વોલોદિમીર ઝૅલેન્સ્કી: બોરોદાયનકાની તબાહી બૂચા કરતાં પણ બદતર
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝૅલેન્સ્કીનું કહેવું છે કે બોરોદાયાનકાશહેરમાં ફેલાયેલી તબાહી "બૂચા કરતાં પણ વધારે ભયાનક" છે.
ગુરુવારે મોડીરાત્રે ફેસબુક લાઇવ દરમિયાન તેમણે આ માહિતી આપી હતી. તેમણે આરોપ મૂક્યો હતો કે રશિયા દ્વારા ઇરાદાપૂર્વક નાગરિક વિસ્તારોને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા.
બે ઍપાર્ટમૅન્ટના કાટમાળમાંથી 26 મૃતદેહ મળી આવ્યા હોવાના અહેવાલ છે.
બીજી બાજુ, જર્મન મીડિયાનો દાવો છે કે બૂચા હત્યાકાંડ વિશે રશિયન સેનાઓએ પરસ્પર વાતો કરી હતી. જર્મનીની ગુપ્તચર સંસ્થાએ આંતરેલી વાતચીતના આધારે આ દાવો કરવામાં આવી રહ્યો છે.