You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું - 'જનતાએ રેકૉર્ડ તોડવાનો રેકૉર્ડ બનાવી નાખ્યો'

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે રેકૉર્ડ તોડતા 150થી વધારે બેઠકો જીતી છે. કૉંગ્રેસ 16 અને આમ આદમી પાર્ટી પાંચ બેઠકો જીતી શકી.

લાઇવ કવરેજ

  1. 'આપ' મુખ્ય મંત્રી પદના ઉમેદવાર ઈસુદાન 16 હજાર મતથી પાછળ

    ખંભાળિયા બેઠક પરથી 'આપ'ના મુખ્ય મંત્રી પદના ઉમેદવાર ઈસુદાન ગઢવી વારંવાર આગળ-પાછળ ચાલતા આખરે 16 હજાર મતથી પાછળ ચાલી રહ્યા છે.

    આ બેઠક પર કૉંગ્રેસ અને ભાજપના ઉમેદવાર આહિર સમાજના હોવાથી અને આહિર જ્ઞાતિના વર્ચસ્વવાળી બેઠક હોવાથી શરૂઆતના તબક્કે ઈસુદાનને ફાયદો થયો હતો.

    ભાજપના મુળુભાઈ બેરા અને કૉંગ્રેસના ઉમેદવાર વિક્રમ માડમને પછાડીને ઈસુદાન આગળ ચાલી રહ્યા હતા પરંતુ એક વાગ્યા સુધીમાં ઈસુદાનને 40 હજાર મતો મળ્યા છે જ્યારે મુળુભાઈ બેરાને 55 હજાર કરતાં વધુ મતો મળ્યા છે.

    વિક્રમ માડમ 32 હજાર જેટલા મતો સાથે ત્રીજા ક્રમે ચાલી રહ્યા છે.

  2. આ પરિણામ ‘ગુજરાત તોડો ટોળકી’ માટે જવાબ છે : હર્ષ સંઘવી

    હાલમાં મતગણતરી ચાલી રહી છે. આ દરમિયાન ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પત્રકારોને સંબોધતાં કહ્યું કે આ પરિણામ ‘ગુજરાત તોડો ટોળકી’ માટે જવાબ છે.

    વિપક્ષ પર પ્રહાર કરતાં તેમણે કહ્યું, “ચૂંટણી સમયે આરોપ-પ્રત્યારોપ થતાં રહે છે પણ વિપક્ષે પોતાના સ્વાર્થ માટે ગુજરાતની જનતાને બદનામ કરવાની એક પણ તક છોડી નથી.”

    તેમણે આગળ કહ્યું, “ગુજરાતની જનતાએ 2002થી ગુજરાતના સૌ નાગરિકોએ વડા પ્રધાન મોદી સાથે મળીને સંઘર્ષ અને સાહસ કર્યાં. તેનું પરિણામ આજે દેખાઈ રહ્યું છે.”

    “ગુજરાતની જનતા સ્વાભિમાની છે અને તેઓ મહેનત કરીને ઘર ચલાવવામાં માને છે.”

    તેમણે કટાક્ષમાં કહ્યું, “જો ઘરમાં મહેમાન દુષ્ટ વિચારો સાથે પણ આવે તો ગુજરાતીઓ તેમને જમાડવામાં માને છે. પણ જમાડવાનો અર્થ એ નથી કે તેમને ઘર જ આપી દે.”

  3. ભાજપનું અત્યાર સુધીનું સૌથી ભવ્ય પ્રદર્શન

    ભાજપ 150 કરતા બેઠકો પર આગળ ચાલી રહ્યો છે ત્યારે આ સંખ્યા ગુજરાતમાં કોઈ પણ પક્ષે જીતેલી બેઠકોમાં સ્વયં એક ઈતિહાસ બની રહ્યો છે.

