નવા વર્ષની પૂર્વસંધ્યાએ રશિયાએ અનેક મિસાઇલો યુક્રેન પર છોડી
કીએવના મેયર વિટલી ક્લીચકોએ જણાવ્યું હતું કે શહેરમાં ઘણા ધડાકા થયા હતા. આ ધડાકામાં ઘણું નુકસાન થયું છે તેમજ એક વ્યક્તિનું મૃત્યુ પણ થયું છે.
લાઇવ કવરેજ
મહામારી બાદ અમેરિકાનું ન્યૂયૉર્ક કેમ 'ખાલી થઈ રહ્યું' છે?
યુક્રેનનાં શહેરો પર રશિયાએ ડઝનો મિસાઇલ છોડી

ઇમેજ સ્રોત, Reuters
ઇમેજ કૅપ્શન, કિએવના ઘણા જિલ્લાઓમાં ધડાકાના અવાજ સંભળાયા હતા યુક્રેનના અધિકારીઓએ માહિતી આપી છે કે રશિયાએ યુક્રેનનાં શહેરો પર ડઝનો મિસાઇલો છોડી છે.
કીએવના મેયર વિટલી ક્લીચકોએ જણાવ્યું હતું કે શહેરમાં ઘણા ધડાકા થયા હતા. આ ધડાકામાં ઘણું નુકસાન થયું છે તેમજ એક વ્યક્તિનું મૃત્યુ પણ થયું છે.
રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયા બાદથી શરૂ કરાયેલ ઍર સ્ટ્રાઇકના બે દિવસ બાદ આ હુમલા થયા હતા.
યુક્રેનના લોકો ‘નવું વર્ષ અંધારામાં ઊજવે’ તે હેતુથી રશિયા વધુ હુમલા કરી શકે તેવી ચેતવણી યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ આપી હતી.
માયકોલેઇવના ગવર્નર વિટલી કિમે ફેસબુક પર કહ્યું હતું કે રશિયાના મિસાઇલ લૉન્ચની માહિતી અપાઈ છે.
તેમણે કહ્યું કે, “કબજો કરનારાઓએ અમારા માટે આ દિવસ બરબાદ કરવાનો નિર્ણય લીધો છે.”
કીએવમાંનવા વર્ષની ઉજવણી વચ્ચેહુમલાના કારણે લોકોએ શેલ્ટરમાં સંતાવું પડ્યું હતું.
ધડાકાથી પ્રભાવિત ત્રણ જિલ્લામાં ઇમર્જન્સી વર્કરોને મોકલાયા હતા. સમગ્ર દેશમાં ઍર ડિફેન્સ ઍક્ટિવેટ કરાયું છે.
રાહુલ ગાંધીએ કેમ કહ્યું કે 'આરએસએસ અને ભાજપને ગુરુ માનું છું'
આસામના મુખ્ય મંત્રી અને ભાજપના નેતા હિમંતા બિસ્વા સરમાએ રાહુલ ગાંધીના નિવેદન પર ટિપ્પણી કરી છે. રાહુલે કહ્યું હતું કે તેઓ આરએસએસ અને ભાજપને ગુરુ માને છે.
હિમંતા બિસ્વા સરમાએ રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે. "ગુરુ માનવું હોય તો તેમણે નાગપુર જવું જોઈએ. હું રાહુલને કહેવા માગું છું કે તમે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભારતીય જનતા પાર્ટીને ગુરુ ન માનો, ગુરુ અમારો ભારતમાતાનો ધ્વજ છે.
અગાઉ રાહુલ ગાંધીએ કહ્યું હતું, "આ યાત્રાથી મને ઘણું શીખવા મળ્યું છે. હું આરએસએસ અને ભાજપના લોકોનો આભાર માનવા માગું છું, કેમ કે જ્યારે તેઓ મારા પર આક્રમણ કરે છે, ત્યારે અમને પોતાની વિચારધારા વધુ સમજમાં આવે છે. એક રીતે હું તેમને ગુરુ માનું છું, કેમ કે હું શીખું છું કે મારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ."
કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શનિવારે પ્રેસ-કૉન્ફરન્સમાં કહ્યું હતું કે તેમની ભારત જોડો યાત્રા દિલ્હી પહોંચી ગઈ છે. તેમણે કહ્યું કે આ યાત્રા એક નદી જેવી છે, જે જીવિત છે, તેનો અવાજ છે.

ઇમેજ સ્રોત, ANI
ઋષભ પંત બે મહિનામાં પાછા ગ્રાઉન્ડમાં હશે, પ્લાસ્ટિક સર્જરી અંગે બીસીસીઆઈ નિર્ણય કરશે : ડીડીસીએ

ઇમેજ સ્રોત, Getty Images
ઇમેજ કૅપ્શન, ઋષભ પંત ઋષભ પંતના સ્વાસ્થ્ય મુદ્દે દિલ્હી ઍન્ડ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ ઍસોસિયેશન (ડીડીસીએ)ના સંયુક્ત સચવિ રાજન માનચંદાએ કહ્યું છે કે ડૉક્ટરના રિપોર્ટ અનુસાર અમે પંતને દિલ્હી ઍરલિફ્ટ કરીશું.
તેમણે સમાચાર એજન્સી એએનઆઈને કહ્યું, “પ્લાસ્ટિક સર્જરી કરાવાનો નિર્ણય બીસીસીઆઈ લેશે. અમે ડ્રાઇવર સુશીલને સન્માનિત પણ કરીશું. ઋષભ પંતના અત્યાર સુધીના રિપોર્ટો અનુસાર તેમને ગંભીર ઈજા નથી થઈ.”
“અમને આશા છે કે તેઓ બે મહિનામાં ગ્રાઉન્ડ પર હશે. ડીડીસીએના નિદેશક શ્યામ શર્મા ઋષભ પંતને મળવા દેહરાદૂન પહોંચી ચૂક્યા છે અને બીસીસીઆઈ ઋષભ પંતની બેસ્ટ સારવાર કરાવી રહ્યા છે.”
બદલો X કન્ટેન્ટ, 1X કન્ટેન્ટને મંજૂરી આપીએ?બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
આ પહેલાં ડીડીસીએના નિદેશક શ્યામ શર્માએ જણાવ્યું હતું કે ક્રિકેટર ઋષભ પંતને પ્લાસ્ટિક સર્જરી માટે દિલ્હી લાવી શકાય છે.
શ્યામ શર્માએ કહ્યું, “ડીડીસીએની એક ટીમ દેહરાદૂન મૅક્સ હૉસ્પિટલ જશે અને ઋષભ પંતની હાલની પરિસ્થિતિની તપાસ કરાશે. જો જરૂર પડશે તો તેમને પ્લાસ્ટિક સર્જરી માટે હવાઈ યાત્રા થકી દિલ્હી લવાશે.”
ઋષભ પંત શુક્રવારે ઉત્તરાખંડના હરિદ્વાર જિલ્લામાં રુરકી શહેર પાસે એક માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયા હતા.
બદલો X કન્ટેન્ટ, 2X કન્ટેન્ટને મંજૂરી આપીએ?બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
આ માર્ગ અકસ્માત બાદ તેમને રુરકીની સિવિલ હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા.
આ હૉસ્પિટલમાં તેમને પ્રાથમિક સારવાર મળી. બાદ તેમને દેહરાદૂનસ્થિત મૅક્સ હૉસ્પિટલ મોકલાયા.
બીસીસીઆઈએ શુક્રવારે બપોરે જણાવ્યું હતું કે ઋષભને માથાના ભાગે બે કટ થયા છે, જમણા પગમાં લિગામેન્ટ ફાટવાની સાથે જ ડાબા કાંડા, એડી, અંગૂઠાના ભાગે ઈજા થઈ છે. આ સાથે ઘસારો પડવાના કારણે તેમની પીઠ પર ઈજા થઈ છે.
