ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19 સંબંધી કોઈ મૃત્યુ નોંધાયું નથી.
ગુજરાત આરોગ્યવિભાગ મુજબ રાજ્યમાં નવા 45 કેસ આવ્યા અને કુલ સંક્રમિતોની સંખ્યા 617 થઈ ગઈ છે.
રાજ્યમાં કોવિડ-19ને કારણે મરણાંક 26 છે.
કોરોના સંક્રમણના 617 કેસમાંથી 550 કેસ લોકલ ટ્રાંસમિશનના છે અને 55 લોકો સારવાર પછી સાજા થયા છે.
અમદાવાદમાં સૌથી વધારે 351 કેસ છે અને વડોદરામાં 107 કેસ છે.
સુરતમાં કોરોના વાઇરસ સંક્રમણના 42 કેસ છે અને મરણાંક ચાર છે.
રાજકોટમાં 18 સંક્રમિત દર્દીઓ છે.
રાજ્યની રાજધાની ગાંધીનગરમાં 16 કેસ છે.
પાટણમાં 14 અને ભરૂચમાં 11 કેસ નોંધવામાં આવ્યા છે.