બાબરી મસ્જિદ વિધ્વંસ ચુકાદો : અડવાણી, ઉમા ભારતી, મુરલી મનોહર જોશી નિર્દોષ

6 ડિસેમ્બેર, 1992માં તોડી પડાયેલી બાબરી મસ્જિદના કેસમાં જજે કહ્યું, 'પૂર્વાયોજિત ષડયંત્ર નહોતું, અચાનક ઘટના ઘટી'.

લાઇવ કવરેજ

  1. પાકિસ્તાનમાં રહેતા હિંદુઓ કયાં રીતરિવાજ પ્રમાણે લગ્ન કરે છે?

  2. ગુજરાતના ઇન્ટર્ન ડૉક્ટરોની માગ સ્વીકારાઈ, સ્ટાઇપેન્ડમાં વધારાની નીતિન પટેલની જાહેરાત

  3. પિન્કીનાં લગ્ન, ધર્માંતરણ, પતિની ધરપકડ અને 'ગર્ભપાત'ની કહાણી

  4. પાકિસ્તાનમાં નવો કાયદો, બળાત્કારીને નપુંસક બનાવી દેવાની જોગવાઈ

  5. નેપાળને ફરીથી હિંદુરાષ્ટ્ર બનાવવાની માગ કેમ ઊઠી રહી છે?

  6. મંદિરમાં નમાઝ પઢનાર 'ખુદાઈ ખિદમતગાર' ફૈસલ ખાન કોણ છે?

  7. #20thYearOfNaMo : મોદીના મૌન પર સવાલ કોણ અને કેમ ઉઠાવી રહ્યું છે?

  8. ભાજપને માટે આ ચુકાદો કોઈ ખાસ મહત્ત્વ રાખતો નથી - દૃષ્ટિકોણ

  9. બાબરી મસ્જિદ તોડી પડાયાનાં 28 વર્ષઃ ક્યાંથી ક્યાં પહોંચ્યા છીએ? - દૃષ્ટિકોણ

  10. પાકિસ્તાનનું એ મંદિર જે બાબરી વિધ્વંસ સમયે તોડી પડાયું

  11. બાબરી મસ્જિદ ચુકાદો : 'કોર્ટે એક દિવસની જેલ કે એક રૂપિયાનો દંડ તો કરવો હતો'

  12. બાબરી મસ્જિદ કેસ પહેલાં જ્યારે-જ્યારે CBIની તપાસ પર સવાલો થયા

  13. નમસ્કાર. બીબીસી ન્યૂઝ ગુજરાતીના આ વિશેષ લાઇવ રિપોર્ટિંગને અહીં અમે વિરામ આપીએ છીએ. દેશ-વિદેશ અને ગુજરાતના સમાચારો માટે બીબીસી ગુજરાતી સાથે જોડાયેલા રહેશો. ગુડ નાઇટ.

  14. બાબરી વિધ્વંસ કેસના ચુકાદા પર જસ્ટિસ લિબ્રાહને શું કહ્યું?

  15. બાબરી મસ્જિદ વિધ્વંસ કેસ ચુકાદા સામે સવાલો કેમ થઈ રહ્યાં છે?

  16. બાબરી મસ્જિદ વિધ્વંસ : કારસેવકોની જુબાની

  17. બાબરી વિધ્વંસના સાક્ષી પત્રકારોએ એ દિવસે શું જોયું હતું?

  18. બાબરી વિધ્વંસ ચુકાદ મામલે અયોધ્યાના મુસ્લિમો શું બોલ્યા?

    બાબરી મસ્જિદ વિધ્વંસ મામલે લખનૌની સીબીઆઈની વિશેષ કોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરી દીધા છે. આ મામલે લાલકૃષ્ણ અડવાણી, ઉમા ભારતી સહિત 32 આરોપીઓ હતાં. ન્યાયાધીશ સુરેન્દ્રકુમાર યાદવે ચુકાદો વાંચતાં કહ્યું કે ઘટના પૂર્વાયોજિત ષડ્યંત્ર નહોતું. આ ઘટના અચાનક ઘટી હતી.

    બદલો YouTube કન્ટેન્ટ
    Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી. YouTube કન્ટેન્ટમાં જાહેરાત હોઈ શકે છે.

    YouTube કન્ટેન્ટ પૂર્ણ

  19. અયોધ્યા નિર્ણય બાદ અપ્રાસંગિક થઈ ગયો હતો બાબરી મામલો : સંજય રાઉત

    શિવેસેનાના સાંસદ સંજય રાઉતે બાબરી મસ્જિદ વિધ્વંસ મામલે આવેલા ચુકાદા પર પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે ગત વર્ષે રામજન્મભૂમિ મામલે સુપ્રીમ કોર્ટે આપેલા નિર્ણય બાદ બાબરી વિધ્વંસ મામલાની પ્રાસંગિકતા ખતમ થઈ ગઈ હતી. આ ચુકાદાનું સ્વાગત કરતાં તેમણે પત્રકારોને કહ્યું, "વિશેષ કોર્ટનો આ ચુકાદો ગત વર્ષે આવેલા સુપ્રીમ કોર્ટના નિર્ણય અને વડા પ્રધાનના ભૂમિપૂજન બાદ અપ્રાસંગિક થઈ ગયો હતો."

    તેમણે સાથે જ કહ્યું કે જો બાબરી મસ્જિદને તોડી પડાઈ ન હોત તો અયોધ્યામાં રામમંદિરનું ભૂમિપૂજન શક્ય નહોતું.

    સંજય રાઉત

    ઇમેજ સ્રોત, Getty Images

  20. અયોધ્યામાં બાબરી વિધ્વંસ પછી શું બીજી મસ્જિદો પણ તોડવામાં આવી?