લૉકડાઉન કવરેજ
- લૉકડાઉનના નવમા દિવસે કોરોના સંબંધે શું-શું થયું જાણવા માટે અહીં ક્લિક કરો
- લૉકડાઉનના આઠમા દિવસે કોરોના સંબંધે શું-શું થયું જાણવા માટેઅહીં ક્લિક કરો
- ભારતમાં લૉકડાઉનના પ્રથમ સપ્તાહ દરમિયાનના અપડેટ્સ જાણવા માટેઅહીં ક્લિક કરો

ગુજરાત સહિત દેશ-વિદેશના કોરોના સંબંધિત અપડેટ્સ તથા માહિતી અહીં મેળવો.

ગુજરાતમાં શુક્રવાર સુધીમાં કોરોના વાઇરસના કુલ 95 કેસ નોંધાયા છે અને એક પણ નવો પૉઝિટિવ કેસ નોંધાયો નથી.
ગુજરાતનાં આરોગ્ય સચિવ જયંતી રવિએ આ માહિતી આપી છે.
જયંતી રવિએ કહ્યું કે ક્વોરૅન્ટીનના નિષેધાત્મક આદેશોનો ભંગ કરનાર નાગરિકો સામે કુલ 418 એફ.આઈ.આર. દાખલ કરાવાઈ છે.
તેમણે કહ્યું કે ગુજરાતમાં કોરોના વાઇરસને કારણે વધુ એક મૃત્યુ થયું છે. પેશન્ટ અન્ય બીમારીથી પણ પીડિત હતા, ગુજરાતમાં કુલ મરણાંક નવ થયો છે.
"શુક્રવારે 135 નમૂનાનું પરીક્ષણ કરાયું છે, 72 સૅમ્પલ નૅગેટિવ આવ્યાં છે અને 63 રિપોર્ટ આવવાના બાકી છે."
તેમણે વધુમાં કહ્યું કે ગુજરાતમાં હૉટસ્પૉટમાં રહેતા નાગરિકો આરોગ્યલક્ષી ટીમોને સહકાર આપે અને ઘર્ષણ ન કરે; પોલીસ સાથે રહેશે.
"જે ટીમ તપાસ માટે આવે તેને નાગરિકો સાચી માહિતી આપે અને કોઈ માહિતી છુપાવે નહીં, જેથી સમય વીત્યે સ્થિતિ વકરે નહીં"
"ગુજરાતમાં 95 કેસ સામે 9નાં મૃત્યુ થયાં છે, જેની પાછળ અન્ય બીમારીઓ અને ઉંમર પણ જવાબદાર છે."
કોરોના સંબંધિત કોઈ લક્ષણ જણાય તો હૉસ્પિટલ કે હેલ્પલાઇન નંબર-104નો સંપર્ક કરવા તેઓએ અપીલ પણ કરી હતી.
અન્ય એક પત્રકારપરિષદમાં રાજ્યના ડી.જી.પી. શિવાનંદ ઝાએ કહ્યું કે સબ-ઇન્સ્પેક્ટર તથા તેની નીચેના દરજ્જાના પોલીસ કર્મચારીઓની બેથી ત્રણ માસ માટે માઇનસ પૅન્શન સેવા લેવાશે.
"તેમજ NCC તથા NSSના માધ્યમથી કૉલેજના વિદ્યાર્થીઓની મદદ લેવાશે અને નિવૃત્ત પોલીસ કર્મચારીઓની સેવા લેવા સંબંધિત આદેશ ટૂંક સમયમાં અપાશે."

ઇમેજ સ્રોત, Getty Images
દુનિયાના અનેક દેશોમાં લૉકડાઉન અને સૅલ્ફ આઇસોલેશનની પરિસ્થિતિમાં ઝૂમ નામની એક ઍપ બહુ લોકપ્રિય થઈ રહી છે.
લાખો લોકો જેમાં વર્ક ફ્રૉમ હોમ કરતા ઑફિસકર્મીઓ, અનેક ગ્રૂપ્સ, પરિવાર અને મિત્રો જે રૂબરૂ નથી મળી શકતા એ આ ઍપ મારફતે ગ્રૂપ મીટિંગ કરી શકે છે.
પરંતુ નિષ્ણાતોએ ઝૂમની પ્રાઇવસી, ફેસબુકને ડેટા આપવા, ઍન્ડ-ટુ-ઍન્ડ ઇન્ક્રિપ્શનના ખોટા દાવા અને મીટિંગ હોસ્ટને ઑનલાઇન બેઠકમાં ભાગ લેનાર લોકોને ટ્રૅક કરવા દેવા જેવી બાબતો અંગે આકરી ટીકા કરી હતી.
ઝૂમનો વપરાશ અભૂતપૂર્વ રીતે વધ્યો છે, ત્યારે તેના પ્રમુખ ઍરિક યુઆનનું કહેવું કોરોના વાઇરસ મહામારીને કારણે આવું થઈ રહ્યું છે. ડિસેમ્બરમાં તેના દસ લાખ વપરાશકર્તા હતા, જે માર્ચમાં વધીને 20 કરોડ સુધી પહોંચ્યા છે.
ઍપની સુરક્ષાને લઈને ઊભા થયેલા પ્રશ્નોને જોતાં સંસ્થાપકોએ માફી માગતા કહ્યું છે કે તેઓ આટલી ઝડપથી વપરાશકર્તાઓની સંખ્યામાં ધરખમ વધારા માટે તૈયાર નહોતા.

