ન્યૂ યૉર્કના સબવે સ્ટેશન પર ગોળીબાર, 13 ઘાયલ

અમેરિકાના ન્યૂયૉર્કમાં બ્રૂકલિન સબવે સ્ટેશન ખાતે ગોળીબારના કેટલાય અહેવાલોની પોલીસ તપાસ કરી રહી છે.

લાઇવ કવરેજ

  1. લૉકડાઉનમાં પાર્ટી યોજવા બદલ યુકેના પીએમને દંડ ફટાકારાશે

    બૉરિસ જૉનસન અને ઋષિ સુનાક

    ઇમેજ સ્રોત, REUTERS

    ઇમેજ કૅપ્શન, હજી એ સ્પષ્ટ નથી કે કઈ પાર્ટી માટે તેમને દંડ ફકટારવામાં આવશે.

    યુકેના વડા પ્રધાન બોરિસ જૉનસન અને ચાન્સેલર ઋષિ સુનાકને લૉકડાઉન દરમિયાન પાર્ટી યોજવા બદલ પોલીસ દ્વારા દંડ ફટકારાશે.

    વડા પ્રધાનનાં પત્ની કૅરી જૉનસનને પણ ચોક્કસ દંડની નોટિસ ફટકારાશે.

    વડા પ્રધાન આવાસે સ્પષ્ટતા કરી છે કે ડાઉનિંગ સ્ટ્રીટમાં ગેરકાયેદસર પાર્ટીઓની તપાસ બાદ ત્રણેયને ચોક્કસ દંડ ફટકારાશે એ અંગેનું એક નોટિફિકેશન મળ્યું છે.

    અત્યાર સુધી આ મામલે 50થી વધુ દંડની નોટિસ પાઠવવામાં આવી છે.

    નોંધનીય છે કે વ્હાઇટ હૉલ અને ડાઉનિંગ સ્ટ્રીટમાં કોવિડ સંબંધિત કાયદાનો ભંગ કરીને ભેગા થયેલા લોકોની પોલીસ તપાસ કરી રહી છે.

    માનવામાં આવી રહ્યું છે કે બોરિસ જૉનસન, ઋષિ સુનાક અને કૅરી જૉનસન જૂન 2020માં વડા પ્રધાનના જન્મદિવની ઉજવણી વખતે હાજર હતા.

    અત્યાર સુધી આ મામલે 50થી વધુ દંડની નોટિસ પાઠવવામાં આવી છે.

    જોકે, પોલીસે આ મામલે નામ જાહેર નથી કર્યાં. પણ સરકારે વચન આપ્યું છે કે આ મામલામાં બોરિસ જૉનસન અને ઋષિ સુનાકનાં નામ સામેલ હશે તો એમની જાણ કરાશે.

    લેબર પાર્ટીના નેતા સર કેઇર સ્ટારમરે જણાવ્યું છે,"બોરિસ જૉનસન અને ઋષિ સુનાકે કાયદો તોડ્યો છે અને બ્રિટિશ જનતા સામે સતત ખોટું બોલ્યા છે.બન્નેએ રાજીનામું આપી દેવું જોઈએ."

  2. બ્રેકિંગ, ન્યૂ યૉર્કના સબવે સ્ટેશન પર ગોળીબાર

    ન્યૂયોર્ક

    ઇમેજ સ્રોત, Reuters

    અમેરિકાના ન્યૂ યૉર્કમાં બ્રૂકલિન સબવે સ્ટેશન ખાતે થયેલા ગોળીબારમાં ઓછામાં ઓછા 13 લોકો ઘાયલ થયા છે.

    સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર મંગળવારે સવારે સાડા આઠ વાગ્યે સનસેટ પાર્ક ખાતે ગોળીબાર થયો હતો.

    આ ઘટનામાં કેટલા લોકોને ઈજા પહોંચી છે, એ અંગે હજુ સુધી જાણી શકાયું નથી.

    સામે આવેલી તસવીરોમાં સ્ટેશન પર લોહીલોહાણ હાલતમાં પડેલા મુસાફરો જોઈ શકાય છે.