    સાથે જ આ ભાજપ માટે અત્યાર સુધીનું સૌથી ભવ્ય પ્રદર્શન છે. વર્ષ 1980થી ગુજરાતમાં ભાજપના પ્રદર્શન પર એક નજર કરીએ તો, 1980ની ચૂંટણીમાં ભાજપને 9 બેઠકો મળી હતી. ત્યારબાદ 1985ની ચૂંટણીમાં બે બેઠકોના ઉમેરા સાથે 11 બેઠકો થઈ હતી.

    1990ની ચૂંટણીમાં ભાજપ 67 બેઠકો પર જીત સાથે વિપક્ષની ભૂમિકામાં આવ્યો.

    1995ની ચૂંટણીમાં ભાજપે 121 બેઠક પર જીત સાથે સત્તા હાંસલ કરી હતી. ત્યારબાદ આજપર્યત ભાજપ ગુજરાત વિધાનસભાની એક પણ ચૂંટણી હાર્યો નથી.

    1998ની રિ-ઇલેક્શનમાં ભાજપે 117 બેઠકો મેળવી હતી.

    ગોધરાકાંડ પછી થયેલી 2002ની ચૂંટણીમાં ભાજપને 127 બેઠકો મળી હતી જે નરેન્દ્ર મોદીના મુખ્ય મંત્રી તરીકેના કાર્યકાળમાં સૌથી વધુ બેઠકોનો રેકૉર્ડ હતો.

    ત્યારબાદ બેઠકોમાં ક્રમશ: ઘટાડો થતો રહ્યો પરંતુ ભાજપ સત્તા પર ટકી રહ્યો.

    2007ની ચૂંટણીમાં 117, 2012ની ચૂંટણીમાં 115 અને છેલ્લે 2017ની ચૂંટણીમાં બેઠકોની સંખ્યા ઘટીને બે આંકમાં 99 થઈ હતી. પરંતુ વર્તમાન ચૂંટણીમાં પ્રચંડ જૂવાળ સાથે ભાજપ દોઢસો કરતાં વધુ બેઠકો પર આગળ છે.

  4. સરમણ મુંજાની ગૅંગવૉર અને લોહિયાળ રાજકીય ઇતિહાસ ધરાવતી કુતિયાણા બેઠકની કહાણી

    કુતિયાણાની બેઠક પર સરમણ જાડેજા અને સંતોકબહેન જાડેજાના દીકરા કાંધલ જાડેજાએ સમાજવાદી પાર્ટીમાંથી ઉમેદવારી કરી હતી.

    એનસીપીના સિટિંગ ધારાસભ્ય હોવા છતાં પાર્ટીએ તેમને ટિકિટ ન આપી અને કૉંગ્રેસની તરફેણમાં બેઠક ખાલી કરી હતી. કુતિયાણા બેઠકના ઇતિહાસને જાણવા માટે અહીં ક્લીક કરો.

  5. પ્રચંડ જીત તરફ અગ્રેસર ભાજપમાં ઉજવણીનો માહોલ

  6. મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ એક લાખ કરતા વધુ મતોથી આગળ

    અમદાવાદની ઘાટલોડિયા બેઠક પર મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલે એક વાગ્યા સુધીમાં સવા લાખ કરતાં વધુ મતો મેળવી ચૂક્યા છે અને તેમનાં નજીકનાં હરીફ કૉંગ્રેસના ડૉ. અમી યાજ્ઞિકના મતો 15 હજાર કરતા ઓછા નોંધાયા છે.

    આ બેઠક પર મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલને 82.37 ટકા મતો મળી રહ્યા છે જ્યારે કૉંગ્રેસને માત્ર 8.9 ટકા મતો મળી રહ્યા છે.

  7. વિશ્લેષણ : શું કૉંગ્રેસની પ્રચારની સ્ટ્રૅટેજીને કારણે તેને નુકસાન થયું?

    કૉંગ્રેસે આ વખતે ગુજરાતમાં ચૂંટણી પ્રચાર ખૂબ શાંત રીતે કર્યો હતો.

    પાર્ટીના મોટા નેતાઓએ રાજ્યમાં બહુ મોટા પ્રમાણમાં વિશાળ રેલીઓ નહોતી કરી. તો શું ચૂંટણી પ્રચારની આ સ્ટ્રૅટેજી કૉંગ્રેસને નુકસાન કરી ગઈ.