બ્રેકિંગ, ભૂતપૂર્વ પોપ બેનેડિક્ટ 16માનું 95 વર્ષની વયે નિધન

ઇમેજ સ્રોત, Getty Images
ભૂતપૂર્વ પોપ બેનેડિક્ટ 16માનું વેટિકન ખાતે તેમના નિવાસસ્થાને 95 વર્ષની વયે નિધન થયું છે. નોંધનીય છે કે દસ વર્ષ પહેલાં તેમણે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓને લીધે પદ ત્યાગ્યું હતું.
તેમણે કૅથલિક ચર્ચનું વડપણ આઠ વર્ષ સુધી કર્યું હતું. વર્ષ 2013માં તેઓ ઈસવીસન 1415માં ગ્રેગરી 12 પછી નિવૃત્તિ લેનાર પ્રથમ પોપ હતા.
તેમણે તેમનાં અંતિમ વર્ષો વેટિકનમાં મૅટર એક્લેસી મોનેસ્ટરીમાં પસાર કર્યા હતા.
તેમના અનુગામી પોપ ફ્રાન્સિસે જણાવ્યું હતું કે તેઓ તેમની અવારનવાર મુલાકાત લેતા હતા.
તેઓ પાછલા ઘણા સમયથી બીમાર હતા પરંતુ વેટિકન દ્વારા અપાયેલી માહિતી અનુસાર કહેવાયું છે કે વધતી ઉંમરને કારણે સ્થિતિ ગંભીર બની હતી.
બુધવારે વેટિકનમાં પોપ ફ્રાન્સિસે આ વર્ષના અંતિમ જાહેર સંબોધનમાં ‘પોપ એમિરટસ બેનેડિક્ટ માટે ખાસ પ્રાર્થના કરવાની’ અપીલ કરી હતી.
જર્મનીમાં જોસેફ ટઝિન્જર તરીકે જન્મેલા બેનેટિક્ટ વર્ષ 2005માં પોપ બન્યા ત્યારે તેઓ 78 વર્ષના હતા.
તેઓ પોપ બન્યા ત્યારે તેઓ આ પદ મેળવનાર સૌથી વયોવૃદ્ધ વ્યક્તિ હતા.
તેમના કાર્યકાળ દરમિયાન કૅથલિક ચર્ચે આક્ષેપો, કાયદાકીય દાવા અને પાદરીઓ દ્વારા વર્ષો સુધી બાળકોના યૌનશોષણના ઑફિશિયલ રિપોર્ટો આવતા રહ્યા.
આ વર્ષની શરૂઆતમાં ભૂતપૂર્વ પોપે એ વાત સ્વીકારી હતી કે જ્યારે તેઓ મ્યુનિકમાં 1977થી 1982માં આર્કબિશપ હતા ત્યારે શોષણ અંગેના મામલા જોવામાં ભૂલો થઈ હતી.
સુરતનાં સમૂહલગ્નમાં અનાથ પરિણિતાએ કેમ કહ્યું, “મને લાગ્યું જ નહીં કે મારા પિતા નથી”
કમલનાથ: '2024માં રાહુલ ગાંધી વડા પ્રધાનપદનો વિપક્ષનો ચહેરો હશે'

ઇમેજ સ્રોત, ANI
કૉંગ્રેસના નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્ય મંત્રી કમલનાથે શુક્રવારે કહ્યું કે રાહુલ ગાંધી 2024ની લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન પદના ઉમેદવાર હશે.
તેમણે દેશભરમાં ભારત જોડો યાત્રાનું નેતૃત્વ કરવા બદલ રાહુલ ગાંધીની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે તેઓ સત્તા માટે નહીં પરંતુ દેશના સામાન્ય લોકો માટે રાજનીતિ કરી રહ્યા છે.
કમલનાથે પીટીઆઈને આપેલા ઈમેલ ઈન્ટરવ્યૂમાં આ વાત કહી.