    સ્થાનિક મીડિયાએ શહેરના તંત્રને ટાંકીને એવું પણ જણાવ્યું છે કે સ્ટેશન પર વિસ્ફોટકો પણ મળી આવ્યા છે.

    અધિકારીઓએ લોકોને વિસ્તારથી દૂર રહેવા જણાવ્યું છે.આ ઘટનાને પગલે ઓછામાં ઓછી ચાર ટ્રેનો મોડી ચાલશે એવું પણ જણાવાયું છે.

    સ્ટેશનમાં અત્યારે સક્રિય વિસ્ફોટકો નહીં હોવાનું પોલીસે જણાવ્યું છે.

    ન્યૂ યૉર્કના ફાયર વિભાગે બીબીસીને જણાવ્યું કે સ્ટેશનમાં ધુમાડા અંગેનો તેને ફોન આવ્યો હતો.

    જ્યારે અધિકારીઓ સ્ટેશન પર પહોંચ્યા ત્યારે તેને કેટલાય લોકોને ગોળી વાગી હોવાની જાણકારી મળી હતી.

    જોકે, હાલમાં સ્ટેશનની અંદર કોઈ સક્રિય વિસ્ફોટકો નહીં હોવાનો પોલીસે દાવો કર્યો છે.

  3. ગોવા : હિંદુ સગઠને મસ્જિદોમાં લાઉડસ્પીકર પર અઝાન બંધ કરવા માગ કરી

    ગોવામાં એક દક્ષિણપંથી હિંદુ સંગઠન 'હિંદુ જનજાગૃતિ સમિતિ'એ મસ્જિદોમાંથી અઝાન માટે લાઉડસ્પીકરના ગેરકાયદે ઉપયોગ પર પ્રતિબંધ લગાવવાની માગ કરી છે.

    સંગઠનના પ્રતિનિધિઓએ ઉત્તર ગોવાના જિલ્લા કલેક્ટરને એક આવેદન આપીને માગ કરી છે કે તેઓ રાજ્યની મસ્જિદોમાં અઝાન માટે લાઉડસ્પીકરના ગેરકાયદે ઉપયોગને રોકવા માટે આદેશ જાહેર કરે.

    સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર હિંદુ જનજાગૃતિ સમિતિ ગોવાના સંયોજક મનોજ સોલંકીએ કહ્યું છે કે ઉત્તર ગોવાના ઍડિશનલ કલેક્ટરે મસ્જિદોમાં અઝાન માટે લાઉડસ્પીકરના ઉપયોગ પર પ્રતિબંધ લગાવવાના આદેશ જાહેર કર્યા હતા.

    માર્ચ 2021માં વરુણ પ્રિઓલકરે મસ્જિદોમાં અઝાન દરમિયાન લાઉડસ્પીકરના ઉપયોગને રોકવા માટે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. હાઈકોર્ટની ગોવા પીઠે આ અંગે સંજ્ઞાન લેતાં તંત્રને સંબંધિત ફરિયાદ પર ધ્યાન આપવા માટે કહ્યું હતું.

    ઍડિશનલ કલેક્ટરે પ્રિઓલકરની ફરિયાદ સાંભળવા અને વિસ્તારની મસ્જિદોથી જવાબ માગ્યા બાદ તંત્રને મંજૂરી વગર લાઉડસ્પીકરનો ઉપયોગ નહીં કરવા કહ્યું હતું.

    હિંદુ જનજાગૃતિ સમિતિનું કહેવું છે કે આ નિર્દેશ છતાં મસ્જિદોમાં અઝાન દરમિયાન લાઉડસ્પીકરોનો ઉપયોગ ચાલુ રહ્યો છે.

    ગોવામાં મસ્જિદમાં અઝાનનો વિવાદ

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
  4. ફિલિપાઇન્સમાં વાવાઝોડું ત્રાટકતાં 25 લોકોનાં મૃત્યુ

    ફિલિપાઇન્સ

    ઇમેજ સ્રોત, Getty Images

    ફિલિપાઇન્સમાં ત્રાટકેલા મૅગી વાવાઝોડાને લીધે પૂર અને ભૂસ્ખલનની સ્થિતિ સર્જાઈ છે. જેમાં ઓછામાં ઓછા 25 લોકોનાં મૃત્યુ થયાં છે.

