You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

કોરોના વાઇરસ : કેટલીક શરતો સાથે રાજ્યની અંદર શ્રમિકો આવજા કરી શકશે

ગુજરાત સહિત દેશ-વિદેશના કોરોના સંબંધિત સમાચાર તથા અપડેટ્સ અહીં વાચો.

લાઇવ કવરેજ

  1. એ સાત મહિલા જેમણે પોતાના દેશને કોરોના વાઇરસની મહામારીમાંથી ઉગારી લીધા

  2. કોરોના વાઇરસ : અમદાવાદમાં પૉઝિટિવ કેસ 1100ને પાર કેવી રીતે પહોંચ્યા?

  3. કોરોના અપડેટ

    • ગુજરાતમાં કોરોના વાઇરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 1743, કુલ મૃતકાંક 63
    • દુનિયાભરમાં કોરોના વાઇરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 23 લાખને પાર, અત્યાર સુધીમાં એક લાખ 61 હજારથી વધુનાં મૃત્યુ
    • ભારતમાં કોરોના વાઇરસને લીધે અત્યાર સુધીમાં કુલ 519નાં મૃત્યુ, દર્દીઓની સંખ્યા 16,116 પર પહોંચી
    • 20 એપ્રિલથી ભારતમાં લૉકડાઉનમાં પણ કેટલાક દિશાનિર્દેશો સાથે રાહત અપાશે
    • બ્રિટનમાં કોરોના વાઇરસને લીધે મૃતકોની સંખ્યા 16,000ને પાર પહોંચી
    • અમેરિકાના રાષ્ટ્રપતિએ કેટલાંક રાજ્યોને ખોલવાની જાહેરાત કરી

    કોરોના વાઇરસ સંબંધિત આજનું લાઇવ પેજ અહીં પૂર્ણ કરીએ છીએ. આવતી કાલે ફરીથી મળીશું. શુભરાત્રિ.

  4. બ્રેકિંગ, ગુજરાત : આજે દસથી પાંચ વાગ્યા વચ્ચે નવા 139 કેસો સામે આવ્યા

    આજે એટલે કે 19 એપ્રિલ સવારે દસ વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધીમાં રાજ્યમાં કોરોના વાઇરસના વધુ 139 કેસ નોંધાયા છે. આરોગ્ય અને કુટુંબકલ્યાણ વિભાગે આ માહિતી આપી છે.

    આ દરમિયાન સૌથી વધુ કેસો અમદાવાદમાં નોંધાયા છે.

    અમદાવાદમાં 99 કેસો નોંધાયા છે. એ બાદ સુરતમાં 22, વડોદરામાં 14, રાજકોટ, ભરૂચ, દાહોદ અને નર્મદામાં એક-એક કેસ નોંધાયો છે.

    આ સાથે જ રાજ્યમાં વધુ પાંચ દરદીઓનાં મૃત્યુ થયાં છે, જ્યારે 11 દરદીઓ સાજા થઈ ગયા છે.

    139 નવા કેસ નોંધાતા ગુજરાતમાં કોરોના વાઇરસના કુલ દરદીઓની સંખ્યા 1743 થઈ ગઈ છે. તો કુલ મૃતકાંક 63 થઈ ગયો છે.

  5. એ દેશ, જ્યાં લોકોને દફનાવવાની જગ્યા ખૂટી પડી

    અહીં કામદારો કહી રહ્યા છે કે તેઓ સામાન્ય કરતા 50 ટકા વધુ કબરો ખોદી રહ્યા છે.

    વળી જેમને અહીં દફનાવવામાં આવ્યા છે, તેઓ કોરોના વાઇરસ સંક્રમણના શંકાસ્પદ કેસો હતા અને તેમના સત્તાવાર ટેસ્ટ રિઝલ્ટ નહોતા આવ્યા.

    પરિવારોએ સપ્તાહો સુધી રાહ જોવી પડે છે, બ્રાઝિલની સરકાર ઉપર આરોપ છે કે ત્યાંનો સત્તાવાર આંકડો ખરેખર કેટલા મોત થયા તેનું સાચું ચિત્ર નથી દર્શાવતો.