    વરિષ્ઠ પત્રકાર શ્યામ પારેખે કહ્યં કે, "કૉંગ્રેસના મોટા નેતા ન લાવીને પ્રચાર કરવાની અને નાની વિધાનસભા બેઠકો પર સ્થાનિક ગણિત બેસાડીને કામ કરવાની નીતિ હતી. કૉંગ્રેસે ડોરટુ ડોર મીટિંગ કરીને પ્રચાર કરી રહ્યા છે."

    આમ આદમી પાર્ટીએ કૉંગ્રેસને અનેક જગ્યાએ મત કાપ્યા છે. એટલું જ નહીં જામ ખંભાળિયામાં જ્યાં આપના મુખ્ય મંત્રીપદનો ચહેરો બનાવાયેલા ઈસુદાન ગઢવી આગળ ચાલી રહ્યા છે તેમની સામે કૉંગ્રેસના વિક્રમ માડમ જે મજબૂત નેતા છે, તેઓ પણ ત્રીજા નંબર પર ચાલતા હતા.

    શ્યામ પારેખ કહે છે કે "કૉંગ્રેસે પોતાના નેતૃત્વ વિશે સ્પષ્ટતા કરવાની જરૂર છે. તેની સ્ટ્રૅટેજી નિષ્ફળ સાબિત થઈ છે."

    વરિષ્ઠ પત્રકાર ભવેન કચ્છી કહે છે કે "કૉંગ્રેસ મતદારોને સંદેશ આપ્યો કે અમને તમારી પરવાહ નથી. અપક્ષ હોય તો જીતની આશા સાથે, ઇચ્છાશક્તિ અને આત્મવિશ્વાસ સાથે મતદારો પાસે જાય છે. કૉંગ્રેસે ગુજરાતના મતદારોને સંદેશ આપ્યો કે જાણે તેમને કોઈ પરવાહ જ ન હોય. ભારત જોડો યાત્રામાં ગુજરાત સામેલ જ નહોતું, બહુ દબાણ પછી ગુજરાતને સામેલ કરાયું. આ રીતે કૉંગ્રેસે પોતાનું નુકસાન કર્યું છે."

  8. ગુજરાત વિધાનસભાના વલણમાં ભાજપ બંપર જીત તરફ

    ગુજરાત વિધાનસભા ચૂંટણીના લાઇવ પરિણામઅહીં જુઓ

  9. એ 5 કારણો જેના લીધે ગુજરાતમાં કૉંગ્રેસ હારતી રહી છે

  10. બાહુબલિની બેઠકો

    પોરબંદરની બેઠક પરથી કૉંગ્રેસના અર્જુન મોઢવાડિયા ભાજપના બાબુ બોખિરિયા કરતાં, ગોંડલની બેઠક પરથી ભાજપનાં ગીતાબા જાડેજા, કુતિયાણાની બેઠક પરથી સમાજવાદી પાર્ટીના કાંધલ જાડેજા આગળ છે.

    રાજુલાની બેઠક પરથી ભાજપના હીરા સોલંકી કૉંગ્રેસના અંબરીશ ડેર કરતાં પાછળ છે, પરંતુ તેમના ભાઈ પરષોત્તમ સોલંકી ભાવનગર ગ્રામીણની બેઠકપરથી આગળ છે.

    વાઘોડિયાની બેઠક પર અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા ભાજપના ઉમેદવાર અશ્વિન પટેલ કરતાં આગળ છે. ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે આ બેઠક પર અપક્ષ ઝંપલાવ્યું હતું.

  11. ST માટે અનામત 27 બેઠકોમાંથી 23 બેઠકો પર ભાજપ આગળ

    આદિવાસી બેઠકો પર પણ ભાજપે મજબુત પકડ કરી છે. ST માટે અનામત 27 બેઠકોમાંથી 23 બેઠકો પર ભાજપ આગળ છે.