તેમણે કહ્યું, "જ્યાં સુધી 2024ની લોકસભા ચૂંટણીનો સવાલ છે તો રાહુલ ગાંધી માત્ર વિપક્ષનો ચહેરો જ નહીં, પરંતુ તેઓ વિપક્ષના વડાપ્રધાન પદના ઉમેદવાર પણ હશે."
કમલનાથે કહ્યું કે ઈતિહાસમાં આટલી લાંબી પદયાત્રા કોઈએ કરી નથી. ગાંધી પરિવાર સિવાય દેશ માટે આટલાં બલિદાન કોઈએ આપ્યાં નથી.
કમલનાથના નિવેદન પર ભાજપે સમગ્ર વિપક્ષ પર નિશાન સાધ્યું છે.
ભાજપ નેતા શાહનવાઝ હુસૈને એક ન્યૂઝ ચેનલને કહ્યું, “અહીં તો દરેક રાજ્યમાં એક ઉમેદવાર બેઠો છે. આરજેડી અને જેડીયુના લોકો કહી રહ્યા છે કે નીતિશ કુમાર વડા પ્રધાન પદના ઉમેદવાર હશે. ટીએમસીના લોકો કહી રહ્યા છે કે મમતાજી ઉમેદવાર છે. કેસીઆરના લોકો કહી રહ્યા છે કે તેઓ ઉમેદવાર છે. મહારાષ્ટ્રમાં લોકો શરદ પવારજીનું નામ લે છે. એક અનાર છે, સો બીમાર છે."
નવસારી હાઇવે પર બસ સાથે એસયુવી અથડાતાં 9નાં મોત, 28 ઘાયલ
પુતિન-જિનપિંગ સંવાદ:રશિયાએ તાઈવાન પર ચીનના વલણને સમર્થન આપ્યું

ઇમેજ સ્રોત, Getty Images
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને શુક્રવારે કહ્યું હતું કે તેઓ આશા રાખે છે કે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ આવતા વર્ષની શરૂઆતમાં રશિયાની મુલાકાત લઈ શકે છે. જોકે રશિયાએ તેની તારીખ વિશે કશું કહ્યું નથી.
સમાચાર એજન્સી રૉયટર્સ અનુસાર, સરકારી ટેલિવિઝન પર પ્રસારિત બંને નેતાઓ વચ્ચેની વિડિયો કૉન્ફરન્સ પરની ટિપ્પણીઓમાંપુતિને એમ પણ કહ્યું કે તેમનો હેતુ ચીન સાથે લશ્કરી સહયોગને મજબૂત કરવાનો છે.
પુતિનનું નિવેદન લગભગ આઠ મિનિટ ચાલ્યું હતું અને તેમણે "જેમણે તેમને યુક્રેન વિરુદ્ધ પગલાં લેવા માટે રાજકીય અને આર્થિક રીતે નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો અને યુક્રેનને શસ્ત્રો પૂરા પાડ્યા" તેવી પશ્ચિમી શક્તિઓથી રશિયાના અલગ હોવા વિશે વાત કરી.
તેમણે ચીનને આમંત્રણ આપતાં કહ્યું કે "મહત્વના મુદ્દાઓ પર રશિયા-ચીન વચ્ચેની સમજૂતી વિશ્વને તેની તાકાત વિશે માહિતગાર કરશે."
આ સાથે રશિયાએ તાઈવાન પર ચીનની સ્થિતિનું જાહેરમાં સમર્થન કર્યું અને પશ્ચિમી દેશો પર તણાવ વધારવા માટે તેમને ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો.
જિનપિંગ રશિયાના આક્રમણની બાબતમાં સહજ દેખાયા. ચીન અત્યાર સુધી ટીકાથી દૂર રહ્યું છે અને શાંતિ પર ભાર મૂક્યો છે.
