You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

બંગાળ ચૂંટણી : નદીગ્રામનાં પરિણામો પર ઘેરાતું રહસ્ય

પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં તૃણમૂલ કૉંગ્રેસ ભલે નિર્ણાયક સરસાઈ મેળવી ચૂકી હોય પણ સૌની નજર નંદીગ્રામની બેઠક પર છે.

લાઇવ કવરેજ

  1. કૉંગ્રેસને તમામ તરફથી નિરાશા

    રાજ્યોમાં થઈ રહેલી મતગણતરીનાં વલણો કૉંગ્રેસ માટે નિરાશાજનક છે.

    ટીએમસીએ સારી લીડ મેળવી છે. તે 199 સીટ પર આગળ ચાલી રહ્યા છે. જ્યારે ભાજપ 79 સીટ પર આગળ છે.કૉંગ્રેસ એક જ બેઠક પર આગળ છે.

    આસામમાં કૉંગ્રેસ માટે ખરાબ સમાચાર છે. આસામમાં ભાજપ 56 સીટ પર આગળ છે જ્યારે કૉંગ્રેસ માત્ર 28 સીટ પર. ત્રીજા નંબર પર ઑલ ઇન્ડિયા યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ છે, જે 11 સીટ પર આગળ ચાલી રહ્યા છે.

    કેરળમાં દરેક પાંચ વર્ષે સત્તા બદલાતી રહે છે અને ત્યાં કૉંગ્રેસને આશા હતી કે સત્તામાં પરત ફરશે પરંતુ ત્યાં પણ નિરાશાજનક સ્થિતિ છે. કેરળમાં કૉંગ્રેસ 24 સીટ પર અને સીપીએમ 56 સીટ પર આગળ ચાલી રહી છે. આ વખતે કેરળમાં દરેક પાંચ વર્ષે સત્તા પરિવર્તનનો ટ્રેન્ડ બદલાતો જોવા મળે છે.

    તામિલનાડુમાં કૉંગ્રેસ 10 સીટ પર આગળ છે. પુદ્દુચેરીમાં કૉંગ્રેસ સત્તાધારી હતી અને ત્યાં માત્ર એક સીટ પર આગળ છે.

  2. અભિનેત્રી ખુશ્બુ પાછળ, તેમણે ચૂંટણી પહેલાં BBCને શું કહ્યું હતું?

    કૉંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા દક્ષિણ ભારતની ફિલ્મ ઇન્ડસ્ટ્રીનાં અભિનેત્રી ખુશ્બુ તેમની બેઠક પર પાછળ છે, ત્યારે જુઓ બીબીસી સંવાદદાતા તેજસ વૈદ્ય સાથેની તેમની વાતચીત.

    અભિનેત્રી ખુશ્બુએ રાહુલ ગાંધી અને કૉંગ્રેસની ટીકા કરતાં શું કહ્યું હતું.

  3. બંગાળમાં મમતા બેનરજીની પાર્ટી 200ને પાર

    પશ્ચિમ બંગાળમાં શરૂઆતમાં ભાજપ અને તૃણમૂલ કૉંગ્રેસ વચ્ચે જોવા મળેલી ટક્કર ધીમે-ધીમે ઓસરી રહી છે અને મમતા બેનરજીની પાર્ટી 202 બેઠકો પર આગળ છે.

    બપોરે સાડા બાર વાગ્યાની સ્થિતિ મુજબ પ.બંગાળમાં ટીએમસી 202, ભાજપ 77 બેઠકો પર આગળ છે.

    આ સિવાય એજીએસયુ પાર્ટી, કૉંગ્રેસ અને રાષ્ટ્રીય સેક્યુલર મજલિસ પાર્ટી 1-1 બેઠકો પર આગળ છે. બે બેઠકો પર અપક્ષ આગળ છે.

  4. બ્રેકિંગ, આસામમાં ભાજપ આગળ; મુખ્ય મંત્રીએ કહ્યું, 'અમે જીતીશું'

    ચૂંટણીપંચના આંકડા પ્રમાણે 12.10 વાગ્યા સુધીનાં વલણો પ્રમાણે 62 બેઠક પર ભાજપ આગળ છે અને મુખ્ય મંત્રીએ જીતની આશા વ્યક્ત કરી છે.

