You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

વિશ્વ હિન્દુ પરિષદની માગ, તબલીગી જમાત પર ભારતમાં પણ લાગે પૂર્ણ પ્રતિબંધ

ઇસ્લામી સમૂહ તબલીગી જમાત પર હાલમાં સાઉદી અરેબિયામાં લાગેલા પ્રતિબંધ બાદ ભારતમાં પણ આ સમૂહ પર પ્રતિબંધની માગ ઊઠી છે.

લાઇવ કવરેજ

  1. જ્યોર્જ ફ્લોયડ મોત: પૂર્વ પોલીસ અધિકારી ડેરેક શોવિને આરોપ સ્વીકાર્યો

    અમેરિકામાં ભૂતપૂર્વ શ્વેત પોલીસ અધિકારી ડેરેક શોવિને આફ્રિકન-અમેરિકન જ્યોર્જ ફ્લોયડના નાગરિક અધિકારોના ઉલ્લંઘનના આરોપોને સ્વીકાર્યા છે.

    ડેરેક શોવિન પર ગયા વર્ષે મે મહિનામાં મીનિયાપોલિસમાં એક નિઃશસ્ત્ર અશ્વેત વ્યક્તિ, જ્યોર્જ ફ્લોયડની ગરદન પર નવ મિનિટ સુધી ઘૂંટણિયે રહેવાનો આરોપ હતો. થોડીવાર પછી તેનું મૃત્યુ થયું હતું.

    ઘટનાનો વીડિયો આખી દુનિયામાં વાયરલ થયો હતો. આ વીડિયો સામે આવ્યા બાદ અમેરિકા સહિત સમગ્ર વિશ્વમાં જાતિવાદ અને પોલીસના ખરાબ વર્તન સામે ઉગ્ર વિરોધપ્રદર્શનો થયા હતા.

    યુએસ જ્યુરીએ શોવિન પર ત્રણ આરોપો લગાવ્યા હતા. આ કેસ માનવવધ, સેકન્ડ ડીગ્રી મર્ડર અને થર્ડ ડીગ્રી મર્ડરનો છે.

    બુધવારે, ડેરેક શોવિને યુએસ પ્રોસિક્યુટર્સ સાથે સમાધાન તરીકે તેની અગાઉની અરજીને રદ કરીને આરોપોનો સ્વીકાર કર્યો હતો.

    45 વર્ષીય ડેરેક શોવિનને 46 વર્ષીય જ્યોર્જ ફ્લોયડની હત્યામાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને તેમને 22 વર્ષથી વધુની જેલની સજા ફટકારવામાં આવી હતી.

  2. એશિઝ સિરીઝઃ આજથી બીજી ટેસ્ટ મેચ, પરંતુ ઓસ્ટ્રેલિયા માટે ખરાબ સમાચાર

    આજથી જ એડિલેડમાં બીજી એશિઝ ટેસ્ટ મેચ શરૂ થઈ રહી છે. ઑસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સ બીજી એશિઝ ટેસ્ટમાં રમી રહ્યા નથી.

    ક્રિકેટ ઑસ્ટ્રેલિયાએ ટ્વિટ કરીને આ અંગેની માહિતી આપી છે.

    ક્રિકેટ ઑસ્ટ્રેલિયાએ એક સત્તાવાર નિવેદન જારી કરીને કહ્યું છે કે ઑસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સ બુધવારે રાત્રે હોટલમાં ડિનર દરમિયાન કોવિડ પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આથી, તે એશિઝની બીજી ટેસ્ટ મેચમાં નહી રમે.

    તેણે પોતાનો આરટી પીસીઆર ટેસ્ટ પણ કરાવ્યો, જેનું પરિણામ નેગેટિવ આવ્યું છે.

    ક્રિકેટ ઑસ્ટ્રેલિયા તરફથી એવી આશા રાખવામાં આવી રહી છે કે કમિન્સ ત્રીજી ટેસ્ટ મેચ માટે ઉપલબ્ધ રહેશે. ત્રીજી ટેસ્ટ મેચ મેલબોર્નમાં રમાશે.

    પેટ કમિન્સની ગેરહાજરીમાં સ્ટીવ સ્મિથ ટીમના કેપ્ટનની ભૂમિકા નિભાવશે.

  3. રાજકોટ : પોતાના 6 માસના બાળકને લઈને ઘરેઘરે જઈને રસી આપતાં મહિલા