    દેશના પૂર્વ અને દક્ષિણ દરિયાકિનારે ફસાયેલા લોકોને બચાવવા માટેના પ્રયાસ હજુ પણ ચાલુ છે. રવિવારે ટાપુ પર આ વાવાઝોડું ત્રાટક્યું હતું.

    આ વર્ષનું આ પ્રથમ વાવાઝોડું છે. ફિલિપાઇન્સમાં દર વર્ષે લગભગ 20 જેટલાં વાવાઝોડાં ત્રાટકે છે.

    મૅગી વાવાઝોડાને લીધે 13000 લોકોને સુરક્ષિત સ્થળે આશ્રય લેવો પડ્યો છે.તો ભારે વરસાદ અને પવનને લીધે વીજપુરવઠો પણ ખોરવાઈ ગયો છે.

  5. 48 લાખ યુક્રેનિયન બાળકો બેઘર થયાં

    યુક્રેન

    ઇમેજ સ્રોત, Getty Images

    રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો એને છ સપ્તાહનો સમય થઈ ગયો છે.સંયુક્ત રાષ્ટ્રના જણાવ્યા અનુસાર આ સમય દરમિયાન લગભગ 48 લાખ યુક્રેનિયન બાળકો બેઘર થયાં છે.આ આંકડો યુક્રેનનાં લગભગ બે-તૃતીયાંશ બાળકો જેટલો થાય છે.

    આ દરમિયાન યુકેએ જણાવ્યું છે કેજો મારિયુપોલ શહેર પર રાસાયણિક શસ્ત્રોનો પ્રયોગ કર્યો હોવાનું સાબિત થયું થયું તો એ 'રશિયાને આ માટે જવાબદાર ઠેરવશે.' યુક્રેનનું સૈન્ય દાવો કરી રહ્યું છે કે રશિયાએ અહીં રાસાયણિક શસ્ત્રોનો ઉપયોગ કર્યો છે.

  6. ગુજરાતના હિંમતનગરમાં ફરી હિંસા, ચાર લોકોની અટકાયત

    હિંમતનગરમાં હિંસા

    ઇમેજ સ્રોત, PTI

    રામનવમી પર તણાવ બાદ ગુજરાતના હિંમતનગરમાં ફરી એકવાર હિંસા થઈ છે અને ચાર લોકોને અટકાયતમાં લેવાયા છે.

    સાબરકાંઠા જિલ્લાના અધિકારીઓએ સમાચાર સંસ્થા પીટીઆઈને જણાવ્યું છે કે બે અલગઅલગ જૂથો વચ્ચે પથ્થરમારો શરૂ થયા બાદ હિંસા ફેલાઈ હતી.

    સોશિયલ મીડિયા પર શૅર કરાયેલા વીડિયોમાં કેટલાય લોકો પેટ્રોલ બૉમ્બ ફેંકતા પણ જોઈ શકાય છે.

    એસ. પી. વિશાલકુમાર વાઘેલા અનુસાર આ નાનું-મોટું ઘર્ષણ હતું.

    તેમણે કહ્યું, " ઘર્ષણની જાણકારી મળતાં જ અમે ઘટનાસ્થળે પહોંચ્યા.ઘટના નાની હતી અને અમે થોડીવારમાં જ સ્થિતિ પર કાબૂ મેળવી લીધો."

    આ પહેલાં રવિવારે હિંમતનગરમાં રામનવમીની શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો થવાના લીધે હિંસાની ઘટના ઘટી હતી.

    સ્થિતિને નિયંત્રણમાં લેવા માટે ડીએમે સીઆરપીસીની કલમ 144 લગાવી હતી.

  7. બ્રેકિંગ, હાર્દિક પટેલની સજા પર સુપ્રીમ કોર્ટનો સ્ટે, લડી શકશે વિધાનસભાની ચૂંટણી

    હાર્દિક પટેલ

    ઇમેજ સ્રોત, twitter/HardikPatel

    ઇમેજ કૅપ્શન, હાર્દિક પટેલ

    કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણી લડી શકે, તેવા સંજોગ ઊભા થયા છે.