    સમાચાર એજન્સી પીટીઆઈ પ્રમાણે તેમણે કહ્યું કે 'વલણોમાં ભાજપના નેતૃત્વવાળઆ ગઠબંધન માટે સ્પષ્ટ બહુમત દેખાય છે, અમે ફરી સત્તામાં આવીશું.'

  5. બ્રેકિંગ, તામિલનાડુમાં ડીએમકે આગળ, કાર્યકરોની ઉજવણી

    તામિલનાડુમાં એમ. કે. સ્ટાલિનની પાર્ટી 177 બેઠકો પર આગળ છે. વિધાનસભાની 234 પૈકી 225 બેઠકોના વલણો જાહેર થયાં છે, જેમાં ડીએમકે 117 બેઠક પર, એઆઈડીએમકેને 76 બેઠક પર, કૉંગ્રેસ 13 બેઠક પર અને ભાજપ ચાર બેઠક પર આગળ છે.

    ચેન્નાઈસ્થિત ડીએમકે પાર્ટીની મુખ્ય ઑફિસ પર કાર્યકરોએ ઉજવણી શરૂ કરી છે.

  6. બ્રેકિંગ, પશ્ચિમ બંગાળમાં ટીએમસી ભાજપથી આગળ, વલણમાં બહુમતીનો આંકડો પાર

    પશ્ચિમ બંગાળમાં જ્યારે આજે સવારે આઠ વાગે મતગણતરી શરૂ થઈ ત્યારે ભાજપ અને તૃણમૂલ કૉંગ્રેસની વચ્ચે આકરી ટક્કર જોવા મળી હતી, પરંતુ જ્યારે સવારે 11.30 વાગે તસવીર સંપૂર્ણ રીતે બદલાઈ ગઈ છે.

    292 સીટમાંથી 277 સીટ પર ચૂંટણીપરિણામ આવી ગયા છે. જેમાં મમતા બેનરજીની તૃણમૂલ કૉંગ્રેસ 191 સીટ પર આગળ છે અને ભાજપ પાછળ હટીને 82 સીટ પર આવી પહોંચ્યું છે. જ્યારે સામ્યવાદી પક્ષ, કૉંગ્રેસ અને આઈએસએફનું ગઠબંધન રેસમાં ક્યાંય જોવા મળતું નથી.

    આ સિવાય તમામની નજર નંદીગ્રામ પર જ છે, જ્યાં મમતા બેનરજી પૂર્વ સાથી અને હવે ભાજપમાં જઈને તેમની સામે લડી રહેલાં સુવેન્દુ અધિકારીથી પાછળ છે.

    નંદીગ્રામનો સંગ્રામ મહત્વપૂર્ણ છે કારણ કે તૃણમૂલ કૉંગ્રેસ એક દાયકા પહેલાં અહીંથી જ ઉઠી હતી અને અધિકારી પરિવારે પણ ત્યારે આંદોલનમાં મોટી ભૂમિકા ભજવી હતી. આ આંદોલનના કારણે મમતા બેનરજી 2011માં 34 વર્ષ પછી ડાબેરી મોરચાની સરકારને હરાવી હતી.

    પશ્ચિમ બંગાળનું રણ સૌથી રસપ્રદ છે કારણ કે મુખ્ય મંત્રી મમતા બેનરજી ભાજપને પછાડીને સત્તાની મેળવશે તેવું જોવા મળી રહ્યું છે. ત્યારે ભાજપે જેણે પોતાના મુખ્ય મંત્રીનો ચહેરો સામે મૂક્યો નહીં, ભાજપ વિશ્વાસ દેખાડતો રહી કે તે 200થી વધારે સીટ પર જીતવામાં સફળ થશે.

  7. 'મેટ્રોમૅન' ઈ શ્રીધરન કેરળમાં આગળ

    ભારતમાં 'મેટ્રોમૅન' તરીકે ઓળખાતા ઈ. શ્રીધરન કેરળમાં ભાજપમાંથી ચૂંટણી લડી રહ્યા છે.

