ચંદ્રબાબુ નાયડુના કાર્યક્રમમાં ભાગદોડ, ત્રણ લોકોનાં મોત

ચંદ્રબાબુ નાયડુના કાર્યક્રમમાં ભાગદોડ, ત્રણ લોકોનાં મોત

લાઇવ કવરેજ

  1. દુનિયાએ આવી રીતે કર્યું 2023નું સ્વાગત...

    નવા વર્ષને આવકારવા સિડનીના હાર્બર બ્રિજ અને ઓપેરા હાઉસ પર જોરદાર આતશબાજી કરવામાં આવી હતી.

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇમેજ કૅપ્શન, નવા વર્ષને આવકારવા સિડનીના હાર્બર બ્રિજ અને ઓપેરા હાઉસ પર જોરદાર આતશબાજી કરવામાં આવી હતી.

    વિશ્વના દેશોમાં વર્ષ 2023ના સ્વાગત સાથે નવા વર્ષની ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી.

    કોરોનાના નિયંત્રણોને કારણે, વિશ્વના મોટાભાગના ભાગોમાં લોકો છેલ્લા ત્રણ વર્ષથી નવા વર્ષની ઉજવણી કરી શક્યા નથી. તેથી જ 2023ના આગમનની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી.

    પેસિફિક મહાસાગરમાં આવેલા કિરીબાતીમાં નવા વર્ષનું સૌપ્રથમ આગમન થયું. તેના એક કલાક બાદ ન્યુઝીલેન્ડમાં નવા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી.

    બીજી તરફ શાનદાર આતશબાજી માટે પ્રખ્યાત ઑસ્ટ્રેલિયાના સિડનીમાં આ પ્રસંગે હજારો લોકો એકઠા થયા હતા.

    બદલો X કન્ટેન્ટ, 1
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ, 1

    ફટાકડાની આતશબાજી જોવા સિડની બોટેનિકલ ગાર્ડનમાં ઘણા લોકો એકઠા થયા હતા.

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇમેજ કૅપ્શન, ફટાકડાની આતશબાજી જોવા સિડની બોટેનિકલ ગાર્ડનમાં ઘણા લોકો એકઠા થયા હતા.
    સિડની ઓપેરા હાઉસમાં ફટાકડાની આતશબાજી જોવા માટે યોગ્ય સ્થળ શોધી કાઢવા લોકો ઘણો સમય પહેલા આવી ગયાં હતાં.

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇમેજ કૅપ્શન, સિડની ઓપેરા હાઉસમાં ફટાકડાની આતશબાજી જોવા માટે યોગ્ય સ્થળ શોધી કાઢવા લોકો ઘણો સમય પહેલા આવી ગયાં હતાં.
    ન્યુઝીલૅન્ડના ક્રાઇસ્ટચર્ચમાં હેગલે પાર્ક સમારોહ ભવ્ય આતશબાજી અને લાઇવ મ્યુઝિક સાથે ઉજવવામાં આવ્યો હતો.

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇમેજ કૅપ્શન, ન્યુઝીલૅન્ડના ક્રાઇસ્ટચર્ચમાં હેગલે પાર્ક સમારોહ ભવ્ય આતશબાજી અને લાઇવ મ્યુઝિક સાથે ઉજવવામાં આવ્યો હતો.
    ઑસ્ટ્રેલિયાના એડિલેડ ઓવલ ગ્રાઉન્ડ ખાતે એડિલેડ સ્ટ્રાઈકર્સ અને મેલબૉર્ન સ્ટાર્સ વચ્ચે મેન્સ બિગ બેશ લીગ ટૂર્નામેન્ટ મેચના અંત પછી ફટાકડા ફૂટ્યા હતા.

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇમેજ કૅપ્શન, ઑસ્ટ્રેલિયાના એડિલેડ ઓવલ ગ્રાઉન્ડ ખાતે એડિલેડ સ્ટ્રાઈકર્સ અને મેલબૉર્ન સ્ટાર્સ વચ્ચે મેન્સ બિગ બેશ લીગ ટૂર્નામેન્ટ મેચના અંત પછી ફટાકડા ફૂટ્યા હતા.

    ન્યૂઝ એજન્સી એએનઆઈઅનુસાર, ન્યૂઝીલૅન્ડની રાજધાની ઑકલૅન્ડમાં પણ લોકોએ ફટાકડા ફોડીને નવા વર્ષનું સ્વાગત કર્યું હતું.

    બદલો X કન્ટેન્ટ, 2
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ, 2

    બીજી તરફ થાઈલૅન્ડમાં નવા વર્ષના આગમનમાં હજુ થોડો સમય બાકી હતો ત્યાં જ લોકો ત્યાં જ ઉજવણી કરવા માટે લોકો રસ્તાઓ પર આવી ગયાં હતાં.

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇમેજ કૅપ્શન, બીજી તરફ થાઈલૅન્ડમાં નવા વર્ષના આગમનમાં હજુ થોડો સમય બાકી હતો ત્યાં જ લોકો ત્યાં જ ઉજવણી કરવા માટે લોકો રસ્તાઓ પર આવી ગયાં હતાં.
    ચીનમાં ચીનના નવા વર્ષના આગમનને હજુ ત્રણ અઠવાડિયા બાકી છે, પરંતુ ઘણા વિસ્તારોમાં રોમન નવા વર્ષની ઉજવણી પણ કરવામાં આવી રહી છે. આ ફોટો પૂર્વ ચીનના જિઆંગસુ પ્રાંતના હુઆયનમાં વેસ્ટ ટુર પાર્કમાં ફટાકડા અને લાઇટ શોની છે.

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇમેજ કૅપ્શન, ચીનમાં ચીનના નવા વર્ષના આગમનને હજુ ત્રણ અઠવાડિયા બાકી છે, પરંતુ ઘણા વિસ્તારોમાં રોમન નવા વર્ષની ઉજવણી પણ કરવામાં આવી. આ ફોટો પૂર્વ ચીનના જિઆંગસુ પ્રાંતના હુઆયનમાં વેસ્ટ ટુર પાર્કમાં ફટાકડા અને લાઇટ શોની છે.
  2. નમસ્કાર, બીબીસી ગુજરાતીના આ લાઇવ પેજમાં તમારું સ્વાગત છે.

    તમને અહીં ગુજરાત સહિત દેશદુનિયાના તમામ મહત્ત્વના સમાચાર મળતા રહેશે.

    દિવસભર જોડાયેલા રહો બીબીસી સાથે.

    31 ડિસેમ્બરના સમાચાર વાંચવા માટે ક્લિક કરો.