  6. કોરોના વાઇરસ: સવાલ અને સાવચેતી

    • કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે અહીં ક્લિક કરો
    • સેક્સ અને કોરોના વાઇરસ સંબંધિત સવાલ અને સાવચેતી જાણવા માટે અહીં ક્લિક કરો
    • ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે અહીં ક્લિક કરો
    • શું મચ્છરના કરડવાથી કોરોના વાઇરસનો ચેપ લાગી શકે? જાણવા માટે અહીં ક્લિક કરો
    • કોરોના વાઇરસ : કોવિડ-19 વિશે આપણે હજુ પણ શું-શું જાણતા નથી? જાણવા માટે અહીં ક્લિક કરો
    • કોરોનાથી બચવા માટે હાથ ધોવાની યોગ્ય રીત કઈ? જાણવા માટે અહીં ક્લિક કરો
    • કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે અહીં ક્લિક કરો
    • કયા પ્રાણીને કારણે કોરોના ફેલાયો? જાણવા માટે અહીં ક્લિક કરો
    • 98 વર્ષ અગાઉ ભારતમાં દોઢ કરોડોનો ભોગ લેનારી એ મહામારી વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
    • ઇમ્યુન સિસ્ટમની જટિલ દુનિયા કેટલી તમારા હાથમાં? જાણવા માટે અહીં ક્લિક કરો
  7. બ્રેકિંગ, કોવિડ-19 ધર્મ, જાતિ, ભાષા, સંપ્રદાયને નથી માનતો : નરેન્દ્ર મોદી

    વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘લિન્ક્ડઇન’ પર એક લાંબી પોસ્ટ લખી છે, જેમાં તેમણે કોરોના વાઇરસ કોઈ પણ પ્રકારના ભેદભાવમાં ન માનતો હોવાની વાત કરી છે. વડા પ્રધાને લખ્યું, “આ વાઇરસ જાતિ, ધર્મ, રંગ, લિંગ, ભાષા કે સરહદોને નથી જોતો. એટલે આપણી પ્રતિક્રિયા અને આચરણમાં એકતા અને ભાઇચારાને પ્રમુખતા આપવી જોઈએ. આ પરિસ્થિતિમાં આપણે સૌ એક સાથે છીએ.”

  8. દુનિયાભરમાં ભારતની પ્રાસંગિકતા વધી

    સંયુક્ત આરબ અમિરાતે હાઇડ્રૉક્સિક્લોરોક્વિન દવા મોકલવા માટે ભારતનો આભાર માન્યો છે.

    હાઇડ્રૉક્સિક્લોરોક્વિનનો પહેલો જથ્થો 55 લાખ ટેબલેટના રૂપમાં યુએઈ પહોંચ્યો છે. આ દવાનો ઉપયોગ દુનિયાભરમાં કોરોના વાઇરસથી સંક્રમિત લોકોની સારવાર માટે થઈ રહ્યો છે.

    જોકે આ દવા કોવિડ-19 માટે કેટલી અસરકારક છે એના પર વિવાદ છે.

    અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ દવાને ગેમચેન્જર ગણાવી હતી. મેલેરિયામાં અપાતી ભારતની આ દવા વિશ્વભરના ઘણા દેશોએ મંગાવી છે. જેમાં અમેરિકા, ઇઝરાયલથી લઈને તુર્કી અને મલેશિયા પણ સામેલ છે.

    ભારતે ગત મહિને આ દવાની નિકાસ પરનો પ્રતિબંધ દૂર કર્યો હતો.

    સ્પૂતનિક ન્યૂઝ અનુસાર, કાશ્મીર પર પાકિસ્તાન સાથે ઊભા રહેનારા તુર્કી અને મલેશિયાએ પણ ભારત પાસેથી આ દવા માગી છે.

    ઘણી મીડિયા રિપોર્ટમાં કહેવાયું છે કે હાઇડ્રૉક્સિક્લોરોક્વિનને કારણે ભારતના રાજદ્વારી સંબંધો મજબૂત થયા છે.

