અમેરિકામાં કોરોના
વાઇરસનો વ્યાપ વિશ્વમાં સૌથી વધારે છે, છતાં સેંકડો લોકો રસ્તા ઉપર ઊતર્યા હતા અને
તેમણે લૉકડાઉનનો વિરોધ કર્યો હતો.
અલગ-અલગ રાજ્યોમાં વિરોધપ્રદર્શન કરનારાઓનું કહેવું છે
કે કોરોના વાઇરસનો પ્રસાર અટકાવવાના નામે સરકાર દ્વારા લૉકડાઉન લાગુ કરવામાં
આવ્યું છે, જે બિનજરૂરી છે.
આવા જ એક સમૂહના નેતાએ
બી.બી.સી. સાથે વાત કરતાં કહ્યું, "અમારા રાજ્યને ખોલવામાં આવે, અન્યથા અમે
જાતે જ ખોલી લઇશું."
મંગળવાર સવારની સ્થિતિ
પ્રમાણે, અમેરિકામાં સાત લાખ 85 હજાર કેસ નોંધાયેલા છે. જ્યારે 41 હજાર કરતાં વધુ
દરદીઓનાં મૃત્યુ થયાં છે. જે વિશ્વમાં સૌથી વધુ છે.