કોરોના વાઇરસ : 24 કલાકમાં ઇટાલીમાં 766 અને સ્પેનમાં 932 લોકોનાં મૃત્યુ

ગુજરાત સહિત દેશ-વિદેશના કોરોના સંબંધિત અપડેટ્સ તથા માહિતી અહીં મેળવો.

લાઇવ કવરેજ

  1. બ્રેકિંગ, અમદાવાદમાં સાત વર્ષીય બાળકીનો રિપોર્ટ પૉઝિટિવ, પૉઝિટિવ કેસની સંખ્યા 95

    ગુજરાતનાં આરોગ્ય સચિવ જયંતી રવિએ શુક્રવારે આપેલી માહિતી મુજબ કોરોના સંક્રમણને કારણે ગુજરાતમાં પૉઝિટિવ કેસની સંખ્યા 95 થઈ, વધુ એક મૃત્યુ થતાં મરણાંક આઠનો થયો.

    તમામ નવા સાત કેસ અમદાવાદમાં સામે આવ્યા છે જેમાં સાત વર્ષની બાળકી પણ સામેલ છે, જેને સ્થાનિક સંપર્કથી ચેપ લાગ્યો છે.

    જયંતી રવિએ આપેલી માહિતી મુજબ ગુજરાતમાં 14,868 લોકો ક્વોરૅન્ટીનમાં મૂકવામાં આવ્યા છે અને રાજ્યમાં કુલ 1944 સૅમ્પલ ટેસ્ટ થયા છે.

    સાત નવા કેસ સાથે અમદાવાદમાં કોરોનાના કુલ 38 દર્દી, વડોદરામાં મૃત્યુ પામનાર દર્દી મૂળ પંચમહાલના છે.

    ત્યારે અન્ય જિલ્લાઓમાં આંકડા આ પ્રમાણે છે

    ભાવનગર - 7

    ગાંધીનગર - 11

    રાજકોટ - 10

    સુરત - 12

    વડોદરા - 9

    ગીર સોમનાથ 2, કચ્છ 1, મહેસાણા 2, પંચમહાલ 1, પોરબંદર 3

  2. બ્રેકિંગ, વડોદરામાં સારવાર લઈ રહેલા ગોધરાના 78 વર્ષના વૃદ્ધનું મૃત્યુ

    ગુજરાતના વડોદરામાં કોરોના સંક્રમણથી 78 વર્ષના એક દર્દીનું મૃત્યુ થયું છે.

    વડોદરાના મુખ્ય ચિકિત્સા અધિકારી ઉદય તિલવતે કહ્યું કે ગુરુવાર રાત્રે ગોધરાના આ દર્દીનું મૃત્યુ થઈ ગયું.તેમની સારવાર વડોદરાની હૉસ્પિટલમાં ચાલી રહી હતી.

    આની સાથે જ ગુજરાતમાં કોરોના વાઇરસના સંક્રમણના કારણે થયેલા મૃત્યુનો આંકડો સાત થઈ ગયો છે.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  3. કોરોના વાઇરસ : આ વૈશ્વિક મહામારીનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો?, સમગ્ર વિશ્વ કોરોના વાઇરસથી લડી રહ્યું છે ત્યારે જાણો કે કોરોના વાઇરસ સંક્રમણથી તેવી રીતે બચશો

  4. કોરોના વાઇરસથી શરણાર્થી કૅમ્પમાં ભય તો ક્યાંક રોજીરોટીનું સંકટ

    જુઓ બીબીસી સમાચારમાં સમગ્ર વિશ્વ કેવી રીતે કોરોના વાઇરસ સંક્રમણના પ્રકોપથી લડી રહ્યું છે.

    બદલો YouTube કન્ટેન્ટ
    Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી. YouTube કન્ટેન્ટમાં જાહેરાત હોઈ શકે છે.