    એટલું જ નહીં ભારતે નેપાળ, માલદીવ અને કુવૈતમાં આર્મીના ડૉક્ટરોની ટીમ પણ રવાના કરી છે.

  9. છેલ્લા 24 કલાકમાં ભારતમાં 1334 નવા કેસ, 27 મૃત્યુ

    સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલ મુજબ, કાલથી અત્યાર સુધીમાં 1334 નવા કેસ સામે આવ્યા છે અને દેશમાં સંક્રમિતોની સંખ્યા 15712 પર પહોંચી છે.

    છેલ્લા 24 કલાકમાં 27 મૃત્યુ થયાં છે, કોરોનાને કારણે અત્યાર સુધીમાં દેશમાં કુલ 507 લોકોનાં મૃત્યુ થયાં છે.

    કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રવિવારે પત્રકારપરિષદમાં કહ્યું કે કોરોના વાઇરસથી સંક્રમિત 2231 લોકો સાજા થઈ ગયા છે.

    અગ્રવાલે જણાવ્યું કે, "પુડ્ડુચેરીના માહે અને કર્ણાટકના કોડાગુમાં છેલ્લા 28 દિવસથી એક પણ કેસ આવ્યો નથી. આ સિવાય 54 એવા જિલ્લા છે જ્યાં છેલ્લા 14 દિવસથી કોઈ નવો કેસ સામે આવ્યો નથી. તેમાં 10 નવા જિલ્લા જોડાયા છે."

    તેઓએ જણાવ્યું, "આજ એક હાઇલેવલ ટાસ્ક ફોર્સની રચના કરાઈ છે, જે વૅક્સિનના કામ પર સમન્વય કરશે. આ ટાસ્ક ફોર્સનો મુખ્ય ઉદ્દેશ્ય અકાદમી, ઇન્ડસ્ટ્રી અને આંતરરાષ્ટ્રીયસ્તરે થઈ રહેલા પ્રયાસોને ગતિ આપવાનો છે."

    14 એપ્રિલ વડા પ્રધાને રાષ્ટ્રજોગ સંબોધનમાં કહ્યું હતું કે 20 એપ્રિલ પછી કેટલાક વિસ્તારોમાં રાહત અપાશે.

    લવ અગ્રવાલે જણાવ્યું કે હૉટસ્પૉટ જિલ્લામાં કન્ટેનમૅન્ટ એરિયામાં આ છૂટ લાગુ નહીં થાય.

    તેઓએ કહ્યું, અમારા સ્વાસ્થ્ય મંત્રાલયના દિશાનિર્દેશો અનુસાર હૉટસ્પૉટ કે રેડ ઝોન એ વિસ્તાર છે જ્યાં મોટી સંખ્યામાં કેસ સામે આવ્યા છે અથવા કોરોનાના કેસ બમણા થવાની ગતિ ચાર દિવસથી ઓછી છે."

  10. 20 એપ્રિલથી રાજ્યમાં જ પ્રવાસી મજૂર આવ-જા કરી શકશે : ગૃહ મંત્રાલય

    કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કહ્યું કે દેશના અલગઅલગ ભાગમાં લૉકડાઉનને કારણે ફસાયેલા મજૂરોને કેટલીક શરતો સાથે રાજ્યમાં જ તેમના કામના સ્થળે જવા દેવાશે.

    જોકે ગૃહસચિવ અજય ભલ્લાએ સ્પષ્ટ કર્યું કે 3 મે સુધી લૉકડાઉન દરમિયાન એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવા પર પ્રતિબંધ રહેશે.

    ગૃહસચિવ તરફ જાહેર કરેલા આદેશમાં કહેવાયું કે કોરોના વાઇરસ ફેલાવાને કારણે ઉદ્યોગો, કૃષિ, ભવનનિર્માણ અને અન્ય ક્ષેત્રોના મજૂરો તેમના કામના સ્થળેથી ખસી ગયા છે અને તેઓ પ્રદેશ સરકારો તરફથી ચાલતી રાહતશિબિરમાં રહે છે.

