કોરોના વાઇરસ : 24 કલાકમાં ઇટાલીમાં 766 અને સ્પેનમાં 932 લોકોનાં મૃત્યુ

ગુજરાત સહિત દેશ-વિદેશના કોરોના સંબંધિત અપડેટ્સ તથા માહિતી અહીં મેળવો.

લાઇવ કવરેજ

  1. લૉકડાઉન કવરેજ

    • લૉકડાઉનના નવમા દિવસે કોરોના સંબંધે શું-શું થયું જાણવા માટે અહીં ક્લિક કરો
    • લૉકડાઉનના આઠમા દિવસે કોરોના સંબંધે શું-શું થયું જાણવા માટેઅહીં ક્લિક કરો
    • ભારતમાં લૉકડાઉનના પ્રથમ સપ્તાહ દરમિયાનના અપડેટ્સ જાણવા માટેઅહીં ક્લિક કરો
    corona strip
  2. ગુજરાતમાં કુલ 95 કેસ, એક પણ નવો પૉઝિટિવ કેસ નહીં, મરણાંક નવ થયો

    ગુજરાતમાં શુક્રવાર સુધીમાં કોરોના વાઇરસના કુલ 95 કેસ નોંધાયા છે અને એક પણ નવો પૉઝિટિવ કેસ નોંધાયો નથી.

    ગુજરાતનાં આરોગ્ય સચિવ જયંતી રવિએ આ માહિતી આપી છે.

    જયંતી રવિએ કહ્યું કે ક્વોરૅન્ટીનના નિષેધાત્મક આદેશોનો ભંગ કરનાર નાગરિકો સામે કુલ 418 એફ.આઈ.આર. દાખલ કરાવાઈ છે.

    તેમણે કહ્યું કે ગુજરાતમાં કોરોના વાઇરસને કારણે વધુ એક મૃત્યુ થયું છે. પેશન્ટ અન્ય બીમારીથી પણ પીડિત હતા, ગુજરાતમાં કુલ મરણાંક નવ થયો છે.

    "શુક્રવારે 135 નમૂનાનું પરીક્ષણ કરાયું છે, 72 સૅમ્પલ નૅગેટિવ આવ્યાં છે અને 63 રિપોર્ટ આવવાના બાકી છે."

    તેમણે વધુમાં કહ્યું કે ગુજરાતમાં હૉટસ્પૉટમાં રહેતા નાગરિકો આરોગ્યલક્ષી ટીમોને સહકાર આપે અને ઘર્ષણ ન કરે; પોલીસ સાથે રહેશે.

    "જે ટીમ તપાસ માટે આવે તેને નાગરિકો સાચી માહિતી આપે અને કોઈ માહિતી છુપાવે નહીં, જેથી સમય વીત્યે સ્થિતિ વકરે નહીં"

    "ગુજરાતમાં 95 કેસ સામે 9નાં મૃત્યુ થયાં છે, જેની પાછળ અન્ય બીમારીઓ અને ઉંમર પણ જવાબદાર છે."

    કોરોના સંબંધિત કોઈ લક્ષણ જણાય તો હૉસ્પિટલ કે હેલ્પલાઇન નંબર-104નો સંપર્ક કરવા તેઓએ અપીલ પણ કરી હતી.

    અન્ય એક પત્રકારપરિષદમાં રાજ્યના ડી.જી.પી. શિવાનંદ ઝાએ કહ્યું કે સબ-ઇન્સ્પેક્ટર તથા તેની નીચેના દરજ્જાના પોલીસ કર્મચારીઓની બેથી ત્રણ માસ માટે માઇનસ પૅન્શન સેવા લેવાશે.

    "તેમજ NCC તથા NSSના માધ્યમથી કૉલેજના વિદ્યાર્થીઓની મદદ લેવાશે અને નિવૃત્ત પોલીસ કર્મચારીઓની સેવા લેવા સંબંધિત આદેશ ટૂંક સમયમાં અપાશે."