    ચૂંટણી પંચના અહેવાલ અનુસાર તેઓ કેરળની પલક્કડ વિધાનસભા બેઠક પરથી 14499 મત મેળવીને આગળ છે.

    બીજા ક્રમે કૉંગ્રેસના ઉમેદવાર શફી પારામ્બિલ છે. શ્રીધરન 3247 મતથી આગળ ચાલી રહ્યા છે.

  8. બ્રેકિંગ, નંદીગ્રામમાં મમતા બેનરજી ભાજપના શુભેન્દુ અધિકારીથી પાછળ

    પશ્ચિમ બંગાળની નંદીગ્રામ બેઠક પર ભાજપના ઉમેદવાર શુભેન્દુ અધિકારી કરતાં મુખ્ય મંત્રી મમતા બેનરજી પાછળ છે.

    આ બેઠક પર હજી મતગણતરી ચાલી રહી છે.

    11.45 વાગ્યા સુધીની સ્થિતિ પ્રમાણે મમતા બેનરજી 3710 મતથી અધિકારીથી પાછળ છે.

    ઉલ્લેખનીય છે કે મતગણતરી શરૂ થઈ ત્યારથી જ આ બેઠક પર રસાકસીની સ્થિતિ દેખાઈ રહી છે.

  9. ગુજરાતમાં મોરવા હડફની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર આગળ

    ગુજરાતમાં યોજાયેલી મોરવા હડફની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર નીમિષાબહેન સુથાર આગળ ચાલી રહ્યા છે.

    મતગણતરીના 11 રાઉન્ડ પૂર્ણ થયા પછી નીમિષાબહેન સુથારને 25,507 મત મળ્યા છે.

    જ્યારે કૉંગ્રેસ પાર્ટીના ઉમેદવાર સુરેશભાઈ કટારાને 14046 મત મળ્યા છે.

  10. તામિલનાડુમાં DMK આગળ, ભાજપ ત્રણ બેઠક પર આગળ

    11.35 વાગ્યા સુધીનાં વલણો પ્રમાણે તામિલનાડુની 234 બેઠક પૈકી 218 બેઠકનાં પરિણામો આવી રહ્યાં છે.

    108 બેઠક પર ડીએમકે અને 80 બેઠક પર એઆઈએડીએમકે આગળ છે.

    અહીં ભાજપ માત્ર ત્રણ બેઠક પર આગળ છે, જ્યારે કૉંગ્રેસ 23 બેઠક પર આગળ છે.

  11. કેરળની રાજનીતિમાં ગુજરાતીઓ : નરેન્દ્ર મોદી અને અમિત શાહ માટે કપરા ચઢાણ કેમ?

    કેરળના કોચીન અને કાલિકટમાં ગુજરાતીઓ મોટી સંખ્યમાં વસે છે.

    અહીં ગુજરાતીઓ એટલી મોટી સંખ્યામાં છે કે સ્થાનિકસ્વરાજની ચૂંટણીઓમાં LDF, UDF અને ભાજપે ગુજરાતી ઉમેદવારોને ઉતાર્યા હતા.

    જોકે અહીં વસતા ગુજરાતીઓ કહે છે કે કેરળમાં ભાજપ માટે કપરા ચઢાણની સ્થિતિ છે.

  12. પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કૉંગ્રેસ 158 સીટ પર આગળ

    સવારે 11 વાગ્યાની સ્થિતિ

    ચૂંટણીપંચના આંકડા અનુસાર સવારે અગિયાર વાગે પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કૉંગ્રેસ 158 સીટ પર આગળ ચાલી રહી છે.