આ દરમિયાન જિનપિંગે પુતિનને 'મિત્ર' કહીને સંબોધ્યા હતા. પુતિન સંયમિત દેખાતા હતા. જોકે, પુતિને કહ્યું કે એવા સમયે જ્યારે વિશ્વ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યું છે ત્યારે ચીન રશિયા સાથે વ્યૂહાત્મક સહયોગ વધારવા માટે તૈયાર છે.
વિદેશમાં ભારતીયોની સંપત્તિમાં ઘટાડો થયો છેઃ આરબીઆઈ

ઇમેજ સ્રોત, Getty Images
નાણાકીય વર્ષ 2022-23ના ત્રીજા ક્વાર્ટરમાં વિદેશમાં ભારતીયોની સંપત્તિમાં 43.9 અબજ ડૉલરનો ઘટાડો થયો છે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના રિપોર્ટ 'ઈન્ડિયાઝ ઈન્ટરનેશનલ ઈન્વેસ્ટમેન્ટ પોઝિશન (આઈઆઈપી), સપ્ટેમ્બર 2022' મુજબ, ભારતીય લોકોની સંપત્તિમાં આ ઘટાડો અનામત સંપત્તિમાં થયેલા ઘટાડાને કારણે છે.
જો કે, આ સમયગાળા દરમિયાન વેપાર ધિરાણ, ચલણ અને થાપણો અને વિદેશમાં સીધા રોકાણમાં વધારો થયો છે.
આ સિવાય ભારતમાં એનઆરઆઈલોકોની સંપત્તિમાં 9.6 અબજ ડૉલરનો ઘટાડો થયો છે.
અમદાવાદના 65 સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલાયા, બે કંબોડિયન નાગરિકો કોરોના પોઝિટિવ

ઇમેજ સ્રોત, ANI
જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવેલા 65 નમુનામાંથી 2 કંબોડિયન નાગરિકોના નમૂના મોકલાયા હતા.
સમગ્ર વિશ્વમાં ઓમિક્રૉન સબ-વૅરિઅન્ટ BF.7 ના કેસોમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને, ગુજરાતે 65 કોવિડ-19 દર્દીઓના નમૂનાઓ ગાંધીનગરમાં ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર (જીબીઆરસી)માં જીનોમ સિક્વન્સિંગ માટે મોકલ્યા છે, જેમાં બે કંબોડિયન નાગરિકોના સેમ્પલનો સમાવેશ થાય છે. બન્ને કંબોડિયન નાગરિકોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા.
જીબીઆરસીના ડિરેક્ટર પ્રોફેસર ચૈતન્ય જોશીએ શુક્રવારે ધ ઈન્ડિયન એક્સપ્રેસને પુષ્ટિ આપી હતી કે 65 સેમ્પલના રિપોર્ટ આવતા અઠવાડિયે આવવાની અપેક્ષા છે.
બે કંબોડિયન નાગરિક 25 ડિસેમ્બરના રોજ રાષ્ટ્ર રક્ષા યુનિવર્સિટીમાં તાલીમ કાર્યક્રમ માટે અમદાવાદ આવ્યા હતા.
એક વરિષ્ઠ સરકારી અધિકારીએ ધ ઈન્ડિયનએક્સપ્રેસને જણાવ્યું હતું કે, 26 ડિસેમ્બરે એન્ટિજન પરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું અને તેમાં બે કંબોડિયન નાગરિકોનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. વિદેશ મંત્રાલય સાથે સ્ટેટસ રિપોર્ટ પણ શેર કરવામાં આવ્યો છે.
નમસ્કાર, બીબીસી ગુજરાતીના આ લાઇવ પેજમાં તમારું સ્વાગત છે.
તમને અહીં ગુજરાત સહિત દેશદુનિયાના તમામ મહત્ત્વના સમાચાર મળતા રહેશે.
દિવસભર જોડાયેલા રહો બીબીસી સાથે.
30ડિસેમ્બરના સમાચાર વાંચવા માટે ક્લિક કરો.