    સરકારનો આ દિશાનિર્દેશ 20 એપ્રિલથી લાગુ થશે અને મજૂરો ઔદ્યોગિક, મેન્યુફૅક્ચરિંગ, કન્સ્ટ્રક્શન, કૃષિ અને મનરેગા સાથે જોડાયેલાં કામ કરી શકશે.

    ગૃહ મંત્રાલયના આદેશમાં આપેલા દિશાનિર્દેશમાં કહેવાયું છે કે સરકારી રાહતશિબિરમાં રહેતા મજૂરોએ સ્થાનિક કાર્યાલયોમાં નોંધણી કરાવવી પડશે અને તેમના કૌશલને આધારે નક્કી કરાશે કે તેઓ શું કામ કરી શકે છે.

    આદેશમાં કહેવાયું છે કે મજૂરોનો એક સમૂહ જો પોતાના કાર્યસ્થળે પાછો ફરવા માગતો હોય તો પહેલા તેમનું સ્ક્રિનિંગ થશે અને જેમનામાં કોઈ પણ પ્રકારનાં લક્ષણ ન દેખાય તેમને તેમના કાર્યસ્થળે મોકલી દેવાશે.

    બસમાં યાત્રા દરમિયાન ધ્યાન રખાશે કે સુરક્ષિત અંતરના માનદંડોનું પાલન થઈ રહ્યું છે કે નહીં અને બસોને સૅનિટાઇઝ કરાશે.

    આદેશમાં કહેવાયું છે કે યાત્રા દરમિયાન મજૂરોની ખાવાપીવાની વ્યવસ્થા પણ કરાશે.

  11. કોરોના વાઇરસથી સંક્રમિત થયેલા ભારતીય સૈનિકો ક્યાં રહેતા હતા?

  12. દિલ્હીમાં કોરોનાનો ખતર ટળ્યો નથી, વધી રહ્યો છે : મનીષ સિસોદિયા

    દિલ્હીના ઉપમુખ્ય મંત્રી મનીષ સિસોદિયાએ દિલ્હીમાં કોરોના પૉઝિટિવની સંખ્યા મામલે ચિંતા પ્રગટ કરતાં ટ્વીટ કરીને લોકોને ઘરમાં રહેવાની સલાહ આપી છે.

    તેઓએ કહ્યું, "દિલ્હીમાં કાલે 736 કોરોના ટેસ્ટ કરાયા, તેમાંથી 186 કેસ પૉઝિટિવ આવ્યા છે. આ સારા સંકેત નથી. જે વિસ્તારમાં કોરોનાના દર્દી મળ્યા છે તેને હૉટસ્પૉટ જાહેર કરીને સીલ કરી દીધા છે. કોરોનાનો ખતરો ટળ્યો નથી, પણ વધી રહ્યો છે. બધાને અપીલ છે કે ઘરમાં જ રહો."

  13. એમેઝોન-ફ્લિપકાર્ટ જેવી ઈ-કૉમર્સ કંપનીઓ માત્ર જરૂરી સામાનનો જ સપ્લાય કરશે

    કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે ઈ-કૉમર્સ કંપનીઓ લૉકડાઉન દરમિયાન બિનજરૂરી સામાનનો સપ્લાય નહીં કરી શકે.

  14. કોરોના કવરેજનો ક્રમ

    • 18મી એપ્રિલના અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો
    • 17મી એપ્રિલના અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો
    • 16 મી એપ્રિલના અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો
    • 15 મી એપ્રિલના અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો
    • 14મી એપ્રિલના અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો
    • 13મી એપ્રિલના અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો
    • 12મી એપ્રિલના અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો
    • 11મી એપ્રિલના અપડેટ્સ જાણવા માટ અહીં ક્લિક કરો
    • 10મી એપ્રિલના અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો
    • નવમી એપ્રિલના અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો
    • આઠમી એપ્રિલના અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો
    • સાતમી એપ્રિલના અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો
    • છઠ્ઠી એપ્રિલના અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો
    • પાંચમી એપ્રિલના અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો
    • ચોથી એપ્રિલના અપડેટ્સ જાણવા માટે અહીંક્લિક કરો
    • ત્રીજી એપ્રિલના અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો
    • બીજી એપ્રિલના અપડેટ્સ જાણવા માટે અહીંક્લિક કરો
    • પહેલી એપ્રિલના અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો
    • ભારતમાં લૉકડાઉનના પ્રથમ સપ્તાહ દરમિયાનના અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો
  15. લૉકડાઉન દરમિયાન ઇ-કોમર્સ કંપની અનાવશ્યક માલને સપ્લાય પર પ્રતિબંધ યથાવત્ રહેશે : ગૃહ મંત્રાલય