    જયંતી રવિ

    ઇમેજ સ્રોત, Getty Images

  3. ઝૂમ ઍપ પર મીટિંગ કરતા પહેલા આ જાણી લેશો

    દુનિયાના અનેક દેશોમાં લૉકડાઉન અને સૅલ્ફ આઇસોલેશનની પરિસ્થિતિમાં ઝૂમ નામની એક ઍપ બહુ લોકપ્રિય થઈ રહી છે.

    લાખો લોકો જેમાં વર્ક ફ્રૉમ હોમ કરતા ઑફિસકર્મીઓ, અનેક ગ્રૂપ્સ, પરિવાર અને મિત્રો જે રૂબરૂ નથી મળી શકતા એ આ ઍપ મારફતે ગ્રૂપ મીટિંગ કરી શકે છે.

    પરંતુ નિષ્ણાતોએ ઝૂમની પ્રાઇવસી, ફેસબુકને ડેટા આપવા, ઍન્ડ-ટુ-ઍન્ડ ઇન્ક્રિપ્શનના ખોટા દાવા અને મીટિંગ હોસ્ટને ઑનલાઇન બેઠકમાં ભાગ લેનાર લોકોને ટ્રૅક કરવા દેવા જેવી બાબતો અંગે આકરી ટીકા કરી હતી.

    ઝૂમનો વપરાશ અભૂતપૂર્વ રીતે વધ્યો છે, ત્યારે તેના પ્રમુખ ઍરિક યુઆનનું કહેવું કોરોના વાઇરસ મહામારીને કારણે આવું થઈ રહ્યું છે. ડિસેમ્બરમાં તેના દસ લાખ વપરાશકર્તા હતા, જે માર્ચમાં વધીને 20 કરોડ સુધી પહોંચ્યા છે.

    ઍપની સુરક્ષાને લઈને ઊભા થયેલા પ્રશ્નોને જોતાં સંસ્થાપકોએ માફી માગતા કહ્યું છે કે તેઓ આટલી ઝડપથી વપરાશકર્તાઓની સંખ્યામાં ધરખમ વધારા માટે તૈયાર નહોતા.

    મીટિંગ

    ઇમેજ સ્રોત, Zoom

  4. કોરોના વાઇરસના સંક્રમણના 647 કેસ તબલીગી જમાત સાથે જોડાયેલા : ICMR

    ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ અનુસાર છેલ્લા 24 કલાકમાં ભારતમાં આઠ હજાર નમૂનાનું પરીક્ષણ કરાયું હતું.

    ICMRએ કહ્યું કે ભારતમાં કોરોના વાઇરસની ચકાસણી માટે 182 લૅબ કામ કરી રહી છે અને તેમાં 130 લૅબ સરકારી છે.

    કોરોના વાઇરસના સંક્રમણના તબલીગી જમાત સાથે 19 રાજ્યોથી જોડાયેલા મામલા છે.

    છેલ્લા બે દિવસમાં કોરોના વાઇરસના 647 નવા કેસ સામે આવ્યા છે અને આ તબલીગી જમાત સાથે સંબંધિત છે.

    આઈસીએમઆરે એ પણ કહ્યું કે છેલ્લા ચોવીસ કલાકમાં ભારતમાં કોરોના વાઇરસના ચેપને લીધે કુલ 12 લોકોનાં મૃત્યુ થયાં છે.

    દવાનો છંટકાવ

    ઇમેજ સ્રોત, Getty Images

  5. બ્રેકિંગ, યોગીએ તબલીગી જમાતના કેટલાક સભ્યો પર NSA લગાવ્યો

    ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદની એક હૉસ્પિટલમાં નર્સો સાથે અયોગ્ય વર્તન કરવાનો આરોપ તબલીગી જમાતના સભ્યો પર લાગ્યો છે.

    આ મામલે શુક્રવારે ઉત્તર પ્રદેશની યોગી સરકારે આરોપીઓ સામે નેશનલ સિક્યૉરિટી એક્ટ લગાવી દીધો છે.

    ઉત્તર પ્રદેશની ભાજપ સરકારનું કહેવું છે કે ગાઝિયાબાદમાં જમાતના 156 લોકોને ક્વોરૅન્ટીનમાં રાખવામાં આવ્યા છે. દિલ્હીના નિઝામુદ્દીનમાં જમાતના એક ધાર્મિક કાર્યક્રમમાં કોરોના વાઇરસથી સંક્રમિત લોકો હાજર રહ્યા હતા.