    YouTube કન્ટેન્ટ પૂર્ણ

  5. પાંચ એપ્રિલે રાત્રે કોરોના સંકટને પડકાર આપવા મોદીનું આહ્વાન, લૉકડાઉનના 10મા દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો વીડિયો સંદેશ, કોરોના મુદ્દે 15 દિવસમાં ત્રીજું સંબોધન

    વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો સંદેશમાં આ કહ્યું

    • પાંચમી એપ્રિલે રાત્રે નવ વાગ્યે નવ મિનિટ માટે ઘરની લાઇટ્સ ઓફ કરીને દરવાજા કે બાલ્કનીમાં ઊભા રહીને મીણબત્તી કે મોબાઇલની ફ્લેશ લાઇટ પ્રગટાવવા મોદીનું આહ્વાન
    • જનતાની શિસ્ત અને સેવાભાવની પ્રશંસા કરી
    • અનેક દેશ થાળી-તાળી વગાડીને આવશ્યક સેવા આપનારાઓનો આભાર માનવાનું અનુસરણ કરી રહ્યા છે
    • કોરોનાના સંકટથી હતાશ અને નિરાશ થઈ ગયેલા ગરીબોમાં આશા જગાડવાની જરૂર
    • જનતા કર્ફ્યુ અને લૉકડાઉન દ્વારા જનતાએ સામૂહિક શક્તિનો પરચો આપ્યો, જે પ્રશંસનીય
    • સોશિયલ ડિસ્ટન્સિંગએ કોરોનાની શ્રૃંખલાને તોડવાનો રામબાણ ઇલાજ
    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  6. ભારતને વર્લ્ડ બૅન્ક એક અબજ ડૉલરની મદદ આપશે

    દુનિયામાં ઝડપથી ફેલાઈ રહેલા કોરોના વાઇરસનો પ્રકોપ સામે લડવા માટે વર્લ્ડ બૅન્ક વિકાસશીલ દેશોને તત્કાલિક મદદ કરશે.

    આ નિર્ણય પર બૅન્કના કાર્યકારી ડાયરેક્ટર્સ એકમત થયા છે.

    પ્રથમ તબક્કામાં વર્લ્ડ બૅન્ક 25 દેશોને વિશેષ આપાતકાલીન મદદ આપશે, પછી 40 અન્ય દેશોની પણ મદદ કરવામાં આવશે.

    પ્રથમ તબક્કામાં આફ્રિકા, પૂર્વી એશિયા અને પેસિફિક, દક્ષણ એશિયા, યુરોપ અને કેન્દ્રીય એશિયા, મધ્યપૂર્વ અને ઉત્તરી આફ્રિકાન કેટલાક દેશો સામેલ છે, જેમાં ભારત પણ એક દેશ છે.

    ભારતને વર્લ્ડબૅન્ક એક અબજ ડૉલરની તાત્કાલિક મદદ કરશે.

    વર્લ્ડ બૅન્કે કહ્યું કે આ આર્થિક મદદથી કોરોના વાઇરસની તપાસ, કૉન્ટેક્ટ ટ્રેસિંગ, લૅબમાં તપાસ કરવા, જરૂરી મડેકિલ સાધનો ખરીદવા અને દર્દીને રાખવા માટે આઇસોલેશન સેન્ટર બનાવવામાં મદદ મળશે.

    સાથે જ વિશ્વ બૅન્કમાં પાકિસ્તાન માટે પણ 20 કરોડ ડૉલરની તાત્કાલિક મદદ કરવાની જાહેરાત કરી છે.

    સૂચિ
  7. '15 એપ્રિલથી ફ્લાઇટ્સ શરૂ થશે પરંતુ...'

    નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પુરીએ સ્પષ્ટ કર્યું છે કે આંતરરાષ્ટ્રીય અને ડૉમેસ્ટિક યાત્રી ફ્લાઇટ્સ પર 15 એપ્રિલ સુધી પ્રતિબંધ યથાવત્ રહેશે અને ફ્લાઇટ્સ શરૂ કરવા અંગે નિર્ણય પછી લેવામાં આવશે.

    તેમણે કહ્યું કે પરિસ્થિતિને જોતાં નિર્ણય કરવામાં આવશે અને કયા-કયા દેશોમાંથી ફ્લાઇટ્સને ભારતમાં આવવા દેવી, તેનું ધ્યાન રાખવામાં આવશે.

    દેશમાં 21 દિવસનું લૉકડાઉન ચાલુ છે જે 14 ઍપ્રિલ સુધી ચાલશે.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  8. કોરોના વાઇરસના હૉટસ્પૉટ

    જાણો દેશના કયા-કયા જિલ્લા તથા વિસ્તાર કોરોના વાઇરસના પ્રસાર સંબંધે હૉટસ્પૉટ છે.