    સમાચાર સંસ્થા એ.એન.આઈ.ના અહેવાલ અનુસાર, ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા ઈ-કૉમર્સ કંપનીઓ પર અનાવશ્યક ચીજોની હેરફેર ઉપરનો પ્રતિબંધ યથાવત્ છે.

    સરકારે અગાઉ 20 એપ્રિલ પછી લૉકડાઉન દરમિયાન જીવન જરૂરિયાત અને બીજી કેટલીક વસ્તુની હેરફેર માટે પરવાનગી આપી હતી.ઉલ્લેખનીય છે કે વેપારી સંગઠનો દ્વારા કેન્દ્ર સરકારને ફરિયાદ કરવામાં આવી હતી કે ઈ-કૉમર્સ વેબસાઇટ્સ દ્વારા અનાવશ્યક ચીજોનું વેચાણ થઈ રહ્યું છે, જે ટ્રૅડર્સને અન્યાયકર્તા છે.

  16. પાંચ દાયકા પહેલાં કોરોના વાઇરસને ઓળખી કાઢનાર એ મહિલા

    મનુષ્યોમાં પહેલી વખત કોરોના વાઇરસની શોધ કરનાર મહિલા સ્કૉટલૅન્ડના એક બસ ડ્રાઇવરનાં દીકરી હતાં જેમણે 16 વર્ષની ઉંમરે સ્કૂલ છોડી દીધી હતી.

    જૂન અલમેડા વાઇરસ ઇમેજિંગ ક્ષેત્રના પ્રખ્યાત લોકોની યાદીમાં પોતાનું નામ લખાવવા ઇચ્છતાં હતાં. હવે, કોવિડ-19ની મહામારીના સમયમાં જૂનનાં કામની ચર્ચા થઈ રહી છે અને તેમનું સંશોધન ચર્ચાનું કેન્દ્ર છે.

    કોવિડ-19 એક નવો વાઇરસ છે, પરંતુ આ કોરોના વાઇરસનો જ એક પ્રકાર છે, જેની શોધ ડૉક્ટર જૂન અલમેડાએ સૌથી પહેલાં વર્ષ 1964માં લંડનની સેન્ટ થૉમસ હૉસ્પિટલની લૅબમાં કરી હતી.

  17. અમદાવાદના પહેલાં દરદીને એક મહિના બાદ રજા અપાઈ

    અમદાવાદમાં જે દરદીને સૌથી પહેલાં કોરોના વાઇરસનો ચેપ લાગ્યો હતો, તે નિયોમી શાહ સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે.

    શાહને અમદાવાદની એસ.વી.પી. હૉસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.

    તેમણે કહ્યું, "મને 17 માર્ચે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. બે વખત નૅગેટિવ ટેસ્ટ આવ્યા પછી મને રજા આપવામાં આવી છે. આ લાંબી જર્ની હતી."

    શાહે નાગરિકોને ઘરે રહેવા તથા નિષેધોનું પાલન કરવાની અપીલ પણ કરી હતી.

  18. અમદાવાદમાં 140 નવા કેસ નોંધાતા કોરોનાના પૉઝિટિવ કેસની સંખ્યા 1000ને પાર

    અમદાવાદમાં શનિવારે સાંજે છ વાગ્યા બાદ 140 નવા કેસ નોંધાતા કોરોના વાઇરસના પૉઝિટિવ કેસની સંખ્યા 1000ને પાર થઈ છે. આ ગાળા દરમિયાન વધુ પાંચ મૃત્યુ થયાં છે.

    જેમાંથી ચાર દરદી અમદાવાદના છે, જ્યારે એક દરદી સુરતના છે.

