બ્રેકિંગ, ગુજરાતમાં વધુ 108 કેસ, 91 કેસ અમદાવાદમાંથી
ગુજરાત રાજ્યના આરોગ્ય સચિવ જયંતી રવિએ જણાવ્યું કે ગુજરાતમાં કોરોનાના વધુ 108 કેસ નોંધાયા છે, જે પૈકી 91 કેસ અમદવાદમાંથી છે.
આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં રવિવાર સાંજથી વધુ ચાર મરણ નોંધાતાં કુલ મરણાંક 67એ પહોંચ્યો છે.
અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ 1851 કેસ નોંધાયા છે, 1662 દર્દીઓની સ્થિતિ સ્થિરછે અને 14 દર્દી વૅન્ટિલેટર પર છે.
આ ઉપરાંત વિદેશમાં મુસાફરી કરીને આવનાર કચ્છના એક શખ્સનો રિપોર્ટ 14 દિન બાદ પૉઝિટિવ આવ્યો હોવાનો કિસ્સો પણ નોંધાયો છે.