    ગુજરાતની 182માંથી 27 બેઠક અનુસૂચિત જનજાતિ માટે અનામત છે. જેમાંથી નાંદોદ, ઝગડિયા, માંગરોળ, માંડવી, મહુવા, વ્યારા, નિઝર, ડાંગ, ગણદેવી, ધરમપુર, કપરાડા, ઉંમરગામ, દાંતા, મોરવા હડફ, ફતેપુરા, ઝાલોદ, લીમખેડા, દાહોદ,ગરબડા, છોટા ઉદેપુર, સંખેડા અને જેતપુર બેઠક પરથી ભાજપના ઉમેદવારો આગળ છે.

    વાંસદા અને ખેડબ્રહ્માની બેઠક પરથી કૉંગ્રેસના જ્યારે દેડિયાપાડા અને ભિલોડાની બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર આગળ છે. આ સિવાય સંતરામપુરની બેઠક પરથી અપક્ષ બાબુભાઈ ડામોર આગળ છે.

  12. કૉંગ્રેસ ક્યાં આગળ?

    કૉંગ્રેસ ચૂંટણીપ્રચારની જેમ જ પરિણામના દિવસે બેઠકો મેળવવામાં પણ લગભગ ગાયબ રહી છે.

    અબડાસા, ડીસા, હિંમતનગર, જમાલપુર-ખાડિયા, કાંકરેજ, કેશોદ, ખેડબ્રહ્મા, લુણાવાડા, માણાવદર, પાટણ, રાજુલા, સાવર કુંડલા, સિદ્ધપુર, વાંસદા, વાવ અને વીજાપુર એમ કુલ 17 બેઠક પરથી કૉંગ્રેસના ઉમેદવાર આગળ છે.

  13. આમ આદમી પાર્ટીનો જોશીલો પ્રચાર

    દિલ્હી અને પંજાબમાં સરકાર ચલાવી રહેલી આમ આદમી પાર્ટીએ ગુજરાતના લોકો સમક્ષ તેનું ગવર્નન્સ મૉડલ રજૂ કરીને તેમને આકર્ષવાનો પ્રયાસ કર્યો હતો.

    આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે અનેકવાર ગુજરાત પ્રવાસ કર્યો હતો અને ડઝનબંધ રેલીઓ યોજી હતી.

    આમ આદમી પાર્ટીએ પોતાનું સંપૂર્ણ ધ્યાન સારી શિક્ષણ વ્યવસ્થા અને મફત વીજળી આપવા પર આપ્યું હતું.

    જો કે, ચૂંટણીના છેલ્લા દિવસોમાં ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું ચૂંટણીઅભિયાન થોડું નબળું પડ્યું અને પાર્ટીએ દિલ્હીની એમસીડીની ચૂંટણી પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું હોય તેવું લાગ્યું. એમડીસીમાં તે ભાજપને સત્તા પરથી દૂર કરવામાં સફળ રહી છે.

    ભાજપે પણ ગુજરાતમાં આમ આદમી પાર્ટીને કૉંગ્રેસ કરતાં મોટો પડકાર ગણાવ્યો હતો અને ભાજપના સ્ટાર પ્રચારકો દ્વારા આમ આદમી પાર્ટીના નેતાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા.

    આમ આદમી પાર્ટીએ પણ ગુજરાતના નીચલા મધ્યમ વર્ગ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું અને રાજ્ય પક્ષના વડા ગોપાલ ઈટાલિયા ભાજપ વિરુદ્ધ ખૂબ જ આક્રમક હતા. ઈટાલીયા પટેલ સમાજની છે અને તેણે પણ તેનો લાભ લેવાનો પ્રયાસ કર્યો હતો.

  14. હિમાચલ પ્રદેશમાં કૉંગ્રેસ બહુમતી તરફ

    દર પાંચ વર્ષે સત્તાપરિવર્તનનો ક્રમ હિમાચલ પ્રદેશમાં વધુ એક વખત સાચો પડતો હોય તેમ ચૂંટણીવલણોમાં જણાય છે.