    અમદાવાદમાં કોરોના વાઇરસના 1002 કેસ નોંધાયા છે. ગુજરાતમાં કુલ પૉઝિટિવ દરદીઓની સંખ્યા 1604એ પહોંચી છે.

    ગુજરાતમાં કુલ 58 દરદીઓનાં મૃત્યુ થયાં છે.

    જ્યારે 94 દરદીઓને સાજા થતાં રજા આપી દેવામાં આવી છે.

    છેલ્લાં 18 કલાકમાં અમદાવાદમાં 140 પૉઝિટિવ કેસ નોંધાયા છે.

    જ્યારે સુરતમાં 67 કેસ નોંધાયા છે. રાજ્યમાં પૉઝિટિવ કેસની સંખ્યામાં અમદાવાદ પછી સુરત (220 કેસ) અને વડોદરા (166 કેસ) છે.

  19. કોરોના વાઇરસને લઈને હાલ સુધીના મહત્ત્વના આંતરરાષ્ટ્રીય સમાચાર

    • અમેરિકાના સંરક્ષણ પ્રધાન માર્ક એસ્પરે કહ્યું કે ચીનના નેતાઓએ કોરોના વાઇરસની મહામારીને લઈને અનેક બાબતોમાં પારદર્શકતા રાખી નથી. તેમણે વધુમાં કહ્યું કે ચીન હાલ પણ પારદર્શક વલણ અપનાવી રહ્યું નથી.
    • સંયુક્ત રાષ્ટ્રએ કહ્યું કે કોરોના વાઇરસની મહામારીથી દુનિયાની અર્થવ્યવસ્થામાં મંદી આવશે અને આનાથી લાખો બાળકોના જીવન ભયમાં છે. સંયુક્ત રાષ્ટ્રએ કહ્યું કે ગરીબી વધવાથી લાખો બાળકોના જીવ પણ જઈ શકે છે.
    • મેક્સિકોના રાષ્ટ્રપતિએ કહ્યું કે એક જૂનથી જનજીવન સામાન્ય થઈ જશે.
    • જાપાનના વડા પ્રધાન શિંજો આબે એ આખા દેશમાં ઇમરજન્સી લાગુ કરી છે. આ પહેલાં કેટલાક પ્રાંતમાં જ કટોકટી લાદવામાં આવી હતી.
    • ઇન્ડોનેશિયાને આશંકા છે કે મેથી જૂનની વચ્ચે કોરોના વાઇરસથી સંક્રમણના કેસ હજુ વધશે. અનેક વિશેષજ્ઞોનું માનવું છે કે ઇન્ડોનેશિયાએ 'દક્ષિણ-પૂર્વ એશિયાનું ઇટાલી' બની શકે છે.
  20. કોરોના વાઇરસ: સવાલ અને સાવચેતી

    • કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે અહીં ક્લિક કરો
    • સેક્સ અને કોરોના વાઇરસ સંબંધિત સવાલ અને સાવચેતી જાણવા માટે અહીં ક્લિક કરો
    • ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે અહીં ક્લિક કરો
    • શું મચ્છરના કરડવાથી કોરોના વાઇરસનો ચેપ લાગી શકે? જાણવા માટે અહીં ક્લિક કરો
    • કોરોના વાઇરસ : કોવિડ-19 વિશે આપણે હજુ પણ શું-શું જાણતા નથી? જાણવા માટે અહીં ક્લિક કરો
    • કોરોનાથી બચવા માટે હાથ ધોવાની યોગ્ય રીત કઈ? જાણવા માટે અહીં ક્લિક કરો
    • કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે અહીં ક્લિક કરો
    • કયા પ્રાણીને કારણે કોરોના ફેલાયો? જાણવા માટે અહીં ક્લિક કરો
    • 98 વર્ષ અગાઉ ભારતમાં દોઢ કરોડોનો ભોગ લેનારી એ મહામારી વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
    • ઇમ્યુન સિસ્ટમની જટિલ દુનિયા કેટલી તમારા હાથમાં? જાણવા માટે અહીં ક્લિક કરો