    આ મામલે યોગી આદિત્યનાથનું કહેવું છે, “આ ના તો કાયદાનું પાલન કરશે, ના તો આદેશો સ્વીકારશે. આ માનવતાના દુશ્મન છે. આમને મહિલા સ્વાસ્થ્યકર્મચારીઓ સાથે જે કર્યું છે તે ગુનો છે. અમે એમની પરNSA લાગુ કરીએ છીએ.”

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  6. શું ગંધ કે સ્વાદ ન આવે તો એ કોરોના વાઇરસ સંક્રમણનાં ચિહ્ન હોઈ શકે?

  7. દુનિયા ઉપરથી આજકાલ લગભગ એક સરખી દેખાય છે - ખાલીખમ!

    બાંગ્લાદેશની એક નદી પર બાંધેલી નાવડીઓ

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇમેજ કૅપ્શન, બાંગ્લાદેશની એક નદી પર બાંધેલી નાવડીઓ
    બોગોટામાં એક પાર્ક

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇમેજ કૅપ્શન, કોલંબિયામાં 13 એપ્રિલ સુધી લૉકડાઉન ચાલશે, બોગોટામાં સૂમસામ પડ્યો એક પાર્ક
    બ્રાઝિલનું સૌથી પ્રખ્યાત સ્ટેડિયમ

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇમેજ કૅપ્શન, બ્રાઝિલના રિયો ડે જેનેરોમાં સૌથી પ્રખ્યાત સ્ટેડિયમ સેલિયો ડે બૅરૉસ આજકાલ આવું દેખાય છે
    રશિયા

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇમેજ કૅપ્શન, રશિયામાં 30 એપ્રિલ સધી આઇસોલેશન જાહેર છે, સાખાલિન્સ્કમાં આ ભવ્ય ઇમારત પાસે બધું શાંત છે
    ચીન

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇમેજ કૅપ્શન, જ્યાંથી કોરોના સંક્રમણના પહેલા કેસ આવ્યા ત્યાં આ રીતે સ્વાસ્થ્યકર્મીઓને આભાર માનવામાં આવ્યો, ચીન.
    સૅન ફ્રૅન્સિસ્કો

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇમેજ કૅપ્શન, અમેરિકાના સૅન ફ્રૅન્સિસ્કોનો નજારો આજકાલ આવો છે. અમેરિકામાં મરણાંક છ હજારને અડવા જઈ રહ્યો છે.
    ઑસ્ટ્રેલિયા

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇમેજ કૅપ્શન, ઑસ્ટ્રેલિયામાં સિડનીના પ્રખ્યાત સમુદ્ર તટ ખાલી પડ્યા છે કારણકે અહીં પણ લોકોને બહાર નીકળવા અંગે કડક નિર્દેશ આપવામાં આવ્યા છે.
  8. સ્વાદ ન આવવો અને ગંધ ન આવવી એ પણ કોરોના વાઇરસનાં લક્ષણો છે?

    કોરોના વાઇરસ ટ્રૅકિંગ ઍપથી હજારો લોકોનાં જવાબો પરથી શોધકર્તાઓ તારણ કાઢવાનો પ્રયત્ન કરી રહ્યો છે.

    બદલો YouTube કન્ટેન્ટ
    Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી. YouTube કન્ટેન્ટમાં જાહેરાત હોઈ શકે છે.

    YouTube કન્ટેન્ટ પૂર્ણ

  9. ભારતના પાડોશી દેશોમાં શું ચાલી રહ્યું છે?