    68 બેઠકવાળી વિધાનસભામાં બહુમતી માટે 35 બેઠકની જરૂર રહે. કૉંગ્રેસે આ આંકડો સ્પર્શી લીધો છે.

    ભાજપ 30 તથા અન્ય ચાર બેઠક પર આગળ છે. દિલ્હી મ્યુનિસિપલ કૉર્પોરેશન બાદ હિમાચલ પ્રદેશનાં પરિણામો પણ ગુજરાતમાં ભાજપના ઐતિહાસિક પ્રદર્શનના વિજયનો સ્વાદ ફિક્કો કરી શકે છે.

  15. કૉંગ્રેસે કહ્યું, ‘હિમાચલ પ્રદેશમાં નહીં ચાલે ઑપરેશન કીચડ’

    હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીના તાજેતરનાં વલણો પરથી લાગી રહ્યું છે કે, બીજેપી અને કૉંગ્રેસ વચ્ચે જોરદાર ટક્કર ચાલી રહી છે. તાજેતરનાં વલણો અનુસાર, કૉંગ્રેસ હાલ ભાજપથી આગળ છે.

    રાજ્યમાં વિધાનસભાની 68 બેઠકો છે. તાજેતરનાં વલણો મુજબ કૉંગ્રેસ 35 અને ભાજપ 29 બેઠકો પર આગળ છે.

    હિમાચલ પ્રદેશના અત્યાર સુધીના વલણો પર કૉંગ્રેસ નેતા પવન ખેડાએ દાવો કર્યો છે કે, તેમની પાર્ટી હિમાચલમાં સ્થિર સરકાર બનાવવા જઈ રહી છે.

    સમાચાર એજન્સી એએનઆઈ સાથેની વાતચીતમાં તેઓએ જણાવ્યું હતું કે, “હિમાચલમાં કોઈ ઑપરેશન કમળ અથવા ઑપરેશન કીચડ ચાલશે નહીં. હિમાચલનું ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે અને અમે સરકાર બનાવવા જઈ રહ્યા છે.”

  16. ઈસુદાન સહિત તમામ 'આપ' અગ્રણીઓ પાછળ

    આપના મુખ્ય મંત્રીપદના ચહેરા ઈસુદાન ગઢવી ખંભાળિયા બેઠક પરથી વારંવાર આગળ-પાછળ થતાં હાલ પાછળ ચાલી રહ્યા છે.

    અહીં ગુજરાત સરકારના પૂર્વ મંત્રી મુળુભાઈ બેરા આગળ ચાલી રહ્યા છે.

    જ્યારે કતારગામની બેઠક પરથી આપના પ્રદેશાધ્યક્ષ ગોપાલ ઈટાલિયા, ઓલપાડ બેઠક પરથી ધાર્મિક માલવિયા, જામનગર ઉત્તરની બેઠક પરથી કરશન કરમુર, બેચરાજી પરથી સાગર રબારી ભાજપના ઉમેદવારોથી પાછળ ચાલી રહ્યા છે.

    આ સિવાય ભિલોડા, બોટાદ, દેદિડાયાપાડા બેઠકો પર આપના ઉમેદવાર આગળ ચાલી રહ્યાં છે, જ્યારે કપરાડા, કામરેજ, કારંજ બેઠકો પર આપના ઉમેદવાર બીજા ક્રમે છે.

  17. કુતિયાણા બેઠક પર કાંધલ જાડેજા આગળ

    કુતિયાણા બેઠક પર સમાજવાદી પાર્ટીના ઉમેદવાર કાંધલ જાડેજા ભાજપના ઉમેદવાર ઢેલીબેન ઓડેદરાને પાછળ રાખીને આગળ ચાલી રહ્યા છે. 'દબંગ' નેતા કાંધલ જાડેજા 2017 અને 2012માં એનસીપી તરફથી ચૂંટણી લડ્યા અને જીત્યા હતા.

  18. સૌરાષ્ટ્રમાં 2017ની ચૂંટણીમાં ભાજપને કેટલું નુકસાન થયું હતું?