    કોરોના વાઇરસ સંબંધે ભારતનો નકશો
  9. નરેન્દ્ર મોદીનું દેશને સંબોધન

    વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે સાંજે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે તેઓ શુક્રવારે સવારે નવ કલાકે દેશને નામ વીડિયો સંદેશ આપશે.

    ત્યારે પોતાના સંદેશમાં મોદી શું કહે છે, તેની ઉપર દેશવાસીઓની મીટ મંડાયેલી હશે. લગભગ પંદર દિવસમાં વડા પ્રધાનનો ત્રીજો રાષ્ટ્રજોગ સંદેશ હશે

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  10. કોરોના સંબંધિત અન્ય માહિતી

    • કોરોના વાઇરસ : કોવિડ-19 વિશે આપણે હજુ પણ શું-શું જાણતા નથી?જાણવા માટે અહીં ક્લિક કરો
    • કોરોના વાઇરસ કઈ સપાટી પર કેટલો સમય જીવિત રહે છે?જાણવા માટે અહીં ક્લિક કરો.
    • કોરોના વાઇરસની રસી હાથવેંતમાં છે કે હજી વાર લાગશે?જાણવા માટે અહીં ક્લિક કરો.
    • ગુજરાત કોરોના સામે લડવા માટે કેટલું તૈયાર છે?જાણવા માટે અહીં ક્લિક કરો
    • કોરોનાથી બચવા માટે હાથ ધોવાની યોગ્ય રીત કઈ?જાણવા માટે અહીં ક્લિક કરો
    • કોરોના વાઇરસની શરૂઆતથી લઈને સારવાર સુધીની તમામ માહિતીજાણવા માટે અહીં ક્લિક કરો
    • કયા પ્રાણીને કારણે કોરોના ફેલાયો?જાણવા માટે અહીં ક્લિક કરો
    • કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે?જાણવા માટે અહીં ક્લિક કરો
    • ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે?જાણવા માટે અહીં ક્લિક કરો
    • 98 વર્ષ અગાઉ ભારતમાં દોઢ કરોડોનો ભોગ લેનારી એ મહામારી વિશેજાણવા માટે અહીં ક્લિક કરો
    • ઇમ્યુન સિસ્ટમની જટિલ દુનિયા કેટલી તમારા હાથમાં?જાણવા માટે અહીં ક્લિક કરો
    corona strip
  11. શુક્રવાર સવારની સ્થિતિ

    ગુજરાતમાં 87 પૉઝિટિવ કેસ નોંધાયા છે, જેમાંથી 10 દરદી સાજાં થઈ ગયાં છે, જ્યારે સાતનાં મૃત્યુ થયાં છે.

    ભારતમાં ઍક્ટિવ કેસોની સંખ્યા 1860 પહોંચી હતી, જ્યારે 53 મૃત્યુ થયાં છે અને 155 દર્દી સાજા થયા છે.

    ગુજરાત તથા કેન્દ્ર સરકારના આંકડા સંબંધિત સરકારના આરોગ્ય અને પરિવારકલ્યાણ મંત્રાલયના ડેશબૉર્ડ પરથી લેવામાં આવ્યા છે.

    વિશ્વની વાત કરીએ તો જોન હૉપકિન્સ યુનિવર્સિટીના ડેટા મુજબ, વિશ્વભરમાં મરણાંક 53 હજારને પાર કરી ગયો છે. જેમાં સૌથી વધારે ઇટાલી (13,915) અને સ્પેનમાં 10348 મૃત્યુ નોંધાયા છે. ત્યારે ફ્રાન્સમાં 5387 મૃત્યુ થયાં છે.

    વિશ્વમાં કોરોનાના1013157 કેસ નોંધાયેલા છે, જેમાંએક અઠવાડિયામાં બેગણો ઉછાળ જોવા મળ્યો હતો. સૌથી વધારે અમેરિકા (2,43453), ઇટાલી (1,15,142) સ્પેન (1,12,605) અને ચીનમાં 82,432 કેસ નોંધાયેલા છે.

    માસ્કધારી મહિલાની તસવીર

    ઇમેજ સ્રોત, Getty Images