You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

રશિયાએ ગૂગલને અંદાજે 10 કરોડ ડૉલરનો દંડ કેમ ફટકાર્યો?

રશિયાની સરકારે ગૂગલને પોતાના પ્લૅટફોર્મ પરથી એ સામગ્રી હઠાવાની માગ કરી હતી, જેને તે અવૈધ માને છે.

લાઇવ કવરેજ

  1. વડોદરાની કંપનીમાં બૉઇલર ફાટ્યું, ચાર લોકોનાં મૃત્યુ

    વડોદરામાં વડસર બ્રિજ પાસે આવેલી કંપનીમાં બૉઇલર ફાટતાં ચાર લોકોનાં મૃત્યુ થયાં છે અને 10થી વધારે લોકોને ઈજા થઈ છે.

    ડીસીપી કરણરાજ વાઘેલાએ જણાવ્યું છે કે બૉઇલરની બાજુમાં જ વસાહત હતી, જ્યાં અહીં કામ કરતા લોકો રહેતા હતા.

    ડીસીપીના કહેવા પ્રમાણે આ ઘટનામાં ચાર લોકોનાં મૃત્યુ થયાં છે, જેમાં ચાર વર્ષની બાળકી અને એમનાં માતાનો પણ સમાવેશ થાય છે. તેમના સિવાય 19 વર્ષના યુવક અને 65 વર્ષના વૃદ્ધનું પણ મૃત્યું થયું છે.

    ગુજરાત સરકારમાં મહેસૂલમંત્રી અને વડોદરાની રાવપુરા બેઠકથી ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, "રાજ્ય સરકારે આ ઘટનાની ગંભીર નોંધ લીધી છે અને આ ઘટનાની તપાસ કરવામાં આવશે."

    "જો કંપની દ્વારા કોઈ બેદરકારી દાખવવામાં આવી હશે, તો સીલ કરવા સુધીની કાર્યવાહી પણ કરવામાં આવશે."

  2. બાંગ્લાદેશમાં બોટમાં આગ લાગતા 37 મુસાફરોનાં મૃત્યુ

    બાંગ્લાદેશની સુગંધા નદીમાં મુસાફરોને લઈને જઈ રહેલી એક બોટમાં આગ લાગતા કમસે કમ 37 લોકોનાં મૃત્યુ નીપજ્યાં છે.

    આ ઘટના ઝાલકોટી જિલ્લામાં ઘટી હતી.

    સત્તાધીશોએ બીબીસી બાંગ્લાને આ ઘટનાની પુષ્ટિ કરી હતી. તેમના જણાવ્યા પ્રમાણે મૃતકોની સંખ્યા હજુ વધી શકે છે.

    સૈફુલ હસને જણાવ્યું કે ‘એમવી અભિયાન’ નામની આ બોટ બારગુના જવા માટે રાતના સમયે ઢાકાથી નીકળી હતી. સવારના સમયે ઝાલકોટી જિલ્લામાં પહોંચતા જ બોટના એન્જિનમાં આગ લાગી હતી.

    ઈજાગ્રસ્ત લોકોને હાલમાં બારિસાલ સદર હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા છે અને બચાવકાર્ય પણ ચાલુ છે.

    બોટમાં આગ કઈ રીતે લાગી તે અંગે અધિકારીઓ તરફથી કોઈ જાણકારી આપવામાં આવી નથી.

    ઝાલકોટીથી એક સ્થાનિક પત્રકારે બીબીસી બાંગ્લાને જણાવ્યું કે તેમને વહેલી સવારે 3:30 વાગ્યે આ ઘટનાની જાણકારી મળી હતી. ઘણા યાત્રીઓ પોતાનો જીવ બચાવવા માટે નદીમાં કૂદ્યા હતા.

    એમ પણ કહેવાઈ રહ્યું છે કે બોટમાં ક્ષમતા કરતા વધારે મુસાફરો હતા.

  3. મેધા પાટકરે નરેન્દ્ર મોદી પર સ્ટેચ્યૂ ઑફ યુનિટી મુદ્દે કેવા આરોપો મૂક્યા?

    સામાજિક કાર્યકર મેધા પાટકર દલિત, ગરીબ અને મહિલાઓના મુદ્દા પર અવાજ ઉઠાવતા રહે છે.

    બીબીસી સંવાદદાતા તેજસ વૈદ્ય સાથેની વાતચીતમાં તેમણે દેશની વર્તમાન સ્થિતિ સહિતના મુદ્દાઓ પર પોતાનો મત રજૂ કર્યો હતો.

  4. ભારતમાં ઓમિક્રૉન વૅરિયન્ટના કેસ 300ને પાર

    ગુરુવારના રોજ ભારતમાં કોરોના વાઇરસના વૅરિયન્ટ ઓમિક્રૉનના કુલ કેસોની સંખ્યા 300ને પાર પહોંચી છે.

    ગુરુવારે નવા 84 કેસ નોંધાતા ભારતમાં ઓમિક્રૉન વૅરિયન્ટના કુલ કેસની સંખ્યા 341 થઈ ગઈ છે.

    ગુરુવારે ઓમિક્રૉન વૅરિયન્ટના નવા સૌથી વધુ કેસ તામિલનાડુમાં 33 નોંધાયા હતા.

    23 કેસો સાથે ગુજરાતનું પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર બીજા ક્રમે હતું.

    કર્ણાટકમાં 12, દિલ્હી તેમજ ગુજરાતમાં સાત-સાત અને ઓડિશામાં બે નવા ઓમિક્રૉનના કેસ નોંધાયા છે.

  5. યુકેમાં બે દિવસમાં કોરોનાના સવા બે લાખ નવા કેસ

    યુકેમાં બુધવારે રેકર્ડબ્રૅક 1,06,122 કેસ નોંધાયા હતા. બાદમાં ગુરુવારે પણ દૈનિક કેસોનો આંકડો એક લાખને પાર પહોંચ્યો હતો.

    ગુરુવારે યુકેમાં કોરોના વાઇરસના નવા 1,19,789 કેસ નોંધાયા હતા, જ્યારે 147 દર્દીઓનાં સારવાર દરમિયાન મૃત્યુ થયાં હતાં.

    આ સાથે જ યુકેમાં ગુરુવારે 8,40,038 લોકોએ રસીનો બૂસ્ટર ડોઝ લીધો હતો.

    યુકેમાં કોરોના વાઇરસના વૅરિયન્ટ ઓમિક્રૉનથી એક વ્યક્તિનું મોત થયું છે.

    વડા પ્રધાન બોરિસ જૉન્સને તાજેતરમાં કહ્યું હતું કે નાતાલ દરમિયાન નિયંત્રણો લાદવામાં નહીં આવે.

  6. CAA કાયદાને બે વર્ષ, પાકિસ્તાનથી આવેલા હિંદુઓને નાગરિકતા મળી?

  7. નમસ્કાર, સુપ્રભાત

    બીબીસી ગુજરાતીના લાઇવ પેજ પર આપનું સ્વાગત છે.

    અહીં દિવસ દરમિયાન ગુજરાત, દેશ અને દુનિયાના તમામ મોટા સમાચાર અને અપડેટ્સ તમે વાંચી શકશો.

    આ અગાઉની અપડેટ્સ વાંચવા માટે અહીં ક્લિક કરો.