લૉકડાઉનમાં પાર્ટી યોજવા બદલ યુકેના પીએમને દંડ ફટાકારાશે
યુકેના વડા પ્રધાન બોરિસ જૉનસન અને ચાન્સેલર ઋષિ સુનાકને લૉકડાઉન દરમિયાન પાર્ટી યોજવા બદલ પોલીસ દ્વારા દંડ ફટકારાશે.
વડા પ્રધાનનાં પત્ની કૅરી જૉનસનને પણ ચોક્કસ દંડની નોટિસ ફટકારાશે.
વડા પ્રધાન આવાસે સ્પષ્ટતા કરી છે કે ડાઉનિંગ સ્ટ્રીટમાં ગેરકાયેદસર પાર્ટીઓની તપાસ બાદ ત્રણેયને ચોક્કસ દંડ ફટકારાશે એ અંગેનું એક નોટિફિકેશન મળ્યું છે.
અત્યાર સુધી આ મામલે 50થી વધુ દંડની નોટિસ પાઠવવામાં આવી છે.
નોંધનીય છે કે વ્હાઇટ હૉલ અને ડાઉનિંગ સ્ટ્રીટમાં કોવિડ સંબંધિત કાયદાનો ભંગ કરીને ભેગા થયેલા લોકોની પોલીસ તપાસ કરી રહી છે.
માનવામાં આવી રહ્યું છે કે બોરિસ જૉનસન, ઋષિ સુનાક અને કૅરી જૉનસન જૂન 2020માં વડા પ્રધાનના જન્મદિવની ઉજવણી વખતે હાજર હતા.
અત્યાર સુધી આ મામલે 50થી વધુ દંડની નોટિસ પાઠવવામાં આવી છે.
જોકે, પોલીસે આ મામલે નામ જાહેર નથી કર્યાં. પણ સરકારે વચન આપ્યું છે કે આ મામલામાં બોરિસ જૉનસન અને ઋષિ સુનાકનાં નામ સામેલ હશે તો એમની જાણ કરાશે.
લેબર પાર્ટીના નેતા સર કેઇર સ્ટારમરે જણાવ્યું છે,"બોરિસ જૉનસન અને ઋષિ સુનાકે કાયદો તોડ્યો છે અને બ્રિટિશ જનતા સામે સતત ખોટું બોલ્યા છે.બન્નેએ રાજીનામું આપી દેવું જોઈએ."