ગુરુવારે એટલે કે 1 ડિસેમ્બર 2022ના
રોજ ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે.
ગુજરાતમાં સત્તાપક્ષ ભાજપ, કૉંગ્રેસ અને આપ વચ્ચે આ વખત સત્તાનો ત્રિપાંખીયો જંગ જામ્યો
છે.ત્યારે રાજકીય પક્ષોને મળેલ દાન અંગે
પણ ચર્ચા થઈ રહી છે.
'ઍસોસિયેશન ઑફ ડેમૉક્રેટિક રિફોર્મ્સ '(એડીઆર)ના રિપોર્ટમાં વર્ષ 2016-17થી માંડીને 2020-21 દરમિયાન રાજકીય
પક્ષોની કુલ આવક અને કુલ દાનનું વિશ્લેષણ કરાયું છે.
આ સમયગાળા દરમિયાન રિપોર્ટ મુજબ ભાજપને
163.54 કરોડ કૉર્પોરેટ દાન મળ્યું હતું. જ્યારે ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસને કુલ
10.46 કરોડ રૂપિયાનું દાન મળ્યું હતું.
નોંધનીય છે કે આ સમયગાળા દરમિયાન
ગુજરાતમાંથી 174.06 કરોડ રૂપિયાનું કૉર્પોરેટ દાન કરાયું હતું.
પાંચ વર્ષના આ ગાળાના દાનના વિશ્લેષણ
અનુસારગુજરાતમાંથી ટૉરેન્ટ પાવર લિમિટેડ,
ટૉરેન્ટ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ, ટોરેન્ટ ફાર્મા લિમિટેડ,કૅડિલા હેલ્થકેર લિમિટેડ,એસ્સાર બલ્ક ટર્મિનલ પૅરાડિપ લિમિટેટ
અને ઍક્ટ ઇન્ફ્રાપૉર્ટ લિમિટેડે પ્રુડન્ટ ઇલેક્ટોરલ ટ્રસ્ટ થકી રાજકીય પક્ષોને દાન
આપ્યું હતું.
જેમાં ટૉરેન્ટ પાવર લિમિટેડ અને
ટૉરેન્ટ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડે અનુક્રમે 30.5 અને 20.5 કરોડ રૂપિયાનું દાન
કર્યું હતું.