વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદના રાણીપની નિશાન પબ્લિક સ્કૂલમાં મતદાન કર્યા બાદ કહ્યું કે 'હું ચૂંટણીપંચને હૃદયથી અભિનંદન પાઠવું છું.'
"ગુજરાતના મતદારોનો ખૂબખૂબ આભાર માનું છું. ખૂબ આન,બાન શાનથી લોકશાહીના પર્વમાં ભાગ લીધો. ખૂબ ઉત્તમ પ્રકારે ચર્ચાઓ કરી છે. ગુજરાતના લોકો નીર, ક્ષીર, વિવેક છે એ સાંભળે બધાનું અને સત્યને જ સ્વીકારે છે. આજે લોકો ભારે સંખ્યામાં મતદાન કરી રહ્યા છે. ગુજરાતના મતદાતાઓનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ."
"હું લોકતંત્રના ઉત્સવ માટે ગુજરાત, હિમાચલ પ્રદેશ અને દિલ્હીના નાગરિકોનો હૃદયથી આભાર માનું છું અને અભિનંદન પાઠવું છું."
"હું લોકશાહીના
ઉત્સવ માટે દેશના નાગરિકોને હૃદયથી અભિનંદન પાઠવું છું. હું ચૂંટણીપંચને પણ હૃદયથી
અભિનંદન પાઠવું છું કે તેમણે બહુ સરસ રીતે સમગ્ર વિશ્વમાં શાનદાર રીતે ભારતના
લોકતંત્રની પ્રતિષ્ઠા વધે એ રીતે ચૂંટણીનું સંચાલન કરવાની એક મહાન પરંપરા વિકસિત
કરી છે. તેનું ઉત્તમ ઉદાહરણ આ ચૂંટણીમાં જોવા મળ્યું."
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શાંતિપૂર્ણ ચૂંટણીની પ્રક્રિયાનું સંચાલન કરવા માટે ચૂંટણીપંચનો આભાર વ્યક્ત કર્યો.
મતદાન બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પગપાળા ચાલીને લોકોનું અભિવાદન ઝીલ્યું અને ત્યાર બાદ મીડિયા સાથે વાત કરી હતી.