાખીનાં ચિત્રો કે સ્થાપત્યો' જોવા મળી રહેશે, એટલે સુધી કે કચરાપેટી ઉપર પણ.

    માનચૅસ્ટરના લોકો સ્વભાવે ઉદ્યમી છે અને સતત કામ કરતી રહેતી મધમાખી તેના પ્રતીકરૂપ છે, એટલે તેને ચિહ્ન તરીકે અપનાવવામાં આવ્યું છે.

  19. ભારતના 10 ઓવરમાં 47 રન

    વેસ્ટ ઇન્ડીઝ સામેની મૅચમાં ભારતની ધીમી શરૂઆત થઈ છે. હાલ કોહલી અને રાહુલ રમતમાં છે. 10 ઓવરના અંતે 1 વિકેટના ભોગે ભારતે 47 રન કર્યા છે.

  20. કોહલી-રાહુલ પર આધાર