પશ્ચિમ બંગાળમાં નવ સીટ પર તૃણમૂલ કૉંગ્રેસ આગળ
ચૂંટણી પંચે જાહેર કરેલાં આંકડા અનુસાર પશ્ચિમ બંગાળમાં સવારના સાડા નવ વાગ્યા સુધી તૃણમૂલ કૉંગ્રેસ નવ સીટ પર આગળ છે. જ્યારે ભારતીય જનતા પાર્ટી ત્રણ સીટ પર આગળ ચાલી રહી છે.
આસામમાં ભાજપ અને કૉંગ્રેસ બંને પાર્ટી બે-બે સીટ પર આગળ છે, જ્યારે આસામ ગણ પરિષદ અને બોડોલૅન્ડ પીપલ્સ ફ્રન્ટ એક-એક સીટ પર આગળ છે.
કેરળમાં સીપીઆઈએમ 10 સીટ પર આગળ છે, જ્યારે કૉમ્યુનિસ્ટ પાર્ટી 2 પર અને કૉંગ્રેસ છ સીટ પર આગળ છે. અન્ય ચાર સીટ પર આગળ છે.
પુડ્ડુચેરીમાં ભાજપ અને કૉંગ્રેસ એક એક સીટ પર આગળ છે.
તામિલનાડુમાં ડીએમકે 7 સીટ પર, એઆઈડીએમકે 8 સીટ પર અને પટ્ટાઈ મક્કલ કાચી 2 સીટ પર આગળ છે.