ઇમેજ સ્રોત, Zoom
ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ અનુસાર છેલ્લા 24 કલાકમાં ભારતમાં આઠ હજાર નમૂનાનું પરીક્ષણ કરાયું હતું.
ICMRએ કહ્યું કે ભારતમાં કોરોના વાઇરસની ચકાસણી માટે 182 લૅબ કામ કરી રહી છે અને તેમાં 130 લૅબ સરકારી છે.
કોરોના વાઇરસના સંક્રમણના તબલીગી જમાત સાથે 19 રાજ્યોથી જોડાયેલા મામલા છે.
છેલ્લા બે દિવસમાં કોરોના વાઇરસના 647 નવા કેસ સામે આવ્યા છે અને આ તબલીગી જમાત સાથે સંબંધિત છે.
આઈસીએમઆરે એ પણ કહ્યું કે છેલ્લા ચોવીસ કલાકમાં ભારતમાં કોરોના વાઇરસના ચેપને લીધે કુલ 12 લોકોનાં મૃત્યુ થયાં છે.

ઇમેજ સ્રોત, Getty Images
ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદની એક હૉસ્પિટલમાં નર્સો સાથે અયોગ્ય વર્તન કરવાનો આરોપ તબલીગી જમાતના સભ્યો પર લાગ્યો છે.
આ મામલે શુક્રવારે ઉત્તર પ્રદેશની યોગી સરકારે આરોપીઓ સામે નેશનલ સિક્યૉરિટી એક્ટ લગાવી દીધો છે.
ઉત્તર પ્રદેશની ભાજપ સરકારનું કહેવું છે કે ગાઝિયાબાદમાં જમાતના 156 લોકોને ક્વોરૅન્ટીનમાં રાખવામાં આવ્યા છે. દિલ્હીના નિઝામુદ્દીનમાં જમાતના એક ધાર્મિક કાર્યક્રમમાં કોરોના વાઇરસથી સંક્રમિત લોકો હાજર રહ્યા હતા.
આ મામલે યોગી આદિત્યનાથનું કહેવું છે, “આ ના તો કાયદાનું પાલન કરશે, ના તો આદેશો સ્વીકારશે. આ માનવતાના દુશ્મન છે. આમને મહિલા સ્વાસ્થ્યકર્મચારીઓ સાથે જે કર્યું છે તે ગુનો છે. અમે એમની પરNSA લાગુ કરીએ છીએ.”
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ સ્રોત, Getty Images
કોરોના વાઇરસ ટ્રૅકિંગ ઍપથી હજારો લોકોનાં જવાબો પરથી શોધકર્તાઓ તારણ કાઢવાનો પ્રયત્ન કરી રહ્યો છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ

ઇમેજ સ્રોત, Getty Images
પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનના 70 રેલવે કોચને ક્વોરૅન્ટીન અને આઇસોલેશન સુવિધા બનાવવા માટે કામ ચાલી રહ્યું છે.
એક કોચમાં આઠ દર્દીઓને ક્વોરૅન્ટીનમાં મૂકી શકાશે.
ગુજરાતમાં કાંકરિયા, અમદાવાદ, સાબરમતી, ગાંધીધામ અને ભૂજમાં કોચિંગ ડેપોમાં કોચ તૈયાર કરવાનું કામ થઈ રહ્યું છે.
કોવિડ19ના દર્દીઓ માટે ક્વોરૅન્ટીન અને આઇસોલેશન સુવિધા બનાવવા માટે પ્રથમ તબક્કામાં ભારતીય રેલવે 5,000 કોચને તૈયાર કરશે.
પશ્ચિમ રેલવે 420 કોચને તૈયાર કરશે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
કૉંગ્રેસ નેતાઓએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પાંચ એપ્રિલ રાત્રે નવ વાગ્યે નવ મિનિટ માટે દ્વીપ પ્રગાટવવાના આહ્વાનની ટીકા કરી છે.
કૉંગ્રેસ નેતા અને ભૂતપૂર્વ નાણામંત્રી પી ચિદંબરમે કહ્યું, “પ્રતીકવાદ એટલું મહત્ત્વપૂર્ણ છે પરંતુ વિચારો અને ઉપાયો પર ગંભીર રીતે વિચારવું પણ એટલું જ મહત્ત્વનું છે.”
તેમણે કહ્યું કે દરેક કામકાજી પુરુષ અને મહિલા, વ્યવસાયીથી લઈને મજૂર સુધી, આર્થિકતંત્રમાં આવેલી મંદી અંગે લેવામાં આવનાર પગલાં અંગે સાંભળવાની આશા રાખતા હતા, જેથી આર્થિક વિકાસના એન્જિનને ફરી શરુ કરી શકાય. લોકો અત્યારે આ બાબતે હતાશ થયા છે.
ટીએમસી નેતા મોહુઆ મિત્રાએ ટ્વીટ કરીને લખ્યું, ‘ગેટ રિયલ’ એટલે ‘વાસ્તવિકતા જુઓ’.
કૉંગ્રેસ નેતા શશિ થરૂરે ટ્વીટ કરીને લખ્યું કે “પ્રધાન શોમૅનને સાંભળ્યા. લોકોના દુખ, બોજ અને આર્થિક ચિંતાઓ વિશે કંઈ નહીં. લૉકડાઉન પછી આવનાર મુદ્દાઓ અને ભવિષ્ય વિશે કંઈ નહીં. બસ ભારતના ફોટો-ઑપ વડા પ્રધાન દ્વારા ફીલ-ગુડ મૉમેન્ટ.”
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ

ઇમેજ સ્રોત, Getty Images
દક્ષિણ અમેરિકાના દેશ પેરુમાં કોરોના વાઇરસ સંક્રમણને ફેલવાથી રોકવા માટે અનોખા પ્રકારના પગલાં લેવામાં આવી રહ્યા છે.
અહીં પુરુષો અને સ્ત્રીઓ માટે બહાર નીકળવાના અલગ-અલગ દિવસ નક્કી કરવામાં આવ્યા છે.
એટલે મહિલાઓ અલગ દિવસે અને પુરુષો અલગ દિવસે બહાર નીકળશે, એ પણ જરૂરી વસ્તુઓ ખરીદવા માટેજ. રવિવારે કોઈ બહાર નહીં નીકળી શકે.
જોન હૉપ્કિન્સ યુનિવર્સિટીના ડેટા પ્રમાણે અહીં 1400 કેસ સામે આવ્યા છે.

ઇમેજ સ્રોત, Getty Images
ન્યૂઝ એજન્સી પીટીઆઈ મુજબ સ્વાસ્થ્ય મંત્રાલયે પુષ્ટિ કરી છે કે ભારતમાં કોરોના સંક્રમણના 2,301 કેસ સામે આવી ચૂક્યા છે, મરણાંક 56 સુધી પહોંચ્યો છે.

ઇમેજ સ્રોત, Getty Images
પ્રખ્યાત ફિલ્મ અભિનેતા શાહરુખ ખાને કોવિડ19 સામેની લડતમાં સહાય આપવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે તેઓ મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળ સરકારની સાથે મળીને સ્વાસ્થ્યકર્મીઓ માટે 50 હજાર જેટલી પીપીઈ કિટની વ્યવસ્થા કરશે.
પીપીઈ કિટ એટલે પર્સનલ પ્રોટેક્શન ઇક્વિપમૅન્ટ કિટ જે સ્વાસ્થ્યકર્મીઓ વાપરતાં હોય છે.
તેઓ 5,500 પરિવારો માટે મુંબઈમાં ભોજનની વ્યવસ્થા કરશે. તેઓ ઘરો અને હૉસ્પિટલમાં ભોજનની જરૂરિયાત ધરાવતાં લોકોની પણ મદદ કરશે.

ઇમેજ સ્રોત, Getty Images
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
ન્યૂઝ એજન્સી પીટીઆઈ મુજબ સ્વાસ્થ્ય મંત્રાલયે પુષ્ટિ કરી છે કે ભારતમાં કોરોના સંક્રમણના 2,301 કેસ સામે આવી ચૂક્યા છે, મરણાંક 56 સુધી પહોંચ્યો છે.

ઇમેજ સ્રોત, Getty Images