    પશ્ચિમ બંગાળ :

    ટીએમસી : 158, ભાજપ : 74, કૉંગ્રેસ : 0, અન્ય+ : 4

    તામિલનાડુ

    એઆઈડીએમકે : 80, ડીએમકે : 92, કૉંગ્રેસ : 8 ભાજપ : 3 અન્ય+ : 17

    કેરળ

    સીપીઆઈએમ : 55, કૉંગ્રેસ : 23, ઇન્ડિયન મુસ્લિમ લીગ : 13, કેરળ કૉંગ્રેસ એમ : 6, સીપીઆઈ : 15

    આસામ

    ભાજપ : 50, કૉંગ્રેસ : 19,આસામ ગણ પરિષદ :11, અન્ય : 18

    પુડ્ડુચેરી

    ભાજપ : 3,કૉંગ્રેસ : 1, ઑલ ઇન્ડિયા એનઆર કૉંગ્રેસ : 6,અન્ય : 3

  13. ઍક્ટર કમલ હાસન કૉઇમ્બતુર સાઉથની સીટ પર આગળ

    બોલીવુડ ઍક્ટર કમલ હાસન તામિલનાડુની કોઇમ્બતુર સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે.

    ચૂંટણીપંચની વેબસાઇટ અનુસાર ઍક્ટર કમલ હાસન પહેલાં રાઉન્ડ બાદ 10.36 કલાકે 2010 મત મેળવીને આગળ ચાલી રહ્યા છે.

    કૉંગ્રેસના નેતા મયૂરા જયકુમાર 1926 વોટ સાથે પાછળ છે.

    કમલ હાસન પોતાની પાર્ટી મક્કલ નિધિ મિયામમાંથી ચૂંટણી લડી રહ્યા છે. તેમણે હાલમાં જ પોતાની પાર્ટી લૉન્ચ કરી હતી.

    તામિલનાડુના મુખ્ય મંત્રી કે પ્લાનીસ્વામી અને ડીએકેના પ્રમુખ સ્ટાલિન પણ પોત પોતાની સીટ પરથી આગળ ચાલી રહ્યા છે.

  14. કેરળમાં ડાબેર મોરચાની મજબૂત સ્થિતિ, ઇતિહાસ સર્જાશે?

    કેરળ વિધાનભાની ચૂંટણીનાં પરિણામો માટે પણ પ્રારંભિક વલણો આવી રહ્યાં છે.

    10.45 વાગ્યા સુધીના ચૂંટણીપંચના આંકડા પ્રમાણે સત્તારૂઢ ડાબેર મોરચાની સ્થિતિ મજબૂત દેખાઈ રહી છે.

    ભારતીય સામ્યવાદી પક્ષ 15 અને ભારતીય સામ્યવાદી પક્ષ (માર્ક્સવાદી) 49 બેઠક પર આગળ છે.

    જ્યારે સામે કૉંગ્રેસના નેતૃત્વવાળા યુડીએફ ગઠબંધન પૈકી કૉંગ્રેસ 18 અને ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ 14 બેઠક પર આગળ છે.

    કેરળમાં 140 વિધાનસભા બેઠકો છે અને અહીં દર પાંચ વર્ષે સત્તાપરિવર્તનનો ક્રમ રહ્યો છે.

  15. પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કૉંગ્રેસ 125 સીટ પર આગળ

    ચૂંટણીપંચના અહેવાલ અનુસાર સવારે 10.45 વાગે પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કૉંગ્રેસ પાર્ટી 125 સીટ પર આગળ ચાલી રહી છે.

    જ્યારે ભારતીય જનતા પાર્ટી 64 સીટ પર આગળ ચાલી રહી છે. 292માંથી 192 સીટના પરિણામ આવી રહ્યા છે. અન્ય 3 સીટ પર આગળ છે.

  16. 119 બેઠક પર મમતા બેનરજીની પાર્ટી TMC આગળ

    પશ્ચિમ બંગાળમાં મતગણતરી શરૂ થઈ ગઈ છે અને 10.35 વાગ્યા સુધીનાં પ્રારંભિક વલણોમાં મમતા બેનરજીનો પક્ષ તૃણમૂલ કૉંગ્રેસ ભાજપ કરતાં આગળ છે.

    ચૂંટણીપંચ દ્વારા જાહેર કરાયેલા આંકડા પ્રમાણે 10.35 વાગ્યા સુધીમાં 292 પૈકી 184 બેઠકો પરથી પ્રારંભિક વલણો આવી રહ્યાં છે.