    પટેલની સજા મોકૂફીની અરજી ઉપર મંગળવારે દેશની સર્વોચ્ચ અદાલતમાં સુનાવણી થઈ હતી.

    જેની પર સુનાવણી કરતા સર્વોચ્ચ અદાલતની બૅન્ચે જ્યાર સુધી અપીલો ઉપર સુનાવણી ન થાય, ત્યાર સુધી સજા મોકૂફ કરી હતી.

    આ પહેલાં બે વર્ષની સજાને કારણે તેમણે 2019ની લોકસભા ચૂંટણી લડવાની તક પણ તેમણે ગુમાવી હતી.

  8. રશિયાની સેનાએ બંધક બનાવેલા યુક્રેનના એ લોકો જે દિવસો સુધી મૃતદેહો સાથે રહ્યા

    માયકોલાએ કહ્યું કે એમણે જાતે પોતાને એક રેલિંગ સાથે બાંધી દીધા હતા જેથી તેઓ ઊભા ઊભા સૂઈ શકે
    ઇમેજ કૅપ્શન, માયકોલાએ કહ્યું કે એમણે જાતે પોતાને એક રેલિંગ સાથે બાંધી દીધા હતા જેથી તેઓ ઊભા ઊભા સૂઈ શકે

    યુક્રેનની યહિદ્રે સ્કૂલના ભોંયરામાં ભેજવાળી સફેદ રંગની દીવાલ પર લાલ રંગથી કોતરાયેલું એક કૅલેન્ડર છે જે પાંચ માર્ચથી લઈને બીજી એપ્રિલ સુધીમાં આ ગામના લોકો સાથે જે કંઈ બન્યું એ અકલ્પનીય ત્રાસનું સાક્ષી છે.

    યુક્રેનની રાજધાની કિએવથી ઉત્તર દિશામાં 140 કિલોમીટર દૂર આવેલા ચેર્નિહિવ શહેરના બહારના ભાગમાં આવેલું યહિદ્રે ગામ રશિયા અને બેલારુસની સરહદની ખૂબ નજીક છે. રશિયન સૈનિકોએ આ ગામ પર લગભગ એક મહિના સુધી કબજો કર્યો હતો.

    રશિયન સૈનિકો જ્યારે આ ગામમાં ઘૂસ્યા ત્યારે અહીંનાં સ્થાનિક મહિલાઓ, પુરુષો અને બાળકોને બંદૂકની અણીએ એમનાં ઘરોમાંથી બહાર કાઢીને એક સ્થાનિક સ્કૂલના ભોંયરામાં રહેવા કહેવામાં આવ્યું હતું. લગભગ 700 વર્ગ ફૂટના આ ભોંયરામાં 130 લોકોને ચાર અઠવાડિયાં સુધી રાખવામાં આવ્યાં. સાઠ વર્ષના માયકોલા ક્લિમચક એ લોકોમાંના એક હતા.

    માયકોલા અમને એ બેઝમૅન્ટમાં લઈ ગયા. થોડાં પગથિયાં ઊતરતાં જ અમે બેઝમૅન્ટમાં પહોંચી ગયાં જ્યાં અમે સડેલી વસ્તુઓની દુર્ગંધનો સામનો કર્યો. ગંદકીથી ખદબદતા આ બેઝમૅન્ટની જમીન પર કેટલાંક ગાદલાં, કપડાં, જૂતાં અને પુસ્તકો વિખેરાયેલાં પડ્યાં હતાં.

    ભોંયરાની વચ્ચોવચ કેટલાંક બાળકો માટેના બિસ્તરા પડ્યા હતા અને એક ખૂણામાં વેરવિખેર વાસણો પડ્યાં હતાં.

  9. 'કેમિકલ હથિયારોની પુષ્ટિ ચાલુ'

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

    યુકેના વિદેશમંત્રી લિઝ ટ્રસેઆશંકા વ્યક્ત કરી છે કે રશિયાએ મારિયુપોલની લડાઈમાં કેમિકલ હથિયારોનો ઉપયોગ કર્યો હોઈ શકે છે.