    2017ની ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં 48 બેઠકોમાંથી કૉંગ્રેસને 28 બેઠકો મળી હતી. એ સમય ભાજપની કેટલીક પરંપરાગત બેઠકો પર પણ કૉંગ્રેસને સફળતા સાંપડી હતી.

    સૌરાષ્ટ્રના 11 જિલ્લાની બેઠકોની વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં પાંચ, મોરબીમાં ત્રણ, રાજકોટમાં આઠ, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓમાં સાત પોરબંદરમાં બે જૂનાગઢમાં પાંચ, ગીરસોમનાથમાં ચાર અમરેલીમાં પાંચ, ભાવનગરમાં સાત અને બોટાદમાં બે વિધાનસભાની બેઠકો હતી.આ કુલ 48 બેઠકોમાંથી કૉંગ્રેસને 28, ભાજપને 19 અને નેશનાલિસ્ટ કૉંગ્રેસ પાર્ટીને એક બેઠક મળી હતી.

  19. વિશ્લેષણ : મતદારોના મુદ્દા કયા? મતદારો કોને નકારી રહ્યા છે કોને સ્વીકારી રહ્યા છે

    વરિષ્ઠ પત્રકાર શ્યામ પારેખ બીબીસીને જણાવે છે કે,"રાજકીય વિશ્લેષણની ત્રણ થિયરીઓ ઊંધી પડી રહી છે. અહીંયા ઍન્ટી ઇન્કમ્બન્સીને બદલે પ્રો ઇન્કમ્બન્સી જોવા મળી રહી છે. બીજું કે વોટ શૅર વધી રહ્યો છે. ત્રીજું કે ઘણાં વર્ષો પછી ગુજરાતમાં ત્રીજો મોરચો પણ ચૂંટણીના મેદાનમાં હતો. શંકરસિંહ વાઘેલા પછી આ જોવા મળ્યું છે. આ ત્રીજો પક્ષ એ બેઠકો, વોટ શૅર અને જીતના માર્જિન પર અસર કરશે એવું લાગે છે."

    વરિષ્ઠ પત્રકાર ભવેન કચ્છીનું માનવુું છે, "ભાજપનું સમગ્ર હાઈ કમાન હવાલો સંભાળ્યો હતો ત્યારે જ તેમણે 150 બેઠકોનો રેકૉર્ડ તોવાનું એલાન કર્યું હતું. જેમજેમ મતદાન થતું ગયું અને ઍક્ઝિટ પોલ આવ્યા ત્યારે એવું લાગી રહ્યું હતું કે ઓછું મતદાન ભાજપને નુકસાન કરશે અને આપને ફાયદો કરશે."

    "આટલા ઓછા મતદાનમાં પણ ભાજપે રેકૉર્ડની નજીક પહોંચતો જોઈ શકાય છે. અત્યારે જે ટ્રેન્ડ છે તેનાથી સ્પષ્ટ છ કે બધા જ જેમકે મોઘવારી, શિક્ષણની અંદર મોઘવારી, પેટ્રોલ-ગૅસના ભાવ કે પછી અન્ય પાસાઓ તેને બધાને બાજુમાં મૂકીને, કૅડર અને સંગઠનને મહત્ત્વનું ગણતા મતદારોએ મતદારોએ મોદી મૅજિકને મત આપ્યા છે."

  20. SC માટે અનામત બેઠકોમાં ભાજપ

    ગુજરાતમાં અનુસૂચિત જાતિ માટે 182માંથી 13 બેઠક અનામત છે.

    તેમાંથી ગાંધીધામ, રાજકોટ ગ્રામીણ, કાલાવડ, કોડીનાર, ગઢડા, બારડોલી, વડગામ, ઈડર, વડોદરા સિટી, દાણીલીમડા, અસારવા બેઠક પર ભાજપના ઉમેદવારો આગળ છે.

    જ્યારે એકમાત્ર દસાડા બેઠક પરથી કૉંગ્રેસના નૌશાદ સોલંકી આગળ છે.