    જેમાંથી 119 બેઠક પર મૃણમૂલ કૉંગ્રેસ આગળ છે અને 62 બેઠક પર ભાજપ આગળ છે, જ્યારે બે બેઠક પર અપક્ષ ઉમેદવારો આગળ છે.

    અત્યાર સુધીની સ્થિતિ પ્રમાણે ડાબેરી મોરચાના પક્ષો કે કૉંગ્રેસ એક પણ બેઠક પર આગળ નથી.

  17. નંદીગ્રામમાં મમતા બેનરજી ભાજપના સુવેન્દુ અધિકારીથી પાછળ

    પશ્ચિમ બંગાળના મુખ્ય મંત્રી મમતા બેનરજી ભાજપના નેતા સુવેન્દુ અધિકારીથી પાછળ ચાલી રહ્યાં છે.

    ચૂંટણી પંચની વેબસાઇટ પ્રમાણે સવારે સવા દસ વાગે ભાજપના સુવેન્દુ અધિકારીને 7,287 મત મળ્યા છે. જ્યારે મમતા બેનરજીને 5,790 મત મળ્યા છે.

    નંદીગ્રામ વિધાનસભા સીટ પરથી મમતા બેનરજી સુવેન્દુ અધિકારીથી 1,497 મતથી પાછળ છે.

    સુવેન્દુ અધિકારી મમતા બેનરજીના વિશ્વાસુ હતા. તેઓ વિધાનસભાની ચૂંટણી પહેલાં તૃણમૂલ કૉંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા.

  18. પશ્ચિમ બંગાળમાં 45 સીટ પર તૃણમૂલ કૉંગ્રેસ આગળ

    સવારે દસ વાગ્યાની સ્થિતિ : ચૂંટણીપંચના આંકડા પ્રમાણે

    પશ્ચિમ બંગાળ :

    ટીએમસી+ : 45, ભાજપ+ : 29, કૉંગ્રેસ+ : 0, અન્ય+ : 1

    તામિલનાડુ

    એઆઈડીએમકે : 44, ડીએમકે : 45, કૉંગ્રેસ : 4, ભાજપ : 3, અન્ય+ : 9

    કેરળ

    સીપીઆઈએમ : 38, કૉંગ્રેસ : 19, ઇન્ડિયન મુસ્લિમ લીગ : 10, કેરળ કૉંગ્રેસ એમ : 5

    આસામ

    ભાજપ : 17, કૉંગ્રેસ : 4,આસામ ગણ પરિષદ :5, અન્ય : 6

    પુડ્ડુચેરી

    ભાજપ : 2, કૉંગ્રેસ : 0, અન્ય : 3

  19. ચૂંટણી પહેલાં કેરળના ગુજરાતીઓ મોદી-શાહ વિશે શું બોલ્યા હતા?

  20. ગુજરાતમાં મોરવા હડફની પેટાચૂંટણીમાં ભાજપ 2300 મતથી આગળ

    ગુજરાતમાં મોરવા હડફ ખાતે યોજાયેલી વિધાનસભાની ચૂંટણીની મતગણતરી હાલ ચાલી રહી છે.

    હાલ ભારતીય જનતા પાર્ટી 2300 મતથી આગળ ચાલી રહી છે.

    ગુજરાતના પંચમહાલ જિલ્લાની મોરવા હડફ વિધાનસભા બેઠક પર 17 એપ્રિલના રોજ ચૂંટણી યોજાઈ હતી. નોંધનીય છે કે મોરવા હડફ વિધાનસભાની બેઠક આદિવાસી ઉમેદવાર માટે અનામત બેઠક છે.

    મધ્ય ગુજરાતમાં સ્થિત મોરવા હડફ બેઠક પરથી વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે ભૂપેન્દ્ર ખાંટ ચૂંટાઈ આવ્યા હતા.

    પરંતુ ભૂપેન્દ્ર ખાંટે દસ્તાવેજો સાથે ચેડાં કર્યાં હોવાની વાત અંગે ગુજરાત હાઇકોર્ટમાં કરાયેલ કેસમાં ભારતના ચૂંટણીપંચે સ્વીકારતાં તેમને મે, 2019માં ગેરલાયક ઠેરવાયા હતા.