    • પાકિસ્તાનના રાવલપિંડી શહેરમાં સંપૂર્ણ લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું છે ત્યાર પહેલાં અહીં 40 મૌલાના કોરોના વાઇરસ પૉઝિટિવ મળ્યા હતા. આ બધા તબલીગી જમાત સાથે જોડાયેલા છે. ભારત અને મલેશિયામાં કોરોના વાઇરસના ફેલાવામાં તબલીગી જમાતના સભ્યોની ભૂમિકાને લઈને ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.
    • શ્રીલંકામાં ગુરુવારે સૌથી વધારે 21 સંક્રમણના કેસ સામે આવ્યા. હાલ ત્યાં 146 કેસ છે.
    • બાંગ્લાદેશમાં સ્ટેડિયમમાં ક્વોરૅન્ટીન વ્યવસ્થા અથવા ફીલ્ડ હૉસ્પિટલ બનાવવાની તૈયારીમાં છે. અહીં કોરોના વાઇરસ સંક્રમણનો ટેસ્ટ દર સૌથી ઓછો હોવાનું બહાર આવી રહ્યું છે.
    • નેપાલમાં કોરોના વાઇરસ સંક્રમણના છ કેસ સામે આવ્યા છે અને અહીં સાત એપ્રિલ સુધી લૉકડાઉનને લંબાવવામાં આવ્યું છે.
    ફાઇલ ફોટો

    ઇમેજ સ્રોત, Getty Images

  10. "અમે પેટ ભરીને ખાધું પણ નથી"

  11. ગુજરાતમાં આવા હશે રેલવે કોચમાં ક્વોરૅન્ટીન અને આઇસોલેશન કૅબિન

    પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનના 70 રેલવે કોચને ક્વોરૅન્ટીન અને આઇસોલેશન સુવિધા બનાવવા માટે કામ ચાલી રહ્યું છે.

    એક કોચમાં આઠ દર્દીઓને ક્વોરૅન્ટીનમાં મૂકી શકાશે.

    ગુજરાતમાં કાંકરિયા, અમદાવાદ, સાબરમતી, ગાંધીધામ અને ભૂજમાં કોચિંગ ડેપોમાં કોચ તૈયાર કરવાનું કામ થઈ રહ્યું છે.

    કોવિડ19ના દર્દીઓ માટે ક્વોરૅન્ટીન અને આઇસોલેશન સુવિધા બનાવવા માટે પ્રથમ તબક્કામાં ભારતીય રેલવે 5,000 કોચને તૈયાર કરશે.

    પશ્ચિમ રેલવે 420 કોચને તૈયાર કરશે.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  12. મોદીના આહ્વાન પર વિપક્ષના નેતાઓએ શું કહ્યું?

    કૉંગ્રેસ નેતાઓએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પાંચ એપ્રિલ રાત્રે નવ વાગ્યે નવ મિનિટ માટે દ્વીપ પ્રગાટવવાના આહ્વાનની ટીકા કરી છે.

    કૉંગ્રેસ નેતા અને ભૂતપૂર્વ નાણામંત્રી પી ચિદંબરમે કહ્યું, “પ્રતીકવાદ એટલું મહત્ત્વપૂર્ણ છે પરંતુ વિચારો અને ઉપાયો પર ગંભીર રીતે વિચારવું પણ એટલું જ મહત્ત્વનું છે.”

    તેમણે કહ્યું કે દરેક કામકાજી પુરુષ અને મહિલા, વ્યવસાયીથી લઈને મજૂર સુધી, આર્થિકતંત્રમાં આવેલી મંદી અંગે લેવામાં આવનાર પગલાં અંગે સાંભળવાની આશા રાખતા હતા, જેથી આર્થિક વિકાસના એન્જિનને ફરી શરુ કરી શકાય. લોકો અત્યારે આ બાબતે હતાશ થયા છે.

    ટીએમસી નેતા મોહુઆ મિત્રાએ ટ્વીટ કરીને લખ્યું, ‘ગેટ રિયલ’ એટલે ‘વાસ્તવિકતા જુઓ’.

    કૉંગ્રેસ નેતા શશિ થરૂરે ટ્વીટ કરીને લખ્યું કે “પ્રધાન શોમૅનને સાંભળ્યા. લોકોના દુખ, બોજ અને આર્થિક ચિંતાઓ વિશે કંઈ નહીં. લૉકડાઉન પછી આવનાર મુદ્દાઓ અને ભવિષ્ય વિશે કંઈ નહીં. બસ ભારતના ફોટો-ઑપ વડા પ્રધાન દ્વારા ફીલ-ગુડ મૉમેન્ટ.”