    ટ્રસે ટ્વિટર પર લખ્યું, "અમે અમારા ભાગીદારો સાથે મળીને વિગતો પર કામ કરી રહ્યા છીએ.”

    “આવાં હથિયારોના ઉપયોગથી અથડામણમાં વૃદ્ધિ થશે."

    બંદરીય શહેરી સુરક્ષા માટે તહેનાત આઝોવ રેજિમૅન્ટે સોમવારે દાવો કર્યો હતો કે "રશિયા દ્વારા યુક્રેનના નાગરિકો અને સેનાની વિરુદ્ધ અજ્ઞાત ઝેરી પદાર્થનો ઉપયોગ કરવામાં આવ્યો છે." દાવા સાથે કોઈ પુરાવા આપવામાં આવ્યા ન હતા.

    અમેરિકાએ પણ કહ્યું છે કે તે કેમિકલ હથિયારના વપરાશના "સોશિયલ મીડિયા રિપોર્ટ્સ"થી વાકેફ છે, પણ તેને હજુ સુધી કોઈ પુરાવા મળ્યા નથી.

  10. યુક્રેનના મારિયુપોલમાં દસ હજાર લોકો માર્યા ગયા - મેયરનો દાવો

    મારિયુપોલમાં દસ હજાર લોકોનાં મૃત્યુનો દાવો

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇમેજ કૅપ્શન, મારિયુપોલમાં દસ હજાર લોકોનાં મૃત્યુનો દાવો

    રશિયાની સેનાએ રાજધાની કિએવનો મોરચો સમાપ્ત કર્યા બાદ પૂર્વની દિશામાં ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

    યુક્રેનના મહત્ત્વપૂર્ણ બંદરગાહ મારિયુપોલના મેયરે ન્યૂઝ સંસ્થા ઍસોસિયેટેડ પ્રેસ એજન્સીને જણાવ્યું કે યુદ્ધ શરૂ થયું, ત્યારથી અત્યાર સુધીમાં શહેરમાં 10 હજારથી વધુ નાગરિકોનાં મૃત્યુ થયાં છે.

    મેયર વાદિમ બૉયચેન્કોના કહેવા પ્રમાણે, શેરીઓમાં લાશો રઝળી રહી છે અને હજુ પણ લગભગ એક લાખ 20 હજાર નાગરિકો શહેરમાં નિવાસ કરી રહ્યા છે. શહેરને ખોરાક, પાણી અને દવાઓનની તત્કાળ જરૂર છે.

    મેયરનું કહેવું છે કે તેમણે એપીને જે માહિતી આપી, તે અનેક સ્રોતો પાસેથી મેળવેલી છે, પરંતુ બીબીસી સ્વતંત્ર રીતે તેની પુષ્ટિ કરતું નથી.

    રશિયન દળોએ બંદરગાહ પર લાંગરેલા લિબ્રિયાના જહાજને તાબા હેઠળ લીધું છે. 21મી ફેબ્રુઆરીએ લડાઈ શરૂ થઈ, ત્યારથી જ જહાજ બંદરગાહ પર હતું અને દરિયામાં નીકળી શક્યું ન હતું. જહાજ પર યુક્રેનના 18 તથા ઇજિપ્તના એક નાગરિક છે.

  11. ગુડ મૉર્નિંગ, બીબીસી ગુજરાતીના લાઇવ પેજમાં આપનું સ્વાગત છે. શ્રીલંકામાં આર્થિક સંકટ વચ્ચે વધતો વિરોધ, પાકિસ્તાનમાં ઇમરાન ખાનની સરકાર પડ્યા બાદ નવા વડા પ્રધાન માટે પ્રક્રિયા તેજ, રશિયા-યુક્રેન સંઘર્ષ જેવા મહત્ત્વના સમાચારની સાથે દેશ, દુનિયા અને ગુજરાતની અપડેટ્સ અહીં મેળવો.

    બીબીસી ગુજરાતીના લાઇવ પેજ સાથે જોડાયેલા રહો.આ અગાઉનાસમાચાર વાંચો અહીં.