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  13. લૉકડાઉનની કવિતા : 'ઘરોના અધખૂલા દરવાજા પાછળ બિડાઈ ગઈ છે આખેઆખી માણસજાત'

  14. આ દેશમાં પુરુષો અને મહિલાઓ માટે અલગ-અલગ દિવસનું લૉકડાઉન

    દક્ષિણ અમેરિકાના દેશ પેરુમાં કોરોના વાઇરસ સંક્રમણને ફેલવાથી રોકવા માટે અનોખા પ્રકારના પગલાં લેવામાં આવી રહ્યા છે.

    અહીં પુરુષો અને સ્ત્રીઓ માટે બહાર નીકળવાના અલગ-અલગ દિવસ નક્કી કરવામાં આવ્યા છે.

    એટલે મહિલાઓ અલગ દિવસે અને પુરુષો અલગ દિવસે બહાર નીકળશે, એ પણ જરૂરી વસ્તુઓ ખરીદવા માટેજ. રવિવારે કોઈ બહાર નહીં નીકળી શકે.

    જોન હૉપ્કિન્સ યુનિવર્સિટીના ડેટા પ્રમાણે અહીં 1400 કેસ સામે આવ્યા છે.

    પેરુમાં પુરુષો

    ઇમેજ સ્રોત, Getty Images

  15. ભારતમાં કોરોના સંક્રમણને કારણે મૃત્યુ પામનાર લોકોની સંખ્યા 56 થઈ

    ન્યૂઝ એજન્સી પીટીઆઈ મુજબ સ્વાસ્થ્ય મંત્રાલયે પુષ્ટિ કરી છે કે ભારતમાં કોરોના સંક્રમણના 2,301 કેસ સામે આવી ચૂક્યા છે, મરણાંક 56 સુધી પહોંચ્યો છે.

    મેડિકલ સાધનો બનાવતાં મહિલાઓ

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇમેજ કૅપ્શન, અમદાવાદના એક યુનિટમાં મેડિકલ સાધનો બનાવતાં મહિલાઓ
  16. લૉક-ડાઉનમાં અહીં લોકોએ બાલ્કનીમાં રમ્યા ગરબે, તમે શું કરો છો?

  17. શાહરુખ ખાન મદદ માટે આગળ આવ્યા

    પ્રખ્યાત ફિલ્મ અભિનેતા શાહરુખ ખાને કોવિડ19 સામેની લડતમાં સહાય આપવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે તેઓ મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળ સરકારની સાથે મળીને સ્વાસ્થ્યકર્મીઓ માટે 50 હજાર જેટલી પીપીઈ કિટની વ્યવસ્થા કરશે.

    પીપીઈ કિટ એટલે પર્સનલ પ્રોટેક્શન ઇક્વિપમૅન્ટ કિટ જે સ્વાસ્થ્યકર્મીઓ વાપરતાં હોય છે.

    તેઓ 5,500 પરિવારો માટે મુંબઈમાં ભોજનની વ્યવસ્થા કરશે. તેઓ ઘરો અને હૉસ્પિટલમાં ભોજનની જરૂરિયાત ધરાવતાં લોકોની પણ મદદ કરશે.

    શાહરુખ ખાન

    ઇમેજ સ્રોત, Getty Images

  18. કોરોના વિશે હજી આ બાબતો આપણે નથી જાણતા

    બદલો YouTube કન્ટેન્ટ
    Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી. YouTube કન્ટેન્ટમાં જાહેરાત હોઈ શકે છે.

    YouTube કન્ટેન્ટ પૂર્ણ

  19. બ્રેકિંગ, કોરોના વાઇરસ સંક્રમણને કારણે ભારતમાં મરણાંક 56 થયો

    ન્યૂઝ એજન્સી પીટીઆઈ મુજબ સ્વાસ્થ્ય મંત્રાલયે પુષ્ટિ કરી છે કે ભારતમાં કોરોના સંક્રમણના 2,301 કેસ સામે આવી ચૂક્યા છે, મરણાંક 56 સુધી પહોંચ્યો છે.

    અમદાવાદનું એક યુનિટ

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇમેજ કૅપ્શન, અમદાવાદમાં માસ્ક, ગાઉન અને મેડિકલ સાધનો બનાવતાં મહિલાઓ